Trending

VIDEO: લોકલ ટ્રેનમાં પાણીપુરી વેચનારનો વીડિયો સોશિયલ મીડિયામાં મચાવી રહ્યો છે ધૂમ

નવી દિલ્હી: ભારતમાં (India) રોજબરોજ ઘણાં બધાં સ્ટાર્ટઅપ (Startup) શરૂ થતાં હોય છે. કોઈક ને કોઈક નવા વિચારો સાથે ઘણાં બિઝનેસ (Business) શરૂ કરવામાં આવે છે. ત્યારે સોશિયલ મીડિયા (Social Media) પર પાણીપુરી વેચનારનો એક વીડિયો વાઈરલ થયો છે. જેને જોઈને તમે પણ કહેશો કે આવો વિચાર માત્ર એક બિઝનેસ મેનને જ આવી શકે. અને કહેશો વોટ એન આઈડિયા સર જી.

પાણીપુરીનો બિઝનેસને એકમાત્ર એવો બિઝનેસ ગણવામાં આવે છે જેમાં કદાચ મંદી આવે. કારણ કે પાણીપુરીનો નામ લેતા જ ભલભલાના મોઢામાં પાણી આવી જાય છે. ભારતના કોઈ પણ માર્કેટમાં ભાગ્યે જ જોવા મળશે કે તેમાં પાણીપુરીનો સ્ટોલ ન હોય. માત્ર થોડી જગ્યામાં પાણીપુરીના નાના ઠેલા વાળો દિવસે હજારોનો બિઝનેસ કરતો હોય છે. પરંતુ સોશિયલ મીડિયા પર પાણીપુરી વેચનારનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તો ટ્રેનમાં પાણીપુરી વેચી રહ્યો છે.

વાસ્તવમાં જ્યારે પાણીપુરી વેચનારને સ્ટોલ લગાવવા માટે કોઈ જગ્યા ન મળી ત્યારે તેણે ટ્રેનમાં જ પોતાનો સ્ટોલ લગાવીને લોકોને પાણીપુરી ખવડાવવાનું શરૂ કર્યું. વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ ચાલતી ટ્રેનની અંદર પાણીપુરી વેચતો હોય તેવું જોઈ શકાય છે. વ્યક્તિની આસપાસ લોકો ઉભા છે અને કેટલાક લોકો પાણીપુરી ખાતા પણ જોવા મળી રહ્યા છે. હાલમાં આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જેને લોકો આડેધડ શેર પણ કરી રહ્યા છે.

વીડિયો જોયા બાદ ઘણા લોકો પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. લોકોનો આ બિઝનેસ આઈડિયા ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ઘણા લોકો પાણીપુરી વેચનારના વખાણ કરી રહ્યાં છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વીડિયો કોલકાતાની લોકલ ટ્રેનનો છે. જ્યારે અન્યોએ લખ્યું – સારું છે આવું કામ દિલ્હી મેટ્રોમાં હજી સુધી નથી થઈ રહ્યું. જ્યારે કેટલાક લોકોએ કહ્યું – અમારી પાસે અહીં ઘણા પ્રતિભાશાળી લોકો છે.

Most Popular

To Top