તળ સુરત એટલે શેરીઓમાં વસતું સુરત,જ્યોતીન્દ્ર દવેનું હસતું રમતું સુરત, દરેક ઘરોમાં મોટાં મોટાં પરિવારો વસવાટ કરતાં, સુરતમાં સંયુકત કુટુંબની પ્રથા હતી, તેના કારણે સામાજિક સહકાર, આર્થિક સમાનતા હતી, માનસિક શાંતિ હતી, નહિ હતો ડિપ્રેશન નામનો રોગ, એકબીજા પર ભરોસો હતો, સુરતીઓની ખુશીનું રહસ્ય તેમના અઢળક પૈસા નહોતા, પણ સાદગીભર્યું જીવન હતું. સુરતમાં શિક્ષણ અને આરોગ્ય સેવાઓ સસ્તી હતી, સુરતીઓ પ્રકૃતિપ્રેમી હતાં. ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં શાંત રહેવાની કળા હતી. સુરતીઓ અહિંસક હતાં. સુવિધા ઓછી હોવા છતાં સુખી હતાં. શેરીઓમાં પડોશીઓ અને સમાજ સાથેના મજબૂત સંબંધ હતા. કાર્ય અને જીવનનું સંતુલન, રાત દિવસ કામ પાછળ દોડવાને બદલે સુરતીઓ પરિવારને સમય આપતા, જે છે તેમાં સંતોષ:,’વસુધૈવ કુટુંબકમ્’ અને ‘સંતોષી નર સદા સુખી’ની ફિલોસોફી, આવું હતું આપણું ‘ખુશહાલ હુરત.’
સુરત – કિરીટ મેઘાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.