National

ગુડ્ડુ મુસ્લિમ અતીકની પત્નીને પસંદ કરતો હતો, સાવકા પુત્રએ પોલીસની સામે કર્યો મોટો ખુલાસો

ઉત્તર પ્રદેશ : ઉમેશ પાલ હત્યા કેસમાં ચર્ચામાં આવેલા ગુડ્ડુ મુસ્લિમ (Guddu Muslim) વિશે પોલીસને એક ચોંકાવનારી માહિતી મળી છે. 10-12 વર્ષ પહેલા અતીક અહેમદે (Atiq Ahmed) ગુડ્ડુના જામીન કરાવ્યા હતા. ત્યારથી ગુડ્ડુ અતીકની સાથે રહેવા લાગ્યો હતો. જો કે હકીકતમાં ગુડ્ડુ ઘણા સમય પહેલાથી જ અતીકના સંપર્કમાં હતો. જેનું કારણ શાઈસ્તા પરવીન (Shaista Parveen) છે. શાઈસ્તા પરવીન એ અતિકની પત્ની છે. ગુડ્ડુ મુસ્લિમ અતીકની પત્નીને પસંદ કરતો હતો. આ વાતની જાણ ગુડ્ડુ મુસ્લિના સોતેલા પુત્રએ જણાવી હતી.

મળતી મહિતી અનુસાર ગુડ્ડુ મુસ્લિમ શાઈસ્તાને પસંદ કરતો હતો પરંતુ તે એક તરફી પ્રેમ હતો. શાઈસ્તા તરફથી કોઈ રિસ્પોંસ ન મળતા ગુડ્ડુ મુસ્લિમે અલ્હાબાદ શહેર છોડી દીધું હતું. અલ્હાબાદ શહેર છોડ્યા પછી તે વર્ષો સુધી ગાયબ થઈ ગયો હતો. ગુડ્ડુ વર્ષ 2012માં ફરીથી અલ્હાબાદ પાછો ફર્યો હતો. અલ્હાબાદ આવી ચાકિયાના ચક નિરાતુલ ખાતે ચાંદની નામની મહિલા સાથે રહેવા લાગ્યો હતો. અતીક અહમદે ગુડ્ડુને ચક નિરાતુલમાં જમીન અપાવી હતી અને તેના પર 3 માળનું મકાન પણ બનાવી આપ્યું હતું.

વર્ષ 2017 માં અતીક અહેમદ જ્યારે જેલમાં ગયો ત્યારે ગુડ્ડુ મુસ્લિમનું શાઈસ્તાના ઘરે વારંવાર આવા જવાનું શરૂ થઈ ગયુ હતું. ગુડ્ડુ વફાદારીથી અતીકના ધંધામાં અને વસુલી કરવામાં શાઈસ્તાની મદદ કરતો હતો. જોકે ઉમેશ પાલ હત્યા કેસમાં ગુડ્ડુ મુસ્લિમને શાઈસ્તાની નજીક આવવાનો મોકો મળી ગયો હતો. પોલીસને ગયા મહિને બંને સાથે હોવાના મજબૂત પુરાવા પણ મળ્યા હતા.

પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે ગુડ્ડુ મુસ્લિમનું શાઈસ્તાના ઘરે વારંવાર આવવા જવાનું શરૂ થઈ ગયુ હતું. જે ગુડ્ડુની ચાંદનીને પસંદ નહોતું. શાઈસ્તાના કારણે ગુડ્ડુ અને ચાંદની વચ્ચે ઝગડો થવા લાગ્યો હતા. ગુડ્ડુએ ચાંદનીને ઘણી વખત માર પણ માર્યો હતો. તે બંને ઘણા સમયથી અલગ પણ રહેવા લાગ્યા હતા. આ જ કારણ હતું કે ચાંદનીના પુત્ર આબિદ ગુડ્ડુથી નારાજ રહેવા લાગ્યો હતો. આબિદે પોલીસ પૂછપરછ દરમિયાન કબૂલાત કરી હતી કે જો તેને મોકો મળશે તો તે બોમ વડે ગુડ્ડુને મારી નાખશે, કારણ કે ગુડ્ડુએ તેની માતા ચાંદનીને શાઈસ્તાના કારણે દગો આપ્યો હતો. ગુડ્ડુના કારણે તેને અને તેની માતાને ભટકવું પડ્યું હતું.

પોલીસે જણાવ્યું કે જ્યારે પણ એસટીએફએ ગુડ્ડુ અને શાઈસ્તાને શોધી માટે ટ્રેસ કર્યો ત્યારે તે બંને સાથે હોવાના જ ઈનપુટ મળતા હતા. પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર શાઈસ્તા પહેલા સાબીર સાથે ફરાર હતી. ત્યાર પછી તે ગુડ્ડુ મુસ્લિમ સાથે ફરાર થઈ હતી. હાલના સમયમાં બંને સાથે જ છે. ગુડ્ડુએ શાઈસ્તાને એક ગુપ્ત જગ્યાએ રાખી છે. જ્યાં તે તેની ઇદ્દત વિતાવી રહી છે. તમને જણાવી દઈએ કે ઇદ્દત એ ઈસ્લામ ધર્મમાં પતિના મૃત્યુ પછીની વિધિ છે.

શાઈસ્તા અને ગુડ્ડુને પકડવા માટે પોલીસ ચાકિયા, કસારી મસારી, દામોપુર હટવામાં શાઈસ્તાના સંબંધીઓના મોબાઈલ નંબર પર નજર રાખી રહી છે. પોલીસને આશંકા છે કે હાલમાં ગુડ્ડુ અને શાઈસ્તાને પૈસાની સમસ્યા છે. જેના માટે તે તેના સંબંધીઓ અથવા અતીકના જૂના નજીકના મીત્રોને ફોન કરી શકે છે. જેના આધારે શાઈસ્તા અને ગુડ્ડુને પકડી શકાય છે. પોલીસે અતીકના નજીકના સંબંધીઓના ઘરની આસપાસ LIU ટીમ પણ તૈનાત કરી છે જેથી તેમના પર નજર રાખી શકાય છે.

Most Popular

To Top