Comments

કાશ્મીરના કાવાદાવા, દુલતનો ‘ડબલ ઓમર-ઉમર’ દાવપેચ

જુના જાસૂસો પાસે ક્યારેય કોઈ મુદ્દાના ઉકેલ માટે ભલામણ કે થિયરીની કમી નથી હોતી. એમાં વળી જો જમ્મુ અને કાશ્મીર જેવા ભૌગોલિક-રાજકીય-સુરક્ષા (અટવાયેલા) મુદ્દા હોય તો ભલુ થજો. 1948ના ભારત સંઘ સાથે રાજ્યનું તત્કાલીન જોડાણ થયું ત્યારથી કેટલીયે વાર જાસૂસોની ભૂમિકા મહત્વની રહી છે. જોકે ઘણી વખત, મોટાભાગે વારંવાર એમ બનતું હોય છે કે તેમની વધુ પડતી કામગીરીએ આ બાબતને સુધારવાની બદલે બગાડી હોય.

જાસૂસ અને જમ્મુ-કાશ્મીર વચ્ચે શું સંબંધ? કારણ છે દરેક વખતે, મોટાભાગે નિવૃત્ત ટોચના ગુપ્તચર કેટલીક ટીકા-ટિપ્પણી કરશે તેને બરતરફ નહી શકો અને એવું બને કે દશકોથી મુશ્કેલીમાં મુકાયેલી કાશ્મીર ખીણમાં આ સ્પેશ્યિલ સ્પાયમાસ્ટર કે અઘિકારી કામગીરી કરી રહ્યા હોય ને અચાનક વિવાદાસ્પદ ઘટના સાથેના તેમના સંસ્મરણો લખવાનું નક્કી કરે તો એ સામાન્ય નોંઘને પણ અવગણવાને સ્થાન નથી.

ભૂતપૂર્વ RAW ચીફ મિસ્ટર A.S.દુલત જેમને ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)ના વડાનું અનોખું બહુમાન પણ પ્રાપ્ત થયું છે, તે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના કાર્યકાળ દરમિયાન કેન્દ્ર સરકારના જમ્મુ અને કાશ્મીરના સલાહકાર તરીકે નિવૃત્ત થયા પછી વિવાદોથી ભરેલા મધપૂડાને છંછેડવાની કોશિશ કરી ત્યારે હલચલ મચી હતી. જ્યારે તેમણે ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના સુપ્રીમો ડૉ. ફારૂક અબ્દુલ્લા અને કાશ્મીરના તત્કાલિન મીરવાઈઝ સ્વ.મૌલવી ફારુક વચ્ચેના ‘ડબલ ફારૂક’ કરારની ઢબે ‘ડબલ ઉમર-ઓમર’ સમજૂતીની દરખાસ્ત કરી. ‘ડબલ ઉમર-ઓમર’ દ્વારા તેનો અર્થ હાલનાં મીરવાઝ અને મૌલવીના દીકરા ઉમર ફારૂક અને ડો. અબ્દુલ્લાના પુત્ર ઓમર અબ્દુલ્લા વચ્ચે કરાર હતી.

પહેલી વારમાં આ સમજૂતી મજાની લાગે છે પણ જમ્મુ અને કાશ્મીર માટે ક્યારેક પરેશાન કરતા અને ભાગ્યે જ સફળ થતા રાજકીય પ્રયોગને બદલે કોઈ બીજી યુક્તિ હોઈ શકતે. શું ફરી ઈતિહાસ પુનરાવર્તિત થશે કે નસીબ સારું હશે? જોકે દુલત હવે દિલ્હી કે જમ્મુ અને કાશ્મીરમાં કોઈ સલાહકાર પદ નથી ધરાવતા, તેમ છતાં કાશ્મીરમાં દુલતની રુચિ સહેજ પણ ઓછી નથી થઈ અને તેઓ આ મુદ્દા પર હંમેશની જેમ ખુલ્લેઆમ તેમના વિચાર જણાવી રહ્યા છે. પછી તે કાશ્મીર પર કેન્દ્રિત તેમના સંસ્મરણો દ્વારા કે પછી મીડિયા સાથે નિયમિત ઈન્ટરવ્યૂ હોય.

કાશ્મીરની સ્થાનિક યુટ્યુબ ચેનલને આપેલા ઇન્ટરવ્યુ દરમિયાન દુલતે નવી ભલામણ કરી જેમાં વાતચીત દરમ્યાન તેમણે કેન્દ્રશાસિત પ્રદેશમાં વર્તમાન પરિસ્થિતિ અને વિધાનસભાની ચૂંટણીઓ યોજવા અંગેની અનિશ્ચિતતાની વિશે વાત કરતી વખતે જણાવ્યું “મને લાગે છે જો ડબલ ફારૂક કરાર થઈ શકે છે, તો હાલનાં મીરવાઈઝ તરીકે ડબલ ઉમર-ઓમર કરાર કેમ નહીં? કાશ્મીરના રાજકારણમાં બંનેની મુખ્ય અને મહત્વપૂર્ણ ભૂમિકા છે”

દુલતે ડંફાસ મારતા પોતાને ડૉ. અબ્દુલ્લાના દોસ્ત ગણાવ્યા હતા, અબ્દુલ્લા પરિવાર સાથેની તેમની નિકટતાને જોતાં તેમની આ ટિપ્પણીને ગપ્પુ ન ગણી શકાય. તેમની આ ભલામણનાં સમર્થનમાં તેમણે દાવો કર્યો કે નેશનલ કોન્ફરન્સ ક્વાર્ટરમાં આ વિચાર પર કામ ચાલી રહ્યુ છે અને તેમણે પાર્ટીના મહાસચિવ અને મીરવાઈઝનાં મતવિસ્તારના ભૂતપૂર્વ ધારાસભ્યનું નામ પણ આપ્યું.

1980 ના અંતમાં થયેલો ‘ડબલ ફારૂક’ કરાર એક હોનારત સાબિત થયો તે હકીકતને જાણવા છતા દુલતની નવી ભલામણને નકારવામાં નહીં આવે. તો શું આનો અર્થ એ થયો, જો જુનિયર મીરવાઈઝ સહમત થાય ખાસ કરીને મધ્ય કાશ્મીરમાં જ્યાં તેની અવામી એક્શન કમિટી (AAC)નો પ્રભાવ છે ત્યાં મુખ્ય રાજકીય દળો જોડાણ થશે? ‘ડબલ ફારૂક’ કરાર દરમિયાન ફારૂકનાં બે જેટલા ઉમેદવારોએ નેશનલ કોન્ફરન્સના પ્રતીક સાથે ચૂંટણી લડી અને જીતી પણ હતી. આ કરારનો હેતુ ચાલી રહેલી ‘શેર-બકરા’ હરીફાઈને ખતમ કરવાનો હતો. શેખ અબ્દુલ્લા (નેશનલ કોન્ફરન્સ)ના સમર્થકોને ‘શેર’ (સિંહ) અને મીરવાઈઝ કેમ્પને ‘બકરા’ (બકરા) તરીકે ઓળખાતા.

કોઈ સમયગાળો કે પરિસ્થિતિ સરખામણી કરવા જેવા નથી હોતા જો પરિસ્થિતિ કાશ્મીર જેવી નાજુક ન હોય તો. હા, દુલતની જ કબૂલાત પ્રમાણે તેની સુરક્ષાની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે! સામાન્ય રીતે કાશ્મીર અંગેના તેમના અભિપ્રાય અન્ય હાઈ-પ્રોફાઈલ સ્પાયમાસ્ટર(જાસૂસ) અને વર્તમાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની વિરુદ્ધ જ હોય છે. તેમણે પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું “ચૂંટણીઓ યોજતા પહેલા મુખ્ય રાજકીય પક્ષો સાથે સંવાદ શરૂ કરવાની જરૂર છે, અલગાવવાદમાં કાશ્મીર મરી ગયું છે.” દશકોથી સામસામે ચાલતા બે સિદ્ધાંતો લગભગ આ મુદ્દા પર એકસાથે થઈ રહ્યા હોય તેમ લાગે છે. જોકે સંવાદ બાબતે એમાં કોઈ બદલાવ નહીં હોય. તેની અગાઉની નીતીથી વિરૂધ્ધ ભૂતકાળમાં જ્યારે અલગતાવાદીઓ સાથેના સંવાદમાં દુલતે મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે પાછળથી ભાન થતા દુલાતે તેને મુખ્યપ્રવાહના રાજકીય પક્ષો સુધી સિમીત રાખી છે.

હાલના સંદર્ભમાં 1980ના કરાર કરતાં દુલતની ‘ડબલ-ઉમર-ઓમર’ દરખાસ્ત સંપૂર્ણરીતે અલગ હશે. તે સમયે કાશ્મીરમાં પીપલ્સ કોન્ફરન્સના હાલના ચીફ સજ્જાદ ગની લોનના પિતા અબ્દુલ ગની લોન અને કૉંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય અને ભૂતપૂર્વ નાણામંત્રી તારિક હમીદ કારાના કાકા ગુલામ મોહિઉદ્દીન કારા સાથે સ્વ.મીરવાઈઝ મુખ્ય રાજકીય પ્રવાહ અને જનતા પાર્ટીનાં એક મુખ્ય વ્યક્તિ હતા. નસીબજોગે મીરવાઈઝ ફારૂક અને અબ્દુલ ગની લોન બંને હવે નિષ્ક્રિય એવી ‘ઓલ પાર્ટી હુર્રિયત કોન્ફરન્સ’નો ભાગ બની અલગતાવાદી રાજકારણ તરફ વળ્યા અને આતંકવાદીઓ દ્વારા તેમની નિર્દયતાથી હત્યા કરવામાં આવી. સજ્જાદ લોન ત્યારથી કશમીરની મુખ્ય રાજકારણમાં પાછા ફર્યા અને ભાજપ સાથે જોડાયા છે. તે ભાજપ-PDP ગઠબંધન સરકારમાં ભાજપ-કોટાનાં મંત્રી હતા, મીરવાઈઝ ઉમરને 5 ઓગસ્ટ, 2019 ના રોજ કલમ 370 હટાવ્યા પછી નજરકેદ કરવામાં આવ્યા હતા, તેમણે ગણતરીપૂર્વક મૌન જાળવી રાખ્યું હતું.

રસપ્રદ વાત એ છે કે મૌલવી ફારુકે જનતા પાર્ટીની સરકારમાં મુખ્યમંત્રી બનવાની ધારણા બાંધી લીધી હતી અને તે માટે કોઈ અડચણ ન બન્યા. પાર્ટીના યુવા કાર્યકર્તા તરીકે આ લેખકે જોયુ છે કે કેવી રીતે તેમણે દિલ્હીના નેતૃત્વ સામે આગ્રહ કર્યો કે ‘અમને તક આપો, પણ બન્યું એવું કે જનતા પાર્ટી શેખ મોહમ્મદ અબ્દુલ્લા સામે ખરાબ રીતે હારી ગઈ હતી અને તેમણે વિધાનસભાની એ ચૂંટણી લડી જ ન હતી.  ‘‘4 ઓગસ્ટ 2019થી નજરકેદ હુર્રિયત કોન્ફરન્સના અધ્યક્ષ મીરવાઈઝ ફારૂક જે કાશ્મીરની રાજનીતિનો ભાગ છે. મારા મુજબ, મીરવાઈઝ એવા નેતા છે જેની રાજનીતીમાં મુખ્ય ભૂમિકા છે પણ તેમને ઘરમાં રાખવામાં આવ્યા છે. જ્યારે પણ તેને બહાર આવવાની મંજૂરી મળશે અને મને લાગે છે કે તે શક્ય તેટલી જલદી મળે, પછી આપણે જોઈશું કે તે કયા રસ્તે જાય છે’’ દુલતે કહ્યું હતુ.

દુલતની ભલામણને વ્યવહારુ સ્વરૂપ આપવામાં સૌથી મોટી અઘરી  બાબત એ છે કે, આ કરાર, જો ખરેખર બને છે તો ‘ડબલ ફારૂક’ કરાર અથવા વાજપેયી સરકાર દરમિયાન 2002 માં કોઈપણ સત્તાવાર દખલગીરી વિના બનેલી કોંગ્રેસ-પીડીપી સરકારની જેમ આપમેળે જ થશે. ‘ડબલ ફારૂક’ કરાર જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે પોતાની મરજીથી થઈ હતી. તો હવે વર્તમાન કેન્દ્રીય વ્યવસ્થાના હસ્તક્ષેપ વગર આવો કરાર થશે? શું ઈતિહાસનું પુનરાવર્તન થશે? આવી સંભાવના ભાજપની રાજકીય-ચૂંટણીલક્ષી વિચારધારાની વિરુદ્ધમાં છે જે દરેક ચૂંટણી જીતવા ઈચ્છે છે. ખાસ કરીને જમ્મુ અને કાશ્મીરમાં જ્યાં પોતાના રાજકીય એજન્ડામાં તેણે ભારે મહેનત કરી છે. તે જોવું રસપ્રદ હશે કે દુલતની ભવિષ્યવાણી કેટલી અને કઈ કિંમતે સાચી પડે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top