સુરત: દક્ષિણ ગુજરાતમાં (SouthGujarat) મેઘરાજા અષાઢની અનરાધાર મહેર વરસાવી રહ્યા છે આજે બુધવારે પણ મેહુલિયો સુરત (Surat) સહીત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સવારે...
મુંબઈ: ફિલ્મ 72 હુરે (Movie 72 Hoorain) ફરી વિવાદમાં આવી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને (CBFC) મોસ્ટ અવેટેડ ફિલ્મ ’72 હુરેન’ના...
ખૂબ ચરબી ચડી જાય તે માનસિક અને શારીરિક બંને રીતે સારું નથી. ચરબી પર ભાષણો અને લખાણો ખૂબ થયાં છતાં વધુ ને...
સુરત : રિંગ રોડ ખાતે રાધેક્રિષ્ના ટેક્સટાઇલ માર્કેટમાં વિરમ પ્રિન્ટર્સ નામની દુકાનમાં થયેલી રોકડા 36.70 લાખની ચોરીના ગુનામાં બે આરોપીઓને પોલીસે બિહારના...
અમેરિકાની જાણીતી યુનિવર્સિટી સ્ટેનફોર્ડમાં હાલમાં જ ટેનિસ લિજન્ડ જોહ્ન મેકેનરોઇએ આપેલું એક વક્તવ્ય ચર્ચામાં છે. જોહ્ન મેકેનરોઇ અમેરિકા વતી ટેનિસ રમ્યા છે....
સુરત: છેલ્લાં ત્રણેક દિવસથી શહેરમાં ટામેટાં અને આદુ ભાવ આસમાને પહોંચ્યા છે. શહેરના છૂટક શાકભાજી માર્કેટમાં કિલો ટામેટાનો ભાવ આજે 100થી 120...
છેલ્લા અઠવાડિયામાં દરિયાના પેટાળમાં પડેલા ‘ટાઇટેનિક જહાજના કાટમાળ જોવા ગયેલા 5 લોકોના સબમરીન સાથે ડૂબી જવાથી થયેલાં મોતનો મામલો ખૂબ ચર્ચામાં રહ્યો...
સોશ્યલ મીડિયામાં હેશટેગની શરૂઆત થઈ તે પહેલાંથી કમ્પ્યૂટરની ભાષામાં એનો ઉપયોગ થતો હતો. ટેલિકોમ કંપનીઓએ પણ લોકોને હેશટેગથી યુઝ ટુ કર્યા હતા.ક્રિસ્ટોફર...
વડોદરા : કારેલીબાગ વિસ્તારમાં પાણીપુરીની લારી ચલાવતા વેપારીની દીકરી વડોદરા રહેતી હતી ત્યારે સ્થાનિક આદિત્ય રાઠોડ નામના યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો...
મુંબઈ: ભારતીય શેરબજાર આજે ઐતિહાસિક ટોચે પહોંચી ગયું છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ એ તેના જૂના ઓલ ટાઈમ હાઈના રેકોર્ડને પાછળ છોડીને નવી...
મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના (MP) દતિયા (Datia) જિલ્લામાં બુધવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઘટના બુધવારે સવારે 6:00 વાગ્યાની હોવાનું કહેવાય છે. દુરસાદા પોલીસ...
સુરત: શહેરમાં સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. જેના પગલે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં બેરિકેડ લગાવાયાં છે. શહેરમાં વિધિવત ચોમાસું...
વડોદરા : શહેરના અકોટા દાંડિયાબજાર બ્રિજ પરથી તાજેતરમાં જ એક રેસર બાઇકના ચાલકે એક મહિલાએ અડફેટે લીધા હતા. જેમાં ચાલક સહિત બંનેના...
વડોદરા: વડોદરા નરેન્દ્ર મોદીનના નેતૃત્વમાં સરકારના 9 વર્ષના સુશાસન કાળ પૂર્ણ થતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેર જીલ્લાઓમાં જનસંપર્ક અભિયાન શરૂ કરી...
સુરત: ‘દેર સે આયે, લેકિન દુરસ્ત આયે’ની ઉક્તિ પેઠે થોડા વિલંબ સાથે રાજ્યભરમાં ચોમાસાનું આગમન થઈ ચુક્યું છે. મેઘરાજાની પસંદગીની પીચ કહી...
વડોદરા: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ડ્રેનેજ અને પાણીની લાઈનની કામગીરી કર્યા બાદ ચરી પુરાણ કરીને રોડનું ડામર કામ કરવામાં વેઠ ઉતારે છે તેનો...
વડોદરા : શહેરની એમ.એસ.યુનિવર્સીટીમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવો ઘાટ સર્જાયો છે. અગાઉ નમાજ પઢવાનો મામલો, વિદ્યાર્થીની, મહિલા પ્રાધ્યાપકની છેડતી તો...
સુરત: કોસાડ આવાસમાં રહેતા પરિવાર વચ્ચે પારિવારિક કલેશ થયો હતો. પત્ની અને બાળકની પરવા કર્યા વગર પતિએ ઘરનો દરવાજો બહારથી લોક કરીને...
નડિયાદ: કપડવંજ તાલુકાના નાની સુલતાનપુરમાં રહેતાં પિતા-પુત્રએ ખોટા વેચાણ બાનાખતના આધારે જમીન પચાવી પાડવાનો કારસો રચ્યો હતો. જોકે, જમીનના મુળ માલિકે તપાસ...
આણંદ : કેન્દ્ર સરકારના નેશનલ મેડિકલ કમિશન દ્વારા મેડિકલમાં પ્રવેશ માટેના નિયમોમાં ધરમૂળથી ફેરફાર કરી પ્રવેશ કાર્યવાહી કેન્દ્ર સરકારની સમિતિ દ્વારા જ...
સુરત: ભાજપના વોર્ડ નં.29નાં મહિલા કોર્પોરેટર વૈશાલી પાટીલે પોતાના વિસ્તારમાં બાંધકામ માટે લાંચ માંગી હોવાનો વિડીયો આમ આદમી પાર્ટી દ્વારા રજૂ કરાયો...
સુરત: શતાબ્દી વર્ષની ઉજવણી કરી રહેલી સુરતીઓ સૌથી જૂની ધી સુરત પીપલ્સ કો.ઓપરેટિવ મલ્ટિ સ્ટેટ બેન્કના (The Surat Peoples co.op. Bank) વાઇસ...
સુરત : ચાની લારી ચલાવતા વિધર્મી યુવાન સાથે યુવતીને પ્રણયફાગ ખેલવાનું ભારે પડી ગયું હતું. વિધર્મી યુવાને યુવતી સાથે શારિરીક સબંધ બાંધ્યા...
આણંદ : રાજ્યમાં ત્રાટકેલા અતિતીવ્ર ચક્રવાત ‘બિપરજોય’ એ ઘણા જિલ્લાઓમાં મોટા પાયે નુકસાન પહોચાડ્યુ હતું. આ વિકટ સમયમાં ખેડૂતોના બાગાયતી પાકોમાં થયેલ...
વિરપુર : વિરપુર તાલુકાની આંગણવાડીઓ જર્જરિત હાલતમાં હોવાના કારણે હાલ બાળકોને ક્યાંક ઓટલા પર તો ક્યાંક કોકના ઘરમાં કે પછી પાણી પુરવઠા...
નડિયાદ: માતરમાં વિશ્વ હિન્દુ પરિષદની ટીમે પશુઓને કતલખાને લઈ જતું વાહન રોક્યું હતું. જે બાદ એક કાર્યકર આ વાહનને પોલીસ મથકમાં મુકી...
ભારત દેશનો જ્યારે જ્યારે પણ ઉલ્લેખ કરવામાં આવે ત્યારે તેના વૈવિધ્યનો ઉલ્લેખ અચૂક કરવામાં આવે છે. ભારત જેવા વિશાળ દેશમાં અનેક ધર્મો,...
‘ગુજરાતમિત્ર’ દૈનિકમાં તાજેતરમાં જ એવા,એવા સમાચારો વાંચવામાં આવ્યા છે કે, મનપા દ્વારા કરવામાં આવેલા ધોળા હાથી ( મરામતના કાયમી ખર્ચાવાળા ) સમાન...
સુશાસન, સુવ્યવસ્થા, સુવિચાર અને સુરક્ષા આ ચાર સૂત્રમાં પ્રજા અને શાસનકર્તા બંધાયેલા હોય તો રાજા અને રાજ્યને સુરાજ્યનું બિરુદ મળે છે. હિન્દુસ્થાનની ...
હમણાં જ 21મી જૂન (બુધવાર)ના રોજ વિશ્વ યોગ દિનની સમગ્ર વિશ્વમાં ઉજવણી થઇ. 2014માં યુનાઈટેડ નેશન્સમાં આપણા વ.પ્ર. નરેન્દ્ર મોદીએ સૂચન કર્યું...
સુરત મનપાના શાસનનો આજે જનાદેશ
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
‘કરો કે મરો’ જેવી સ્થિતિમાં ઈરાન, સ્ટોરેજ ફૂલ થતા દરિયામાં વહી રહ્યું છે તેલ
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
સુરત: દક્ષિણ ગુજરાતમાં (SouthGujarat) મેઘરાજા અષાઢની અનરાધાર મહેર વરસાવી રહ્યા છે આજે બુધવારે પણ મેહુલિયો સુરત (Surat) સહીત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં ઝરમરથી લઈને સાડા ચાર ઇંચ સુધી વરસાદ (Rain) વરસતા જગતનો તાત ખુશ ખુશાલ થઈ ગયો છે. સમયસરના વરસાદને કારણે ખેડૂતોએ (Farmers) વાવણી કાર્ય આરંભી દીધું છે.
સુરત શહેર અને જિલ્લામાં ગત મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયા છે. સુરતના લાલગેટ મોતીવાળા પરફ્યૂમ પાસે એક કારમાં ત્રણ બાળકો સહિત 5 લોકો ફસાઈ ગયા હતા. કારમાં લોકો ફસાયા હોવાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ પહોંચી હતી અને કારમાં ફસાયેલા લોકોને રેસ્કયૂ કર્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર લોકો ફસાયા હતા. આજે મળસ્કે સવ્વા પાંચેક વાગ્યાના અરસામાં ભાગાતળાવ મોતીવાલા પરફ્યૂમની ગલી નીચાણવાળો વિસ્તાર હોય ત્યાંથી કાર ( નં.જીજે-21-એમ-5165 ) લઇ નીકળેલા ડો. અબરાર દાવડા ( ઉ.વ.37 ) ની કાર પાણીમાં બંધ થઇ જતા તે ઉપરાંત તેમના પત્ની પરીકા ( ઉ.વ.36 ) અને ત્રણ બાળકો અબ્દુલ્લા ( ઉ.વ. 12), અલી ( ઉ.વ. 7 ) અને અયાન ( ઉ.વ. 2 ) ફસાઇ ગયા હતા.
આ અંગે ફાયરબ્રિગેડને જાણ કરાતા મુગલીસરા અને નવસારી બજાર ફાયર સ્ટેશનના અધિકારીઓ-લાશ્કરો ત્યાં ધસી ગયા હતા અને રેક્યૂ ઓપરેશન હાથ ધરી તમામને સહીસલામત બહાર કાઢ્યા હતા ત્યાર બાદ સવારે 8 વાગ્યે નવસારી બજાર પૂતળી પાસે પણ પાણી ભરાયા હોય ત્યાંથી પસાર થતી કાર ફસાતા નજીકના નવસારી બજાર ફાયર સ્ટેશનને જાણ કરતા તેઓ ત્યાં દોડી ગયા હતા અને કારને પાણીમાં ધક્કો મારી સલામત સ્થળે લઇ જઇ તેમાં સવાર ત્રણ મહિલા-બાળકીને સલામત કાઢ્યા હતા.
સુરત જિલ્લામાં સાડા ચાર ઈંચ વરસાદ વરસ્યો, કામરેજના બ્રિજ પર સપ્તાહમાં બીજીવાર ભંગાણ
આજે સવારે સુરત જિલ્લાના કામરેજમાં મેઘરાજાએ સટાસટી બોલાવી 12 વાગ્યા સુધીમાં 119 મી.મી. એટલે કે સાડા ચાર ઇંચ વરસાદ વરસાવતા કામરેજ, ખોલવડ બજાર, દિનબંધુ હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં ગોઠણ ડુબ પાણી ભરાતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા આ ઉપરાંત સૂર્યપુત્રી તાપી આ નદી ઉપર કામરેજ નજક આવેલા બ્રિજ ઉપર એક સપ્તાહમાં બીજી વાર ભંગાણ સર્જાયું છે અને લોખંડની પ્લેટ તૂટી જતા 10 થી 12 કિલોમીટર લાંબો ટ્રાફિકજામની સ્થિતિ જોવા મળી રહી છે.