Sports

ક્રિકેટની નવી રાજધાની “અમદાવાદ” શહેર બની રહ્યું છે: શશિ થરૂર

મુંબઈ: ભારતમાં રમાનાર વન-ડે વર્લ્ડકપ 2023નું (One day worlcup) શિડ્યુલ (Schedule) આઈસીસીએ (ICC) જાહેર કરી દીધું છે. ક્રિકેટના ઈતિહાસમાં આવું પ્રથમવાર થશે જ્યારે સમગ્ર વર્લ્ડકપ ભારતના નેતૃત્વમાં રમાશે. આ ટુર્નામેન્ટનું આયોજન 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી કરવામાં આવશે. વર્લ્ડકપની પ્રથમ મેચ 5 ઓક્ટોબરે અમદાવાદમાં ઈંગ્લેન્ડ અને ગત વર્ષની રનર અપ ન્યુઝીલેન્ડ વચ્ચે થશે. જે મુદ્દે સાંસદ શશિ થરૂરે અમદાવાદને ભારતની ક્રિકેટ રાજધાની કહેતા ICC પર સવાલો ઊભા કર્યા છે.

ક્રિકેટ વર્લ્ડ કપ શેડ્યૂલ પર થરૂર ગુસ્સે થયા શશિ થરૂર
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂરે વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર થયા બાદ પ્રતિક્રિયા આપી હતી. તેઓ ICC દ્વારા જાહેર કરાયેલા ક્રિકેટ વર્લ્ડ કપ શેડ્યૂલ પર થરૂર ગુસ્સે થયા હતા. તેમણે વર્લ્ડ કપના શેડ્યૂલને જોઈને ટ્વીટ કર્યું હતું. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે તિરુવનંતપુરમનું સ્ટેડિયમ જેને ઘણા લોકો ભારતનું સર્વશ્રેષ્ઠ ક્રિકેટ સ્ટેડિયમ માને છે. પરંતુ મને આ જોઈને નિરાશા થઈ છે કે આ જ સ્ટેડિયમ #WorldCup2023 ની લિસ્ટમાંથી ગાયબ છે. તેમજ હવે અમદાવાદ દેશની નવી ક્રિકેટ રાજધાની બની રહ્યું છે. તો શું એક-બે મેચ કેરળમાં ન રમી શકાય?

તિરુવનંતપુરમમાં પ્રેક્ટિસ મેચ યોજાશે
વર્લ્ડ કપ દરમિયાન પ્રેક્ટિસ મેચ સહિત 12 સ્થળો હશે. જેમાં છે હૈદરાબાદ, અમદાવાદ, ધર્મશાલા, દિલ્હી, ચેન્નાઈ, લખનૌ, પુણે, બેંગલુરુ, મુંબઈ અને કોલકાતાનો સમાવેશ થાય છે. જ્યારે હૈદરાબાદ ઉપરાંત ગુવાહાટી અને તિરુવનંતપુરમમાં 29 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી પ્રેક્ટિસ મેચ રમાશે.

ક્રિકેટ જગતના ઇતિહાસમાં પ્રથમવાર ભારત વર્લ્ડ કપનું નેતૃત્વ કરશે
ક્રિકેટના ઈતિહાસમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે કે જ્યારે આખો વર્લ્ડ કપ ભારતમાં રમાશે. આ પહેલા ભારતે સંયુક્ત રીતે 1987, 1996 અને 2011 ODI ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું. મંગળવારે મુંબઈમાં 13મા ODI વર્લ્ડ કપનું સંપૂર્ણ શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું હતું. વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે. જ્યારે ફાઈનલ પણ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

Most Popular

To Top