Vadodara

ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા બાઈક સવારો સામે સપાટો : બે કલાકમાં જ 24 વાહનો ડીટેઇન

વડોદરા : શહેરના અકોટા દાંડિયાબજાર બ્રિજ પરથી તાજેતરમાં જ એક રેસર બાઇકના ચાલકે એક મહિલાએ અડફેટે લીધા હતા. જેમાં ચાલક સહિત બંનેના મોત નિપજ્યા હતા. જેથી ફુલ સ્પીડે બાઇક ચલાવતા વાહનચાલકો સામે પોલીસે સપાટો બોલાવવાની કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં સોમવારે રાત્રે બે કલાકમાં મોટા અવાજવાળા વાહનો સહિત 24 વાહનો ડીટેઇન કરી ચાલકો સામેક કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરમાં રાત્રિ સમયે મોટા અવાજ કરતા સાઇલેન્સરવાળા બાઈકના કારણે સિનિયર સિટીઝનો,, દર્દીઓ અને અન્ય લોકો પરેશાન થતા હોય છે. જેથી પોલીસ કમિશનરે આવા વાહનો સામે ઝુંબેશ ઉપાડવા સૂચના આપી છે.

સયાજીગંજ પોલીસે સોમવારે રાત્રે ફતેગંજ સદર બજાર વિસ્તારમાં મોટા અવાજવાળા ટુ વ્હિલરો સામે સ્પેશિયલ વાહન ચેકિંગની ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટા અવાજ કરતા બૂલટેના સાઇલેન્સર ધરાવતા 15 વાહનના ચાલકોને પકડવામાં આવ્યા હતા. ઉપરાંત અન્ય ટુ વ્હીલર 9 સામે તથા ઈપીકો કલમ 279 એમવી એક્ટ 177 184 હેઠળ એક વાહન મળી કુલ 24 વાહનો બે કલાકના ગાળામાં પોલીસે ડીટેન કરી વાહન ચાલકો સામે કાર્યવાહી કરી હતી.

મોટા અવાજવાળા હોર્ન તથા સાયલેન્સર પર પ્રતિબંધ છતાં બિન્દાસ્ત ફરતા વાહનો
મોટા અવાજવાળા હોર્ન તથા સાયલેન્સર પર પ્રતિબંધ છતાં બિન્દાસ્ત ફરતા વાહનો મોટા અવાજવાળા વાહનોના સાયલેન્સરો તથા હોર્નના કારણે અન્ય વાહન ચાલકો સહિત વૃદ્ધ અને મહિલાઓ ગભરાઇ જતા ક્યારેક અકસ્માતનો ભોગ બનતી હોય છે. ચાલતા જતા લોકો પણ એકાએક મોટો હોર્ન વાગવાના કારણે લોકો ડરી જતા હોય છે. જેના કારણ સરકારે મોટા અવાજ વાળા હોર્ન તથા સાયલેન્યર પર પ્રતિંબંધ લાદી દેવામાં આવ્યો છે. તેમ છતાં આવા હોર્ન તથા સાયલેન્સરવાળા વાહનો શહેરમાં બિન્દાસ્ત ફરી રહ્યા છે.

બાઇકમાં સાઇલેન્સર મોડીફાઈ કરનાર સામે પગલાં લેવાની માંગ
શહેરમાં બાઇક તેમજ મોટા સાયલન્સર વાળા બુલેટનાં વધી ગયેલા ત્રાસ સામે ચલાવનાર તથા માલિકો સામે અને બાઇકમાં સાઇલેન્સર બદલનાર ગેરેજવાળાઓ સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી અસામાજિક પ્રવૃત્તિ બંધ કરાવવી જોઈએ તેવી માંગણી કરતું આવેદન પત્ર સામાજિક કાર્યકરે પોલીસ કમિશનરને સુપ્રત કર્યું હતું. આવેદન પત્રમાં જણાવ્યું છે કે, શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મોટી બાઇક તેમજ મોટા સાયલન્સરવાળી બુલેટો તથા અન્ય બાઇકનો ત્રાસ ખુબ જ મોટા પ્રમાણમાં વધી ગયો છે.

Most Popular

To Top