અવંતિકાબહેન પ્ર. રેશમવાળાની આજે ત્રેવીસમી પુણ્યતિથિ છે. ‘ગુજરાતમિત્ર’ તેમની સ્મૃતિવંદના કરે છે.જેમની મનોછબિ અને કાર્યછબિ મારા મનમાં અનેક રીતે સચવાઈ છે તે...
સુપર કમ્પ્યુટરના કારણે ક્ષણ વારમાં લાખો કરોડોની ગણતરી શકય બની છે. એક સાથે અનેક પરિણામોનો સહસંબંધ સમજી શકાય છે. સૂર્યના ગોળામાં ઘટતા...
2024ની લોકસભા ચૂંટણી માટે BJP સામે 23 જૂને પટનામાં વિપક્ષી નેતાઓની એક સમાન મંચ નક્કી કરવા બેઠક મળી ત્યારે કોઈને ખરેખર મોટા...
હાલમાં રશિયામાં એવો ઘટનાક્રમ સર્જાયો કે આખી દુનિયામાં ચર્ચાઓ શરૂ થઇ ગઇ. રશિયન પ્રમુખ પુટિનના એક સમયના ખૂબ વિશ્વાસુ અને નિકટના સાથીદાર...
સુરત: (Surat) શહેરના સરથાણા વિસ્તારમાં શાળાના શિક્ષકે તેની વિદ્યાર્થીનીનો (Student) પીછો કરી શારિરીક અડપલા કર્યા હતા. અને વિદ્યાર્થીનીને મારી સાથે લગ્ન (Marriage)...
ઓલપાડ ટાઉન: (Olpad) ઓલપાડ તાલુકાના કરંજ ગામે પ્રજાપતિ સમાજના 103 વર્ષના દાદીની અનોખી વિદાય કરવામાં આવી હતી. દાદી દેવલોક થતાં તેમના પુત્રો...
સુરત: (Surat) છેલ્લા બે દિવસથી શહેરમાં ચોમાસાની (Monsoon) જમાવટ જોવા મળી છે. ગતરોજ મંગળવારે સવારે અમુક વિસ્તારોમાં ઝરમર ઝરમર વરસાદ ચાલુ રહ્યો...
ગાંધીનગર: (Gandhinagar) ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે યોજાયેલી વેધર વોચ ગ્રુપની બેઠકમાંથી મળતી માહિતી મુજબ હવામાન વિભાગ દ્વારા તા.૨૮ થી...
મુંબઈ: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આ વર્ષે ભારતમાં (India) યોજાનાર ODI વર્લ્ડ કપ (World Cup2023)ની ટ્રોફીનું (Trophy) અનાવરણ ખૂબ જ અનોખી...
ગાંધીનગર: ગાંધીનગર (Gandhinagar) ખાતે શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્રો (Gujarati Movie) અને તેના કલાકાર-કસબીઓને પારિતોષિક એનાયત કરવાનો સમારોહ યોજાયો હતો. સચિવાલયના સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે...
પલસાણા: (Palsana) પલસાણા તાલુકાના બલેશ્વર ગામની સીમમાં નેશનલ હાઇવે નં. ૪૮ (National Highway 48) પાસે આવેલ સંસ્કાર વિધા સંકુલની નર્સીંગ કોલેજમાં (College)...
વોશિંગ્ટન: (Washington) ગયા સપ્તાહે અમેરિકી પ્રમુખ બાઇડન (President Biden) સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં (Joint Press Conference) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રશ્ન પૂછનાર એક...
નવી દિલ્હી: વિશ્વભરમાં સૌથી મોટા રોડ નેટવર્કના (Road Network) લિસ્ટમાં ભારત (India) ત્રીજા ક્રમાંક પર હતું. પરંતુ હવે યુનાઇટેડ સ્ટેટ્સ (United States)...
અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વર ભરૂચ જુના નેશનલ હાઇવે (National Highway) ઉપર નર્મદા મૈયા બ્રિજ અવરજ્વર કરતા વાહનો માટે અકસ્માત (Accident) ઝોન સાબિત થઈ...
નવી દિલ્હી: દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી (CM) અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) મોટી મુશ્કેલીમાં ફસાયા છે. અરવિંદ કેજરીવાલે થોડા મહિના પહેલા જ પોતાના સત્તાવાર...
મુંબઈ: ભારતમાં રમાનાર વન-ડે વર્લ્ડકપ 2023નું (One day worlcup) શિડ્યુલ (Schedule) આઈસીસીએ (ICC) જાહેર કરી દીધું છે. ક્રિકેટના ઈતિહાસમાં આવું પ્રથમવાર થશે...
નવી દિલ્હી: ભારતમાં (India) રોજબરોજ ઘણાં બધાં સ્ટાર્ટઅપ (Startup) શરૂ થતાં હોય છે. કોઈક ને કોઈક નવા વિચારો સાથે ઘણાં બિઝનેસ (Business)...
ગાંધીનગર: પૂર્વ ભારત તરફથી ગુજરાત (Gujarat) તરફ સરકીને આવી રહેલી લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ હવે ગુજરાતમાં ચોમાસાની (Monsoon) ધમાકેદાર એન્ટ્રી થઈ...
લખનઉ: વડા પ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ (Narendra Modi) મંગળવારે ભોપાલથી (Bhopal) 2024ની લોકસભા ચૂંટણીનું (Election) રણશિંગુ ફૂંક્યું હતું. ભાજપના (BJP) કાર્યકરોને સંબોધતા...
12 જૂન 2023ની રવિવારીય પૂર્તિમાં શ્રી રાજન ગાંધીના લેખ ડાર્વિનનો વાનર 21મી સદીમાં હજુય આપણને પજવે છે ના સંદર્ભમાં જણાવવાનું કે એક...
નવી દિલ્હી: કોરોના (Corona) વાયરસના કારણે સમગ્ર વિશ્વમાં (World) તણાવ છવાયો હતો જો કે છેલ્લા કેટલાક સમયથી કોરોના અને ઓમિક્રોનના (Omicron) નવા...
મુંબઈ: સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર અને પ્રખ્યાત યુટ્યુબર (Youtuber) કુશા કપિલાએ તેનાં ચાહકો સામે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. કુશા કપિલાના લગ્નજીવનનો અંત...
સુરતમાં દેશના તમામ ધર્મ, જ્ઞાતિ અને રાજ્યોનાં લોકો ધંધા રોજગાર માટે આવે છે અને પછી તે સુરતના રંગે રંગાઈ જાય છે.બીજાને પોતાના...
હાલ આકાશવાણીએ વિવિધ ભારતીનાં રાષ્ટ્રીય અને સ્થાનિક પ્રસારણમાં પણ ગુજરાતી, હિન્દી અને પ્રાદેશિક ભાષાઓમાં રાષ્ટ્રીય તેમજ પ્રાદેશિક સમાચારો પ્રસારિત કરવાનું શરૂ કર્યું...
એક દિવસ આશ્રમમાં ગુરુજીએ કહ્યું, ‘આજે તમારામાંથી જે શિષ્યો છેલ્લા વર્ષમાં છે અને અભ્યાસ પૂરો કરીને બે દિવસ પછી આશ્રમ છોડીને જતા...
એકવીસમી જૂન આવે એટલે, ડોઝરા નરેશના ડોળા ચઢવા માંડે..! માટે ડોઝરા સાથે પણ મહિને-બે મહિને ‘સેલ્ફી’ લેતાં રહેવાનું..! ખબર તો પડે કે,...
નવી દિલ્હી: ભારતમા રમાનાર વન-ડે વર્લ્ડકપ 2023નું (One day worlcup) શિડ્યુલ ((Schedule)) આઈસીસીએ (ICC) જાહેર કરી દીધું છે. લાંબા સમયનાં અંતે મંગળવારે વર્લ્ડકપ...
શિક્ષણની શરૂઆત જિજ્ઞાસાથી થાય છે. કશુંક જાણવાની ઈચ્છામાંથી પ્રશ્ન જન્મે છે અને આ પ્રશ્નનો ઉત્તર મેળવવા માટેના પ્રામાણિક પ્રયત્નમાંથી શિક્ષણની જ્ઞાન મેળવવાની...
આજે આખું વિશ્વ ઇન્ટરનેટ વડે જોડાઇ ગયું છે અને ઇન્ટરનેટને કારણે માહિતીની આપ-લે, માહિતીનો સંગ્રહ, વિશ્લેષણ વગેરે ઘણું સરળ થઇ ગયું છે,...
દાહોદ,દે.બારીયા; દાહોદ જિલ્લાની દેવગઢ બારીઆ પોલિસે દેવગઢ બારીઆ ચોકડી ફાટક ફળિયામાં બે રહેણાક મકાનો તથા તે મકાનોની પાછળ આવેલ ગાંડા બાવળકોના ઝાડી...
સુરત મનપાના શાસનનો આજે જનાદેશ
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
‘કરો કે મરો’ જેવી સ્થિતિમાં ઈરાન, સ્ટોરેજ ફૂલ થતા દરિયામાં વહી રહ્યું છે તેલ
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
અવંતિકાબહેન પ્ર. રેશમવાળાની આજે ત્રેવીસમી પુણ્યતિથિ છે. ‘ગુજરાતમિત્ર’ તેમની સ્મૃતિવંદના કરે છે.
જેમની મનોછબિ અને કાર્યછબિ મારા મનમાં અનેક રીતે સચવાઈ છે તે અવંતિકાબહેન વિશે શું લખવું તેની મૂંઝવણ છે. 1955માં લગ્ન કરી સુરતમાં પગ મૂકયો ત્યારે બટુકભાઇ દીક્ષિત જેમને મામા તરીકે હું સંબોધતી તેમણે અવંતિકાબહેનનો પ્રથમ પરિચય કરાવેલો જે સમય જતાં મૈત્રીમાં પલટાયો. મીઠ્ઠું સ્મિત, ગુજરાતી પહેરવેશ, વાતોમાં મધુરતા. તેમનું શાલીન વ્યકિતત્વ મનને બાંધી લે એવું હતું. તેમનાં મમ્મી મધુબહેન સાથે મારે નિકટનો સંબંધ એટલે ય અમે અવારનવાર મળતાં. બાલિકા સમાજ, અખિલ હિન્દ મહિલા પરિષદ અને મહિલા કલબ સાથે તેઓ સંકળાયેલાં રહ્યાં પણ શહેર આખાની સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિમાં તેમને સક્રિય રસ હતો. ગરબાનાં ય તેઓ શોખીન અને તેના આયોજનમાં ભાગ લેતાં. સુરતની સ્ત્રીઓના ઉત્કર્ષમાં તેમનો મોટો ફાળો છે. કોઇને કાંઇ મુશ્કેલી હોય તો મદદ કરવા તત્પર. તેઓ મેન્ટલી બહુ સ્ટ્રોંગ. અમુક કામ અમુક રીતે થવું જોઇએ એટલે થવું જ જોઇએ એવાં આગ્રહી.
‘ગુજરાતમિત્ર’ માટેનું મારું વળગણ તેમને આભારી છે. આ અખબારને ઘડવામાં પ્રવીણકાન્તભાઇ સાથે તેઓ પણ હતાં. પ્રવીણભાઇ તો ઓછાબોલા જયારે અવંતિકાબહેન વાચાળ. ‘ગુજરાતમિત્ર’ને જે સામાજિક, સાંસ્કૃતિક સ્પર્શ મળ્યો છે તેમાં અવંતિકાબહેનની ભૂમિકા પણ સ્વીકારવી જોઇએ. આજે તેમની વિદાયને વર્ષો થયાં તો પણ તેમનો પ્રેમાળ ચહેરો અને મધુર સ્મિત આંખ સામે તરે છે, તે જાણે વાત કરી લે છે. તેમની સાથેના અનેક પ્રસંગો સાંભરે છે. તેમના જવાથી સુરતે જાણે એક પ્રકારનું નેતૃત્વ ગુમાવ્યું છે.
આજે હું અનેક સંસ્થામાં પ્રવૃત્ત છું એ પ્રદાન હકીકતે તો અવંતિકાબહેનને કારણે છે.
થાય છે કે તેઓ જયાં હશે ત્યાં આટલાં જ પ્રેમાળ, મધુર સ્મિત અને ગુજરાતી સાડી પહેરી ફરતાં હશે. – પલ્લવી વ્યાસ
પલ્લવી વ્યાસ સુરતની સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિનો હિસ્સો રહ્યાં છે. સુરતના જાહેરજીવન સાથે સંકળાયેલી વ્યકિતઓ સાથે તેમને પરિચય, આજે પણ અનેક સંસ્થામાં તેઓ ખૂબ પ્રવૃત્ત છે. સાહસિક અને ઉદાર વિચારવાળાં પલ્લવી વ્યાસે અહીં અવંતિકાબહેન રેશમવાળા વિશેનાં સ્મરણો શબ્દાંકિત કર્યાં છે.