Gujarat

જામનગરમાં જર્જરિત ઇમારત તૂટી પડતાં એક જ પરિવારનાં 3 લોકોના મોત

જામનગરની (Jamnagar) સાધનાકોલોની વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના બે માળના મકાનમાં (Building) M-69 બ્લોક શુક્રવારે ધડાકાભેર તૂટી પડતા (Collapse) એકજ પરિવારનાં 3 લોકોના મોત થયા હતા. ઘટનામાં પાંચ લોકો ઘાયલ થયા છે. દુર્ઘટનાગ્રસ્ત આ જર્જરિત મકાનને ગુજરાત હાઉસિંગ બોર્ડ અને જામનગર મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સાંજે પાંચ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી.

જામનગરની સાધનાકોલોની વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના મકાન 25 વર્ષ જુના છે. મકાનના M-69 બ્લોકમાં એક ફ્લોર પર બે ફ્લેટ છે. એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર સહિતના ત્રણ ફ્લોર પરના 6 ફ્લેટ ધરાશાયી થયા હતા. ધડાકાભેર ઇમારત પડતાં જ જોરદાર અવાજ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. મકાનનો કાટમાળ પડતાં કાટમાળ નીચે કોઈ દબાયું છે કે નહીં તે જોવાની કામગીરી પાલિકા દ્વારા કરવામાં આવી હતી. જોકે કાટમાળ નીચે કોઈ વ્યકિત દબાયા ન હોવાની માહિતી મનપા કમિશનર દ્વારા આપવામાં આવી હતી.

ઘટનાની જાણકારી મળતાં જ જામનગરના સાંસદ પૂનમબહેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ધારાસભ્ય રિવાબા જાડેજા, મેયર બીનાબેન કોઠારી સહિતના લોકો હોસ્પિટલ પણ પહોંચ્યા હતા. પૂનમ માડન અને રિવાબા જાડેજાએ મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

Most Popular

To Top