World

ટાઈટેનિકનો ભંગાર જોવા 2 કરોડ રૂપિયા આપીને પાંચ લોકો સમુદ્રના તળીયે પહોંચ્યા અને..

નવી દિલ્હી: ટાઈટેનિકના (Titanic) ભંગાર જોવા માટે દરિયામાં (Sea) માઈલ દૂર જવાના સાહસ કરનારા અબજોપતિઓના (Millionares) સાહસનો દુઃખદ અંત આવ્યો છે. ખાસ વાત એ છે કે 2 કરોડ રૂપિયા ચુકવીને આ ધનાઢ્ય લોકોએ જાણે કે પોતાનું મોત ખરીદ્યું હોય તેવું પુરવાર થયું છે. ટાઈટનને સમુદ્રના તળિયે 3,800 મીટર પર ટાઇટેનિકના કાટમાળ સુધી પહોંચતા 2 કલાકનો સમય લાગે છે. કુલ આઠ કલાકની આ મુસાફરી માટે અબજોપતિ શોખીનોએ આ વખતે પણ 2 કરોડ રૂપિયા ચુકવ્યા હતા. અને હવે પરિસ્થિતિ એવી છે કે તેઓના મોત બાદ તેઓની ડેડબોડી પણ મળશે કે નહીં તે મોટો સવાલ છે.

ટાઈટન સબમરીન (Submarine) ગુમ થયા બાદ હવે તમામ મુસાફરોને મૃત (Dead) જાહેર કરવામાં આવ્યા છે. આ લોકોમાં ઓશનગેટના સીઈઓ સ્ટોકટન રશ, બ્રિટિશ અબજોપતિ હેમિશ હાર્ડિંગ અને પાકિસ્તાની ટાયકૂન શાહજાદા દાઉદના નામ પણ સામેલ છે. 18મી જૂને ઓશનગેટ કંપનીની આ સબમરીન પ્રવાસ માટે નીકળી હતી, પરંતુ શરૂઆતના 2 કલાકમાં જ સંપર્ક તૂટી ગયો હતો. જોકે એક સમય એવો પણ હતો કે પાકિસ્તાની શાહજાદાએ આ સફરમાં જવા માટેનો ઇનકાર કરી દીધો હતો પરંતુ પિતાની જીદને લીધે તેણે આ મુસાફરી કરી હતી. ટાઈટેનિક પરથી ટાઈટન નામ આપવામાં આવેલ આ સબમરીનની મુસાફરી પણ વધુ લાંબી નથી. કહેવાય છે કે ટાઈટન ત્રણેકવાર ટાઈટેનિકનો સદી જૂનો કાટમાળ જોવા દરિયાની અંદર ગયું છે. આ લગભગ તેનો ચોથો પ્રવાસ હતો.

પાકિસ્તાની અબજોપતિ પ્રિન્સ દાઉદ અને તેના 19 વર્ષના પુત્રનું પણ મોત
આ અકસ્માતમાં પાકિસ્તાની મૂળના અબજોપતિ પ્રિન્સ દાઉદ અને તેના 19 વર્ષના પુત્ર સુલેમાન દાઉદનું પણ મોત થયું છે. ગુરુવારે પ્રિન્સ દાઉદની મોટી બહેને કહ્યું કે સુલેમાન આ પ્રવાસ પર જવા માંગતો ન હતો અને તે તેનાથી ડરી રહ્યો હતો. મળતી માહિતી મુજબ પ્રિન્સ દાઉદની મોટી બહેન અઝમેહ દાઉદે જણાવ્યું કે સુલેમાને એક સંબંધીને કહ્યું હતું કે સુલેમાન ટ્રિપને લઈને રોમાંચિત નથી પરંતુ ડરી ગયો છે. આઝમેહે જણાવ્યું કે જે દિવસે આ લોકો સબમરીનમાંથી દરિયાની ઊંડાઈમાં ઉતર્યા એ જ અઠવાડિયે ફાધર્સ ડે હતો અને સુલેમાન તેના પિતાને ખુશ કરવા માંગતો હતો કારણ કે પ્રિન્સ દાઉદ ઈચ્છતો હતો કે તેનો પુત્ર તેની સાથે સમુદ્રની ઊંડાઈ સુધી જાય. પ્રિન્સ દાઉદ આ સફરને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા અને આ કારણથી સુલેમાન પોતાના પિતાને નિરાશ કરવા માંગતા ન હતા.

સબમરીનના માલિક સ્ટોકટન રશની પત્ની વેન્ડીનું ટાઇટેનિક જહાજ સાથે ખાસ જોડાણ
સબમરીનના માલિક ઓસએનગેટ કંપની અને સબમરીનના પાઇલટ સ્ટોકટન રશની પત્ની વેન્ડીનું ટાઇટેનિક જહાજ સાથે ખાસ જોડાણ છે. વેન્ડીના પરદાદા ઇસિડોર અને પરદાદી ઇડા સ્ટ્રોસે પ્રથમ વર્ગના મુસાફરો તરીકે ટાઇટેનિક જહાજમાં મુસાફરી કરી હતી. આ અકસ્માતમાં બંનેના મોત થયા હતા. વેન્ડીનું આ જોડાણ તેને બે વાર ટાઇટેનિકના ભંગાર તરફ લઈ ગયું છે. તે પોતાની સબમરીનમાં બે વખત ટૂર પર ગઈ છે. ટાઈટેનિકની આખરી સફર ઈસીડોર માટેની પણ આખરી સફર બની રહી.

14 વર્ષ પહેલા ટાઇટન સબમરીન દુર્ઘટનાની આગાહી
મૃત્યુ પામેલા લોકોમાં સબમરીન કંપની ઓશનગેટના સીઈઓ અને પાકિસ્તાની અબજોપતિ દાઉદનું પણ મોત થયું છે. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર હવે એવી અટકળો ચાલી રહી છે કે અમેરિકન એનિમેટેડ ટીવી શ્રેણી ધ સિમ્પસન શોએ તેના એક એપિસોડમાં 14 વર્ષ પહેલા ટાઇટન સબમરીન દુર્ઘટનાની આગાહી કરી હતી. ધ સિમ્પસનના નિર્માતા ફોર ફિંગર ડિસ્કાઉન્ટે લખ્યું કે અજીબ હકીકત એ છે કે ભૂતપૂર્વ સિમ્પસન શો કરનાર માઇક રીસે ગયા વર્ષે આ ટાઇટેનિક સબમરીન પર સફર કરી હતી. ધ સિમ્પસનના અંતિમ એપિસોડમાં હોમર અને તેને સાથીઓ ટાઈટેનિકનો ભંગાર જોવા જાય છે અને સબમરીન પર ફસાયેલા બતાવવામાં આવ્યા છે.

સબમરીન પર સવાર પાંચેય લોકો જાણીતા અબજોપતિ
ટાઇટન સબમરીન પર સવાર પાંચેય લોકો જાણીતા અબજોપતિ હતા. તેમાં ઓશનગેટના સીઈઓ સ્ટોકટન રશ, પ્રિન્સ દાઉદ અને તેમના પુત્ર સુલેમાન દાઉદ, હેમિશ હાર્ડિંગ અને પોલ-હેનરી નરગીઓલેટનો સમાવેશ થાય છે. 18 જૂનના રોજ, અમેરિકન કંપની ઓશનગેટની આ સબમરીન ટાઇટેનિકના કાટમાળને બતાવવા માટે તેની યાત્રા પર નીકળી હતી. ભંગાર સુધી પહોંચવા, ત્યાં ફરવા અને પછી પાછા આવવા માટે ટાઇટેનિકનો પ્રવાસ લગભગ આઠ કલાક ચાલે છે.

Most Popular

To Top