સુરત : સુરતનો હીરા ઉદ્યોગ છેલ્લાં કેટલાંક મહિનાઓથી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. વૈશ્વિક આર્થિક મંદીની અસર સુરતના હીરા ઉદ્યોગ પર...
સુરત : કામરેજ તાલુકાના વાવ ગામ ખાતે રહેતા વૃદ્ધ દંપતી સામાજીક પ્રસંગમાં કાપોદ્રા વિસ્તારમાં બાઈક પર આવ્યા હતા. તે સમયે વાલક પાટિયા...
સુરત : સુરતમાં લંપટ પ્રેમાંધ યુવાને શિક્ષીકાને ધમકી આપતા ચકચાર મચી ગઈ છે. આ પ્રેમાંધ યુવકે શિક્ષીકાના હાલ ગ્રીષ્મા જેવા કરવાની ધમકી...
ગોધરા: ગુજરાતમાં (Gujarat) બિપરજોય વાવાઝોડાને પગલે ચોમાસાના (Monsoon) સમીકરણો બદલાઈ ગયા છે. વરસાદના આગમન વચ્ચે વાવાઝોડેએ દસ્તક આપતા આખા દેશમાં ચોમાસાની એન્ટ્રી...
નવી દિલ્હી: રશિયા-યુક્રેન યુદ્ધની (RussiaUkraineWar) વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Putin) મુશ્કેલીમાં મુકાયા છે. એવી આશંકા છે કે રશિયામાં બળવો (Russian Private...
વડોદરા: વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્વારા સત્તાધીશોના પૂતળાનું દહન કરી ભારે વિરોધ નોંધાવ્યો હતો.સીટો વધારવાના મામલે આંદોલનના માર્ગે ઉતરેલા વિવિધ...
ભરૂચ: ભરૂચના (Bharuch) નબીપુરથી ઝનોર રોડ પર પિસ્તોલની અણીએ બે કાર લઈ આવેલા લૂંટારુંઓએ (Robbery) સોનીની કારને ઘેરી પિસ્તોલની અણીએ રૂ.1 કરોડના...
તંત્રી લેખમાં ડાયાબિટીસને ધીમું ઝેર કહીને એ ઝેરથી સાવચેત રહેવા માટે ઘણી સૂચનાઓ આપવામાં આવી છે. જરૂર કરતાં લોહીમાં સુગરનું પ્રમાણ વધુ...
સંયુક્ત રાષ્ટ્રસંઘે 80 દેશોમાંથી 2017થી 2022 દરમ્યાન એકત્ર કરેલ ડેટાના આધારે પ્રગટ કરેલ અહેવાલમાં જણાવાયું છે કે દર 10માંથી 9 વ્યક્તિઓ મહિલાઓ...
એક દિવસ સવારના પહોરમાં સાસુમા થોડાં ગુસ્સામાં હતાં.ચા મૂકતી વહુને ખીજાયાં કે કેટલું મોડું કરે છે? વહુને નવાઈ લાગી કે આજે તો...
ભારતનું રાજકારણ અજબગજબ છે. જાવેદ અખ્તરનું જાણીતું ગીત છે , એસા લગતા હૈ , જો ના હુઆ , હોને કે હો …...
જુના જાસૂસો પાસે ક્યારેય કોઈ મુદ્દાના ઉકેલ માટે ભલામણ કે થિયરીની કમી નથી હોતી. એમાં વળી જો જમ્મુ અને કાશ્મીર જેવા ભૌગોલિક-રાજકીય-સુરક્ષા...
જીવના જોખમે કરવામાં આવતાં સાહસ ક્યારેક ભારે પણ પડે છે. એક સદી કરતાં પણ પહેલા ડ઼ૂબી ગયેલા અને અપશુકનિયાળ મનાતા ટાઈટેનિકને વિશ્વના...
આપણા દેશમાં કોઈ પણ મોટો પુરસ્કાર આપવામાં આવે તેનો વિવાદ પેદા કરવાની જાણે ફેશન થઈ રહી છે. તાજેતરમાં ૧૦૦ વર્ષથી દેશમાં વૈદિક...
સુરત: (Surat) કતારગામમાં અમરોલી બ્રિજથી વેડ-વરિયાવ બ્રિજની (Bridge) વચ્ચે પાળા પર વોક-વે બનાવવામાં આવ્યો છે. આ વોક-વેમાં સ્થાનિકો દરરોજ વહેલી સવારે મોર્નિંગ...
જામનગરની (Jamnagar) સાધનાકોલોની વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના બે માળના મકાનમાં (Building) M-69 બ્લોક શુક્રવારે ધડાકાભેર તૂટી પડતા (Collapse) એકજ પરિવારનાં 3 લોકોના...
બારડોલી: (Bardoli) બારડોલીના નાંદીડા ગામના પ્રવેશદ્વાર પર આવેલા મોટા બાવા મંદિરમાં (Temple) કોઈ અજાણ્યા ઇસમો દ્વારા તોડફોડ (Sabotage) કરવામાં આવતાં ગ્રામજનોની ધાર્મિક...
ઉત્તર પ્રદેશ : ઉમેશ પાલ હત્યા કેસમાં ચર્ચામાં આવેલા ગુડ્ડુ મુસ્લિમ (Guddu Muslim) વિશે પોલીસને એક ચોંકાવનારી માહિતી મળી છે. 10-12 વર્ષ...
ભરૂચ: (Bharuch) ભરૂચના નબીપુરથી ઝનોર ઝનોર જવાના માર્ગે અમદાવાદના (Ahmedabad) માણેકચોકના જ્વેલર્સની કારને દિલધડક રીતે આંતરી અન્ય બે કારમાં આવેલા લુંટારુઓ (Loot)...
નવી દિલ્હી: લંડન ઓલિમ્પિક્સના (London olympics) બ્રોન્ઝ મેડલિસ્ટ યોગેશ્વર દત્તે (Yogeshwar dutt) શુક્રવારે એશિયન ગેમ્સ (Asian games) અને વર્લ્ડ ચેમ્પિયનશિપ (World Championship)...
સાપુતારા: (Saputara) ડાંગનાં સુબીર તાલુકાનાં લવચાલી ગામમાંથી 19 વર્ષીય યુવાન અને 17 વર્ષીય સગીર બાઈક (Bike) પર સવાર થઈ જઈ રહ્યા હતા....
છતરપુર : મધ્યપ્રદેશના (Madhya Pradesh) છતરપુરમાં (Chhatarpur) ડેપ્યુટી કલેક્ટરનાં (Deputy Collector) પદ પરથી નિશા બાંગરેએ રાજીનામું (Resignation) આપ્યું. રાજીનામું આપવાનું કારણ તેમના...
ઝઘડિયા: (Jhagadia) આદિવાસી ઝઘડિયા પંથકમાં અગાઉ 5 જૂને નાના સાંજા ખાતે લિવ ઇનમાં રહેતા પ્રેમીએ પ્રેમિકાની હત્યા (Murder) કરી દીધી હતી. જે...
નવી દિલ્હી: ટાઈટેનિકના (Titanic) ભંગાર જોવા માટે દરિયામાં (Sea) માઈલ દૂર જવાના સાહસ કરનારા અબજોપતિઓના (Millionares) સાહસનો દુઃખદ અંત આવ્યો છે. ખાસ...
બિહારની (Bihar) રાજધાનીમાં વિરોધ પક્ષોની બેઠક પૂરી થઈ ગઈ છે. આ બેઠકમાં હવે આમ આદમી પાર્ટીના (AAP) વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ...
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) હાલ અમેરિકાની (America) મુલાકાતે (Visit) ગયા છે. અમેરિકામાં PM મોદી માટે વ્હાઈટ હાઉસમાં સ્ટેટ...
નવી દિલ્હી: ફેબ્રુઆરીમાં સ્ટિંગ ઓપરેશન (Sting Operation) સામે આવ્યા બાદ ચેતન શર્માએ (Chetan Sharma) ટીમ ઈન્ડિયાના (IndianCricketTeam) ચીફ સિલેક્ટર (Chief Selector) પદ...
પટનાઃ (Patna) કોંગ્રેસ (Congress) અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પટનામાં વિપક્ષી નેતાઓની (Opposition Leaders) બેઠક પહેલા પોતાના સંબોધનમાં કહ્યું કે જો આપણે બિહારમાં જીતીશું...
નવી દિલ્હી: વિન્ડીઝ (WestIndiesTour) સામેની વનડે (ODI) અને ટેસ્ટ શ્રેણી (Test Series) માટે ટીમ ઈન્ડિયાની (TeamIndia) જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્મા...
સુરતઃ સુરત જિલ્લાના ખેતી અધિકારીઓની ટીમ દ્વારા સચીન જી.આઈ.ડી.સી. વિસ્તારની રૂદ્રાક્ષ સિન્થેટીકસ પ્રા.લી.માં રેડ કરતા 350 કિલો(અંદાજિત કિ. રૂ.૨૦૭૨)નો નીમકોટેડયુકત સબસીડીયુકત ખાતરનો...
સોશિયલ મીડિયા પર ફેલાયેલી અફવા પર બ્રેક, સરકારે કહ્યું પેટ્રોલ અને ડીઝલના ભાવ ભાવ નહીં વધે
ગુજરાત-મહારાષ્ટ્ર પેટા ચૂંટણી: ઉમરેઠમાં મતદારોનો ઉત્સાહ, 2.45 લાખ મતદારો નક્કી કરશે ઉમેદવારોનું ભવિષ્ય
વિનમ્રતામાં પણ રણવીર ધુરંધર
બાઝીગરના સેટ પર શિલ્પા દાઝી ગઈ હતી
બાજવામાં પાંચ દુકાનોના તાળા તૂટ્યા,બુકાનીધારી તસ્કરો સીસીટીવીમાં કેદ
અમિતાભ ઈન્ટરનેટના વિચારોના પૂરમાં
‘જય બદ્રી વિશાલ’ના જયઘોષ સાથે બદ્રીનાથના કપાટ ખુલ્યા, દેશ-વિદેશમાંથી ભક્તોનો ઘોડાપૂર
કાજોલની ‘JAY(A)’ હો…
આજે સીએમ સુરતની મુલાકાતે, આજે મુસાફરી પહેલાં ચેક કરો રૂટ, સિટી બસ-BRTS રૂટ બદલાયા
નાની રાસલીમાં દીપડાનો આતંક! ચાર વર્ષની બાળકી પર હુમલાથી પંથકમાં ભયનો માહોલ
માંજલપુરમાં સ્કૂલ બસનો કહેર! ડીપીએસ બસની ટક્કરે મોપેડ સવાર આધેડ ગંભીર ઈજાગ્રસ્ત
તામિલનાડુમાં 11 વાગ્યા સુધી 37.56% મતદાન, છેલ્લી બે ચૂંટણીઓમાં 75%થી ઓછું મતદાન થયું છે. જાણો બધા અપડેટ્સ
ઈરાન પરના હુમલા બાબતમાં ડોનાલ્ડ ટ્રમ્પની કાયરતા બહાર આવી છે
જીવનમાં સફળ થવા
લાઇવ અપડેટ્સ: પશ્ચિમ બંગાળ ચૂંટણી 2026 પહેલા ચરણનું મતદાન શરૂ, 11 વાગ્યા સુધી 41.11%
સવારના 11 કલાક સુધીમાં ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાં 25.65 ટકા મતદાન
અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધની વૈશ્વિકઅર્થતંત્ર પર ટૂંકા અને લાંબા ગાળાની અસરો
સુરતની ખાડીઓના પ્રદૂષણ અને પૂરની સમસ્યાના
આપણી એક ક્લિક અને પૃથ્વીના તાપમાનમાં વધારો
બંગાળમાં પ્રથમ તબક્કાનું મતદાન, તામિલનાડુમાં તમામ બેઠકો પર મતદાન, અજિત-વિજયને જોવા ઉમટી ભીડ
લિફટ બીજી દુનિયામાં પણ લઇ જઇ શકે છે
૧૦૮ સેવા – છુપી શરતો?
તામિલનાડુમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન શરૂ, કરોડો મતદારો મતદાનમાં જોડાયા
હેપીનેસ સુરત
મોબાઈલનું ઘેલું
ગેસ લાઇનના ખોદકામથી ઘર હલ્યા! માંજલપુરમાં બે પરિવારો રસ્તા પર આવવાની નોબત
ડાકોર અને આસપાસના પંથકમાં મોટા અવાજ સાથે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભારે ગભરાહટ ફેલાયો
વરવાળા ગામે સગીરાની આત્મહત્યા: કાલોલ પોલીસે તપાસ શરૂ કરી
વેકેશનગાળા દરમિયાન ટ્રાવેલ બુકિંગમાં 50 ટકાનો મોટો ઘટાડો
દિલ્હી: પોલીસે IRS અધિકારીની પુત્રીની હત્યાના આરોપી રાહુલની ધરપકડ કરી, હોટલમાં છુપાયો હતો
સુરત : સુરતનો હીરા ઉદ્યોગ છેલ્લાં કેટલાંક મહિનાઓથી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. વૈશ્વિક આર્થિક મંદીની અસર સુરતના હીરા ઉદ્યોગ પર વર્તાઈ રહી છે. યુરોપીયન દેશોમાં નેચરલ પોલિશ્ડ ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડ બંનેની સારી માંગ નથી, જેના લીધે સુરતના કારખાનાઓમાં કામકાજ ઘટ્યા છે. રત્નકલાકારોને વેકેશન રજા આપવામાં આવી રહી છે, તેમજ નોકરીમાંથી છૂટા કરવામાં આવી રહ્યાં છે. તો બીજી તરફ કેટલાંક કારખાનાઓમાં પગાર વધારો કરવામાં નથી આવી રહ્યો હોય રત્નકલાકારો અને માલિકો વચ્ચે સંઘર્ષ થઈ રહ્યો છે. સુરતની લક્ષ્મી ડાયમંડમાં ગયા મહિને આવી જ સમસ્યા ઉભી થઈ હતી, જેનું સમાધાન કરાયું હતું પરંતુ ફરી એકવાર લક્ષ્મી ડાયમંડમાં હંગામો શરૂ થયો છે.
કતારગામ ફૂલપાડા રોડ અને વરાછા રામનગર ખાતે આવેલા લક્ષ્મી ડાયમંડના બંને યુનિટમાં કામ કરતાં 300 જેટલા રત્નકલાકારોએ આજે ફરી હડતાળ પાડી હતી. ગત મહિને ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતની મધ્યસ્થીને પગલે લક્ષ્મી ડાયમંડના મેનેજમેન્ટે કારીગરોનાં પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપતા આ હડતાળ સમેટાઈ હતી અને કારીગરો કામે ચઢ્યા હતાં. પણ કામે ચઢેલા રત્નકલાકારોને સમાધાન ફોર્મ્યુલા મુજબ વેકેશનનાં સમયગાળાનો રજા પગાર અને વર્ષના અંતે વેતન વધારાનો પગાર નહીં મળતાં રત્નકલાકારોએ આજે ફરી હડતાળ પાડી કલેક્ટર કચેરીએ ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના નેજા હેઠળ દેખાવ કર્યા હતાં.
રત્ન કલાકારોએ આક્ષેપ કરતા પત્રકારોને જણાવ્યું હતું કે જાન્યુઆરી માસમાં પગાર વધારા અંગેની રજૂઆત કંપનીના મેનેજમેન્ટને કરવામાં આવી હતી. ત્યારે ચાર માસ પછી પગાર વધારવામાં આવશે એવી ખાતરી આપવામાં આવી હતી. આ આશ્વાસનની ડેટલાઈન વીતી ગયા પછી પણ રત્ન કલાકારોના પગારમાં વધારો કરવામાં નહીં આવતા કારીગરોએ દેખાવો યોજી વિરોધ નોંધાવ્યો હતો.
ડાયમંડ વ ર્કર યુનિયન ગુજરાતના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે, લક્ષ્મી ડાયમંડના મેનેજમેન્ટે ખાતરી આપીને કારીગરોનો પ્રશ્ન ઉકેલ્યો નથી. કંપનીના માલિક ચુનિભાઈ ગજેરાએ રત્નકલાકારોનાં પ્રશ્નો ઉકેલવા 20 દિવસનો સમય માંગ્યો હતો. અને ઉકેલ લાવવાની ખાતરી યુનિયનને આપી હતી. પણ કશું નહીં કરતા ફરી હડતાળ કરવી પડી છે. અમે સમાધાનની એક નકલ ડેપ્યુટી લેબર કમિશનર અને જિલ્લા કલેક્ટર સુરતને પણ ત્યારે આપી હતી.