Charchapatra

માનવી માનવીનું સંતાન છે, વાનરનું નહીં

12 જૂન 2023ની રવિવારીય પૂર્તિમાં શ્રી રાજન ગાંધીના લેખ ડાર્વિનનો વાનર 21મી સદીમાં હજુય આપણને પજવે છે ના સંદર્ભમાં જણાવવાનું કે એક મુસ્લિમ હોવાના નાતે અમે પણ ડાર્વિનિઝમને સાચું નથી માનતા. અમે પણ ક્રિઅશનિઝમ (સૃષ્ટિવાદ)માં માનીએ છીએ. એટલે છેક 1962થી અમેરિકાની સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ત્યાંની ઘણી સ્કૂલોમાં ઉત્ક્રાંતિવાદના બદલે સૃષ્ટિવાદ ભણાવવામાં આવે છે તે બરાબર  છે. એટલે NCERTએ ઉત્ક્રાંતિવાદને 9મા અને 10મા ધોરણનાં પાઠય પુસ્તકોમાંથી કાઢી 11મા તથા 12મા ધોરણમાં ભણાવવાનો નિર્ણય કર્યો એ સારો હોવા છતાં અધૂરો છે.

ઉત્ક્રાંતિવાદ એ કોઇ સ્થાપિત સત્ય નથી, બલકે સર આર્થર કેથ (જે પોતે ઉત્ક્રાંતિમાં માનતા હતા)ના શબ્દોમાં Evolution is abasic dogma of rationalism ઉત્ક્રાંતિ વિવેકબુધ્ધિવાદના પાયાની માન્યતા છે. તેને એક સત્ય તરીકે માત્ર એટલા માટે સ્વીકારી લેવામાં આવી છે કે તે સૃષ્ટિની ભૌતિક વ્યાખ્યા કરવામાં મદદગાર છે. જો કે A. Harrisએ જયારે ડાર્વિનિઝમ પર ટીકા કરી હતી ત્યારે કહ્યું હતું કે ઉત્ક્રાંતિવાદ Shrvival of the tittestની વ્યાખ્યા કરે છે. તે arrival of the fittest ની વ્યાખ્યા નથી કરતો અને આ માત્ર ઉત્ક્રાંતિવાદની જ વાત નથી, આખા વિજ્ઞાનની સ્થિતિ જ આ છે, જેમાં પ્રકૃતિનો અભ્યાસ કરવામાં આવે છે.

વિજ્ઞાન એ તો દર્શાવે છે કે જે કાંઇ છે તે શું છે, જે કાંઇ ચાલી રહ્યું છે તે કેવી રીતે ચાલી રહ્યું છે? પરંતુ જે કાંઇ છે અને જે કાંઇ ચાલી રહ્યું છે તે કેમ છે, કેમ ચાલી રહ્યું છે?તેના વિશે વિજ્ઞાન કાંઇ કહેતુન નથી. કહી શકતું પણ નથી. આ ધર્મનું ક્ષેત્ર છે. ધર્મ એ દર્શાવે છે કે જે કાંઇ થયું, થઇ રહ્યું છે અને થશે તે કેમ થયુન કેમ થઇ રહ્યું છે અને કેમ થશે. એક ખ્રિસ્તી વિદ્વાને આને એવી રીતે વ્યકત કર્યો છે, પ્રકૃતિ વાસ્તવ છે, વ્યાખ્યા નથી. Nature is a fact not an explantion માનવી મનુનું સંતાન છે, એટલે જ તે માનવી કહેવાયો. આદમનું સંતાન છે અેટલે આદમી કહેવાયો. તે માનવીનું સંતાન છે, વાનરનું નહીં.
સુરત     – અબરાર અહમદ રફઅત – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

મધ્યમ વર્ગને સેવાની જરૂર
મોટે ભાગે જુના અને જર્જરિત ઘરમાં રહેતા નીચલા મધ્યમ વર્ગને  પોતાના ઘરમાં નાનકડું સમારકામ કરાવવું હોય ત્યારે  કડિયા –   સુથાર,  મજૂર કે પ્લમ્બરને આખો રોજ આપવાનું પોષાય નહીં અને કલાક – દોઢ કલાકના કામ માટે કારીગરનો જે ખર્ચ થાય તે પોષાય નહીં અને જાતે કામ કરવાની ક્ષમતા ન હોય, પરિણામે તે બિચારો લાચારીથી બેસી રહે છે અને ક્યારેક નાના મોટા અકસ્માતનો ઘરમાં ભોગ બને છે. આવી સેવા માટે બાંધકામ  ઉદ્યોગ અથવા અન્ય કોઈ સંસ્થા લોકોની કોઈ વ્યવસ્થા કરે તો ઝાઝા પૈસા ખર્ચવાની જરૂર નથી અથવા મોંઘું પડતું હોય તેવા કામ વાજબી પૈસા આપીને લોકો કરાવી શકે. આ પણ એક જાતની સમાજ સેવા છે અને આ કામ અશક્ય નથી.
સુરત     – સુનીલ રાજેન્દ્ર બર્મન– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top