Dakshin Gujarat

ઓલપાડમાં 103 વર્ષના વૃદ્ધાની ડીજેના તાલે નિકળી સ્મશાન યાત્રા

ઓલપાડ ટાઉન: (Olpad) ઓલપાડ તાલુકાના કરંજ ગામે પ્રજાપતિ સમાજના 103 વર્ષના દાદીની અનોખી વિદાય કરવામાં આવી હતી. દાદી દેવલોક થતાં તેમના પુત્રો (Son) અને પૌત્રો સાથે પરિવારજનોએ ડીજે ઉપર ભજન (Bhajan) કીર્તન સાથે સ્મશાયાત્રા કાઢી અનોખી રીતે દાદીમાને વિદાયમાન આપ્યું હતું.

  • ઓલપાડ તાલુકાના કરંજ ગામે 103 વર્ષના દાદીની અનોખી વિદાય
  • દાદી દેવલોક થતાં તેમના પુત્રો અને પૌત્રો સાથે પરિવારજનોએ ડીજે ઉપર ભજન કીર્તન સાથે સ્મશાયાત્રા કાઢી

કરંજ ગામના એડવોકેટ હિતેશ લાડએ આ વિરલ ઘટના અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે કરંજ ગામના કુંભારવાડમાં રહેતાં પ્રજાપતિ સમાજના દાદીમાં સદગત દિવાળીબેન ખુશાલભાઈ લાડનું ૧૦૩ વર્ષની ઉંમરે આજરોજ અવસાન થયું હતું. તેમના પતિ ખુશાલભાઈ મકનભાઈ લાડનું ૨૦૦૬માં અવસાન થયું હતું. સદગત દિવાળીબેન અને ખુશાલભાઈના દામ્પત્ય જીવન દરમિયાન ૭ પુત્રો અને ૩ પુત્રીને જન્મ આપ્યો હતો. હાલ તેમના પરિવારમાં પૌત્ર પૌત્રી અને ભાણેજ સહિત ૪૫થી વધુ સભ્યો છે. સૌને દાદીમાં દિવાળીબેન પ્રત્યે અપાર લાગણી હતી અને તેમના સદગત આત્માને ચિર શાંતિ મળે એ માટે ડીજે ઉપર ભજન કીર્તન સાથે સ્મશાયાત્રા કાઢી સ્મશાને લઈ જવાયા હતા. જ્યાં તેમને ભારે હૈયે પુત્રોએ અગ્નિદાહ આપ્યો હતો.

અંકલેશ્વરમાં ઝાડ પર પાલો પાડવા ચઢેલા યુવકનું કરંટ લાગતાં મોત
અંકલેશ્વર: વડોદરાના વીઆઈપી રોડ ખોડિયારનગર ખાતે રહેતા અને છૂટક મજૂરી કામ કરતા 25 વર્ષીય ભીમા અર્જુન વાઘેલા સોમવારે અંકલેશ્વરમાં આવ્યો હતો. જ્યાં એશિયન પેન્ટ ચોકડી નજીક લક્ષ્મી હોટલ પાસે ઝાડ પર પાલો પાડવા માટે ચઢ્યો હતો. એ સમયે નજીકથી પસાર થતાં વીજતાર પર હાથ અડી જતાં કરંટ લાગતાં ઝાડ નીચે પટકાવાથી ગંભીર ઇજા પહોંચતાં તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

Most Popular

To Top