National

વિપક્ષની બેઠકમાં કેજરીવાલ-રાહુલ સામસામે, કેજરીવાલે કહ્યું- પહેલા વટહુકમ અંગે કોંગ્રેસ સ્ટેન્ડ લે

બિહારની (Bihar) રાજધાનીમાં વિરોધ પક્ષોની બેઠક પૂરી થઈ ગઈ છે. આ બેઠકમાં હવે આમ આદમી પાર્ટીના (AAP) વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ભાગ લીધો હતો. આ બેઠકને લઈને હવે અરવિંદ કેજરીવાલે નિવેદન જારી કર્યું છે. આમ આદમી પાર્ટીએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે જ્યાં સુધી વટહુકમ અંગે કોંગ્રેસનું સ્ટેન્ડ ક્લિયર નહીં થાય ત્યાં સુધી આમ આદમી પાર્ટી વિપક્ષની કોઈપણ બેઠકમાં ભાગ લેશે નહીં. AAPએ કહ્યું કે કોંગ્રેસ એક રાષ્ટ્રીય પાર્ટી છે જે લગભગ દરેક મુદ્દા પર સ્ટેન્ડ લે છે. પરંતુ કોંગ્રેસે (Congress) હજુ સુધી કાળા વટહુકમ અંગે પોતાનું સ્ટેન્ડ જાહેર કર્યું નથી.

AAPએ કહ્યું કે દિલ્હી કોંગ્રેસ અને પંજાબ કોંગ્રેસે જોકે જાહેરાત કરી છે કે આમ આદમી પાર્ટીને આ મુદ્દા પર સમર્થન આપવું જોઈએ પરંતુ કોંગ્રેસને આજે પટનામાં સમર્થન ન આપ્યું. સમાન વિચારધારાવાળા પક્ષની બેઠકમાં કાળા વટહુકમની જાહેરમાં નિંદા કરવા માટે ઘણા પક્ષો દ્વારા વિનંતી કરવામાં આવી હતી પરંતુ કોંગ્રેસ પક્ષે આમ કરવાનો ઇનકાર કર્યો હતો. બેઠક પૂરી થયા બાદ નીતીશ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તમામ પક્ષો સાથે આવવા માટે સંમત થયા છે. શિવસેના (યુબીટી) નેતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમારી વિચારધારામાં થોડો તફાવત હોઈ શકે છે પરંતુ આપણો ઉદ્દેશ્ય એક છે.

કેજરીવાલે આ બેઠકમાં કહ્યું કે અમે કેન્દ્ર દ્વારા લાવવામાં આવેલા વટહુકમનો વિરોધ કરી રહ્યા છીએ અને અન્ય પક્ષોએ આ મુદ્દે અમારું સમર્થન કરવું જોઈએ. કેજરીવાલે આ વાત કરતા જ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે જ્યારે કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી ત્યારે તમારી પાર્ટીએ અમારું સમર્થન ન કર્યું અને સંસદમાં સરકારને સમર્થન આપ્યું હતું.

Most Popular

To Top