Madhya Gujarat

કૃષિ યુનિ. દ્વારા બાગાયતી પાકોને પુનઃ સ્થાપન કરવા પ્રયાસ કરાયાં

આણંદ : રાજ્યમાં ત્રાટકેલા અતિતીવ્ર ચક્રવાત ‘બિપરજોય’ એ ઘણા જિલ્લાઓમાં મોટા પાયે નુકસાન પહોચાડ્યુ હતું. આ વિકટ સમયમાં ખેડૂતોના બાગાયતી પાકોમાં થયેલ નુકસાન નિવારવા બાબતે ખેડૂતોને જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના નેજા હેઠળ કચ્છ જિલ્લામાં આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની ટીમો મોકલવામાં આવી હતી. યુનિવર્સીટી દ્વારા કચ્છ જિલ્લાના અંજાર, મુંદ્રા, માંડવી, અબડાસા અને નખત્રાણા તાલુકાઓમાં ૩ ટીમો ફાળવવામાં આવી હતી.

રાજ્યમાં ત્રાટકેલા અતિતીવ્ર ચક્રવાત ‘બિપરજોય’ એ કૃષિ અને સંલગ્ન વ્યવસાયોને સૌથી વધારે અસર કરી હતી. આ વિકટ સમયમાં ખેડૂતોના બાગાયતી પાકોમાં થયેલ નુકસાન નિવારવા બાબતે ખેડૂતોને જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની ટીમો મોકલવામાં આવી હતી. આ વાવાઝોડાને લીધે મહત્તમ અસરગ્રસ્ત થયેલ જિલ્લાઓ પૈકીના કચ્છ જિલ્લામાં ખેડૂતોને બાગાયતી પાકો જેવા કે આંબા, ખારેક, કેળા, દાડમ, લીંબુ વગેરેમાં થયેલા નુકસાન બાબતે યોગ્ય માર્ગદર્શન આપવા તાત્કાલિક ધોરણે આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. કે. બી. કથીરીયાના માર્ગદર્શન હેઠળ 9 કૃષિ વૈજ્ઞાનિકોની 3 ટીમો કચ્છ ખાતે મોકલવામાં આવી છે.

ડો. બી. એચ. પંચાલ આચાર્ય,બાગાયત પોલીટેક્નિક કોલેજ, આ.કૃ.યુ,વડોદરાના નેતૃત્વ હેઠળ તમામ વૈજ્ઞાનિકો સદર કામગીરીની વ્યૂહરચના ડો. કે. બી. કથીરીયાના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક ચર્ચા કર્યા બાદ કચ્છ જિલ્લાના અંજાર, મુંદ્રા, માંડવી, અબડાસા અને નખત્રાણા તાલુકાઓમાં 3 ટીમો ફાળવવામાં આવી હતી. આ વૈજ્ઞાનિકોનિ ટીમો દ્વારા કચ્છ જીલ્લાના કુલ 45 અસરગ્રસ્ત ગામોની મુલાકાત થકી 49 નિદર્શનો દ્વારા 669 જેટલા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન રાઘવજીભાઈ પટેલ, કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસમંત્રીએ પણ આ વિસ્તારની મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન સદરહુ વૈજ્ઞાનિકોએ પ્રત્યક્ષ રીતે વાવાઝોડાને લીધે પડી ગયેલા બાગાયતી પાકોના વૃક્ષોને ફરીથી વૈજ્ઞાનિક ઢબે પુનઃસ્થાપિત કરવાની કામગીરી નિહાળી હતી. આ બાબતે ખેડૂતો અને વૈજ્ઞાનિકો સાથે વિસ્તૃત ચર્ચાઓ કરીને વધુમાં વધુ આવા ઝાડોને ફરીથી પુનઃસ્થાપિત કરી શકાય તે માટે બધાને સલાહ સુચન આપેલ હતા. આ મુલાકાત સમયે તેઓએ કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલી કામીગીરીને બિરદાવી હતી.

Most Popular

To Top