પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના પ્રથમ તબક્કા માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે, જેમાં 152 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઘણા વિસ્તારોમાં લાંબી કતારો લાગી છે. સવારે 9 વાગ્યા સુધી રાજ્યમાં 18.76% મતદાન નોંધાયું છે. કડક સુરક્ષા વ્યવસ્થાઓ વચ્ચે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહી છે, જ્યારે મહિલાઓ અને વડીલ મતદારોની સક્રિય ભાગીદારી ખાસ ધ્યાન ખેંચી રહી છે.
- સવારે 9 વાગ્યા સુધી પશ્ચિમ બંગાળમાં આશરે 18.76% મતદાન નોંધાયું.
- પ્રથમ તબક્કામાં કુલ 152 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કામં 29 એપ્રિલે મતદાન થશે
- કુલ 16 જિલ્લાઓમાં મતદાન: ઉત્તર બંગાળના 8, દક્ષિણ બંગાળના 3 અને જંગલમહલના 5 જિલ્લાઓનો સમાવેશ.
- અંદાજે 3.60 કરોડ મતદારો 1,452 ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય કરી રહ્યા છે.
- રાજ્યભરમાં લગભગ 44,000 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે.
- સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ બૂથને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા, જેમાંથી લગભગ 8,500 બૂથ અત્યંત સંવેદનશીલ છે.
- 1,500 જેટલા બૂથ પર ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે.
- ધુપગુડીમાં બૂથ નંબર 209 પર એક મશીન ખરાબ થઈ ગયું હતું, જેના કારણે વહેલી સવારે મતદાન કરવા માટે મોટી ભીડ ઉમટી પડી હતી.
- મુર્શિદાબાદમાં વહેલી સવારે EVM ખામીના અહેવાલો આવ્યા, બૂથ નંબર 156 પર મતદાન થોડીવાર માટે અટકાવાયું.
- સિલિગુડી સહિત અનેક વિસ્તારોમાં સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી.
- પુરુષો સાથે મહિલાઓ પણ મોટી સંખ્યામાં મતદાન માટે આગળ આવી રહી છે.
- આસનસોલ અને અન્ય વિસ્તારોમાં મહિલા મતદારોનો ખાસ ઉત્સાહ જોવા મળ્યો.
- એક વૃદ્ધ દંપતીએ વહેલી સવારે મતદાન કરીને “ઉંમર અવરોધ નથી” એવો સંદેશ આપ્યો.
- TMC દ્વારા મતદારોને નિર્ભય અને સ્વતંત્ર રીતે મતદાન કરવા અપીલ કરવામાં આવી.
- AJUP ના સ્થાપક હુમાયુ કબીરે મતદાન કરીને લોકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પ્રેરિત કર્યા.
- તેમણે પોતાની પાર્ટી અને ઉમેદવારો અંગે પણ નિવેદન આપ્યું અને રાજકીય આક્ષેપો કર્યા.
- ભાજપના નેતા દિલીપ ઘોષે દાવો કર્યો કે પાર્ટી ઉત્તર અને દક્ષિણ બંગાળમાં મજબૂત છે અને 100થી વધુ બેઠકો જીતશે.
- ભવાનીપુર અને નંદીગ્રામ જેવી બેઠકો હાઈ-પ્રોફાઇલ ગણાઈ રહી છે, જ્યાં મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારી વચ્ચે કડક મુકાબલો છે.
- ખડગપુર સદર (દિલીપ ઘોષ), આસનસોલ દક્ષિણ (અગ્નિમિત્ર પાલ) અને બહેરામપુર (અધીર રંજન ચૌધરી) જેવી બેઠકો પર પણ ખાસ નજર છે.
- ગૃહમંત્રી અમિત શાહે મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી અને રાજ્યના ભવિષ્ય માટે આ ચૂંટણી મહત્વપૂર્ણ ગણાવી.
- સામાન્ય રીતે મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે, પરંતુ સંવેદનશીલ વિસ્તારોમાં સમય સાંજે 5 વાગ્યા સુધી મર્યાદિત રાખવામાં આવ્યો છે.
- ચૂંટણી પંચ દ્વારા વેબકાસ્ટિંગ અને લાઈવ મોનિટરિંગ દ્વારા મતદાન પ્રક્રિયા પર નજર રાખવામાં આવી રહી છે.
- પશ્ચિમ બંગાળના બાંકુરા જિલ્લામાં સુરક્ષા જવાનોએ એક દિવ્યાંગ મતદારને મતદાન માટે સહાયતા કરી.
- મુર્શિદાબાદના મણિકહાર મતદાન મથક પર EVMમાં થોડા સમય માટે ખામી સર્જાઈ હતી, છતાં વૃદ્ધો અને દિવ્યાંગ મતદારો લાઈનમાં ઉભા રહી મતદાન કરતા જોવા મળ્યા.
- માલદા જિલ્લામાં EVM ખામીના મુદ્દે થોડો તણાવ સર્જાયો હોવાના અહેવાલો સામે આવ્યા.
- સવારે 9 વાગ્યા સુધી રાજ્યમાં કુલ 18.76% મતદાન નોંધાયું; પશ્ચિમ મેદિનીપુરમાં 20.5%, બાંકુરામાં 20.2% અને ઝારગ્રામમાં 19.8% મતદાન થયું.
- ભાજપના ઉમેદવાર સુવેન્દુ અધિકારીએ નંદીગ્રામ મતવિસ્તારમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.
- અભિનેતા ગૌતમ રામ કાર્તિકે ચેન્નાઈના સ્ટેલા મેરિસ કોલેજ ખાતે મતદાન કર્યું.
- મુર્શિદાબાદમાં વૃદ્ધો અને દિવ્યાંગ મતદારો મોટી સંખ્યામાં મતદાન માટે પહોંચ્યા હોવાનો અહેવાલ સુનિલ મૌર્ય દ્વારા આપવામાં આવ્યો.
- મુર્શિદાબાદમાં TMC કાર્યકરો અને હુમાયુ કબીર વચ્ચે ઘર્ષણ
- બંગાળના માલદામાં EVM ખામી મામલે તણાવ
- મુર્શિદાબાદ જિલ્લાના નાઓડામાં દેશી બોમ્બ ફેંકાયો, અનેક લોકો ઘાયલ
- અમિત શાહ કોલકાતામાં ભાજપ કાર્યાલય પહોંચ્યા. અહીં, તેઓ કંટ્રોલ રૂમમાં મતદાન સંબંધિત માહિતી લઈ રહ્યા છે.

