ભરૂચ: ભારતીય રેલવેએ (Indian Railway) ગુજરાતની પ્રગતિ અને સામાજિક આર્થિક વિકાસમાં ઘણું યોગદાન આપ્યું છે. ત્યારે રેલવેના વિકાસલક્ષી અને માળખાકીય કાર્યોને વેગ...
બેંગ્લોર(Banglore): તમિલનાડુના (Tamilnadu) મદુરાઈ રેલવે સ્ટેશન (Madurai Railway Station) નજીક આજે શનિવારે મળસ્કે મોટી દુર્ઘટના ઘટી છે. અહીં ટ્રેનની અંદર આગ (Fire...
નવી દિલ્હી: એશિયા કપ (AsiaCup2023) 30 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યો છે. આ વખતે હાઇબ્રિડ મોડલ પર પાકિસ્તાન (Pakistan) અને શ્રીલંકામાં (SriLanka)...
સુરત : ચંદ્રયાન-3ની ડિઝાઇન બનાવવામાં પોતાની ભૂમિકા હોવાની વાત કરનાર સુરતના મિતુલ ત્રિવેદીને શહેર પોલીસ કમિશનર અજય તોમરની ઓફિસથી તેડું આવ્યું હતું....
સુરત : પતિ-પત્નીના પારિવારીક ઝઘડામાં જમાઈએ સાસુ પર હુમલો કર્યાનો બનાવ સુરતમાં બન્યો છે. ચાર વર્ષથી પિયર રહેતી પત્ની પાછી નહીં આવતા...
સુરત(Surat): પાલ (Pal) વિસ્તારમાં 11માં માળની (11th Floor) બાલ્કનીમાંથી (Balcony) નીચે પટકાયેલા (Fall) યુવકનું મોત (Death) નિપજ્યું હતું. ગેલેરીમાં પત્ની અને દીકરા...
ભરૂચ: ગુજરાતમાં એજન્ટની મદદથી ગેરકાયદેસર રીતે અમેરિકા (UK) કે કેનેડા (Canada) જતાં લોકોનો જીવ જોખમમાં મુકાતો હોવાની અનેક ઘટનાઓ સામે આવે છે....
સુરત(Surat) : ગુજરાતને (Gujarat) ત્રીજી અને સુરતને બીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (Vande Bharat Express Train) મળવા જઈ રહી છે. પશ્ચિમ રેલવે...
બેંગ્લોર(Banglore) : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) દક્ષિણ આફ્રિકા (South Africa) અને ગ્રીસની (Greece) મુલાકાત લીધા બાદ શનિવારે સવારે કર્ણાટકના (Karnataka) બેંગ્લોર પહોંચ્યા...
વડોદરા: પાણીગેટ વિસ્તાર મા ગેરકાયદે દબાણો હટાવવામાં નહીં આવે તો તારીખ 28મી ઓગસ્ટના રોજ ભદ્ર કચેરી પાસે જાહેરમાં આત્મવિલોપન કરીશ તેવી ચીમકી...
વડોદરા: સ્માર્ટ સીટી વડોદરામાં અધિકારીઓ તેમજ નેતાઓની સ્માર્ટનેસ દેખાતી નથી અને તેના કારણે શહેરમાં પાણીની પળોજણ જોવા મળી રહી છે. પાલિકાના અધિકારીઓ...
આણંદ: ચાંગા સ્થિત ચારૂસેટ યુનિવર્સિટી સંલગ્ન બાપુભાઈ દેસાઇભાઈ પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ પેરામેડિકલ સાયન્સીસ (BDIPS), ચારુસેટ હોસ્પિટલ અને ચારુસેટ રૂરલ એજ્યુકેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ...
નડિયાદ: ડાકોરના શ્રી રણછોડરાયજી મંદિરમાં ગુરૂવારથી VIP દર્શનની શરૂઆત કરી દેવામાં આવી છે. હવેથી મંદિરમાં શ્રધ્ધાળુઓ બે કેટેગરીમાં VIP દર્શન કરી શકશે....
વિશ્વની ટોચની ઉભરતી અર્થવ્યવસ્થાઓના બ્રિક્સ સમૂહે તેની પહોંચ અને પ્રભાવને વિસ્તારવા માટે એક મોટું પગલું ભર્યું છે અને છ વધુ રાષ્ટ્રોને નવા...
તા. 9.8.23ના ‘ગુજરાતમિત્ર’ની દર્પણ પૂર્તિમાં નરેન્દ્ર જોશીની સમુદ્ર એક કિનારા અનેક કોલમમાં અટ્ટહાસ્યની આરપાર શીર્ષક હેઠળનો લેખ વાંચી લખવા પ્રેરાયો. એમણે એમના...
ભારત પ્રાચીન સમયથી કળા – કારીગરીના ક્ષેત્રે મોખરે રહ્યું છે. જેમકે ભારતનાં અનેક શિલ્પ સ્થાપત્ય કળા, ચિત્રકળા, હાથ વણાટ કે હસ્તકળાના અનેક...
સમગ્ર દેશ ગૌરવાન્વિત થાય એવી અનન્ય અને અનેરી ઘટના ચંદ્ર મિશનની સમગ્ર સફળતાનું શ્રેય ઈસરોના વૈજ્ઞાનિકોને ફાળે જાય છે. એમને જેટલા વધાવીએ...
ગુજરાત સરકારે અધિકારીઓ માટે એક પરિપત્ર કર્યો છે અને એની ચર્ચા છે. આ પરિપત્રમાં લખવામાં આવ્યું છે કે, દરેક અધિકારીઓ ધારાસભ્ય અને...
ખલીલ જિબ્રાન મહાન સાહિત્યકાર. તેમની એક રૂપક કથા છે. દેડકા અને મગરની રૂપક કથા દ્વારા ખલિલ જિબ્રાન જીવનનું મહત્ત્વ સમજાવે છે. એક...
આખરે, કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટાયાના 10 મહિના પછી મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસ વર્કિંગ કમિટીનું (સીડબ્લુસી) પુનર્ગઠન કર્યું છે, જે પાર્ટીની સર્વોચ્ચ નિર્ણય લેતી...
છેલ્લા કેટલાક દાયકાઓથી વિશ્વમાં અમેરિકા જગત જમાદાર બનીને રહ્યું છે. અમેરિકાની આ તાકાત તેની અર્થતંત્રની તાકાત છે. વિશ્વમાં વિનિમય માટેનું સાધન અમેરિકન...
ભરૂચ: (Bharuch) વાલિયાના ડુંગરી ગામે જમવાના મુદ્દે સગા પુત્રએ પિતાને (Father) માથામાં લાકડાના સપાટા મારતાં નાજૂક હાલતમાં સુરત સિવિલ હોસ્પિટલે (Civil Hospital)...
ગાંધીનગર: (Gandhinagar) પોર્ટુગલ (Portugal) ખાતે રહેતી અને પતિના ત્રાસથી હેરાન થતી ગુજરાતની દીકરીને સહી સલામત રીતે અમદાવાદ પરત લવાઈ છે. ગુજરાતના (Gujarat)...
ગાંધીનગર: (Gandhinagar) સુરતના ડૉ. મિતુલ ત્રિવેદી (Mitul Trivedi) પોતે ઈસરોના વૈજ્ઞાનિક તથા સલાહકાર હોવાની વાતો તથા દાવો કરી રહ્યા છે, જો કે...
પારડી: (Pardi) આજના આધુનિક યુગમાં પણ ગઠિયા તાંત્રિકો લોકો સાથે છેતરપિંડી (Fraud) કરી પૈસા પડાવતા હોવાના કિસ્સાઓ જોવા મળે છે. પારડી તાલુકાના...
નવસારી: (Navsari) નવસારીમાં સાંઈ મંદિરના લાભાર્થે યોજાયેલા ડાયરામાં સ્ટેજ પર બે બુટલેગરોએ સુરત ટ્રાફિક શાખાના પી.એસ.આઈ. (PSI) પર પૈસા ઉડાવતા હોવાનો વિડીયો...
સુરત: (Surat) સુરત ઈચ્છાપોર પોલીસ સ્ટેશનની (Police Station) હદમાં આવેલા GIDC વિસ્તારમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલે 400 પેટી વિદેશી દારૂનો (Alcohol) જથ્થો ઝડપી...
ચંદ્રયાન-3ના (Chandrayan-3) ચંદ્ર (Moon) પર પહોંચ્યા બાદ હવે ચંદ્રયાન-2 પણ એક્શનમાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. ચંદ્રયાન-2ના ઓર્બિટરમાંથી એક નવો સંદેશ...
નવી દિલ્હી: રશિયાના (Russia) રાષ્ટ્રપતિ (President) વ્લાદિમીર પુતિન (Putin) સપ્ટેમ્બરમાં ભારતમાં (India) યોજાનારી G20 સમિટમાં (G20 Summit) ભાગ લેશે નહીં. ક્રેમલિનના પ્રવક્તા...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એક દિવસીય ગ્રીસની (Greece) મુલાકાતે છે. જ્યાં ગ્રીસના રાષ્ટ્રપતિ (President) કેટરિના સકેલારોપોઉલોએ પીએમ મોદીનું સ્વાગત...
ભારતને મળ્યો બીજો ધોની? ઉર્વિલ પટેલની તોફાની બેટિંગ જોઈ હરભજન બોલ્યા, આ છે ભારતનું ભવિષ્ય…
વિરાટ કોહલીના લાઇકથી વાયરલ થયેલી મોડલે કહ્યું, મને પૈસા આપી ખોટા નિવેદન માટે દબાણ કરાયું હતું
ગાંધીનગરમાં એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬નો ધમધમાટ
ઇરાન યુદ્ધમાં નવો ટ્વિસ્ટ, ઇરાકની જમીન પરથી ચાલતું હતું ઇઝરાયલી ઓપરેશન, ખુલ્યું દુનિયાનું ખતરનાક સિક્રેટ મિશન
સીએમ ભૂપેન્દ્ર પટેલ સનાતન રામધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયા
વિરાસત અને વિકાસના સંગમતીર્થે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું
પોખરણ પરમાણુ પરીક્ષણો પર PM મોદીએ કહ્યું- દુનિયા હચમચી ગઈ હતી, ભારતને વશ કરવા માટે..
‘રાગિણી 3’માં તમન્ના-જુનૈદની ફ્રેશ જોડી સાથે દેખાશે, શશાંક ઘોષ કરશે દિગ્દર્શન
અભિષેક બચ્ચને ‘રાજા શિવાજી’ માટે એક પણ રૂપિયો ચાર્જ નહોતો કર્યો, જણાવ્યું આ કારણ..
હિમંત બિસ્વા શર્માના શપથ ગ્રહણ માટે આસામ તૈયાર, મંત્રીમંડળ અંગે હજી સસ્પેન્સ યથાવત
પશ્ચિમ એશિયાના સંઘર્ષ વચ્ચે IGoM ની બેઠક: રાજનાથ સિંહે લોકોને શાંત રહેવા અપીલ કરી
સુપ્રીમ કોર્ટની મોટી ડિજિટલ પહેલ, ‘વન કેસ વન ડેટા’ પ્લેટફોર્મ લોન્ચ, ‘SU સહાય’ ચેટબોટ સાથે સુપ્રીમ કોર્ટ વધુ હાઇટેક બની
બંગાળ ભાજપ સરકારનો નિર્ણય: બાંગ્લાદેશ બોર્ડર ફેન્સિંગ માટે BSF ને જમીન ફાળવશે
એશિયન બજારોના ઘટાડાની અસર ભારત પર, સેન્સેક્સ-નિફ્ટી તૂટ્યા, ઓટો અને બેન્કિંગ શેરોમાં વેચવાલીથી બજાર લાલ નિશાનમાં
રાહુલ ગાંધી: દેશ ચલાવવો મોદીની ક્ષમતાની બહાર, સોનું ન ખરીદો..જેવી અપીલો નિષ્ફળતાનો પુરાવો
MI સામે જીત બાદ ટિમ ડેવિડ પર અશ્લીલ ઈશારાનો આરોપ? વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
CBSE 12મું પરિણામ 12 કે 13 મે સુધી જાહેર થવાની શક્યતા, બોર્ડે તૈયારીઓ પૂર્ણ કરી
સોમનાથના આકાશમાં ગૂંજશે ‘સૂર્યકિરણ’નું શૌર્ય
ગાંધીનગરમાં એશિયન સિનિયર વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપનો મહાકુંભ: 30 દેશોના ખેલાડીઓ કરશે શક્તિપ્રદર્શન
ગુજરાત બનશે દેશનું ‘સિલિકોન સ્ટેટ’: ધોલેરા અને સુરતમાં રૂ. 3,936 કરોડના બે નવા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સને મંજૂરી
પશ્ચિમ બંગાળ હવે વિકાસના નવા યુગમાં પ્રવેશ કરશે : સીએમ
સોનાના ભાવમાં મોટો ઘટાડો, 24 કેરેટ ગોલ્ડ 801 રૂપિયા સસ્તુ થયું, ચાંદી પણ સસ્તી થઈ
PM મોદીની અપીલથી જ્વેલરી શેરોમાં ભૂકંપ, ટાઇટન સહિત અનેક કંપનીઓના શેર તૂટ્યા
ભરથાણા ગામે લગ્નના વરઘોડા દરમિયાન બબાલ, ગામમાં તણાવનો માહોલ
સુરતમાં GST ચોરી પકડતી DGGI ઓફિસમાં આગ, બે કલાક બાદ કાબૂ, મહત્વના દસ્તાવેજો બળીને ખાખ
પ્રાથમિક શાળાના આચાર્યોને હવે મળશે સત્રાંત નિવૃત્તિનો લાભ
સોમનાથમાં ભવ્ય રોડ શો બાદ PM મોદીએ કર્યા મહાદેવના દર્શન
સહીમ પઠાણે ગોત્રી ગાર્ડનમાં યુવતી સાથે મારામારી કરી ધમકી આપી
PM મોદીના WFH સૂચનને ભારતીય પ્રોફેશનલ્સનો ટેકો
તમિલનાડુમાં સત્તા સંભાળતા જ CM વિજય માટે મુશ્કેલી
ભરૂચ: ભારતીય રેલવેએ (Indian Railway) ગુજરાતની પ્રગતિ અને સામાજિક આર્થિક વિકાસમાં ઘણું યોગદાન આપ્યું છે. ત્યારે રેલવેના વિકાસલક્ષી અને માળખાકીય કાર્યોને વેગ આપવા માટે નાણાકીય વર્ષ 2023-24માં ગુજરાત રાજ્ય (Gujarat State) માટે રૂ.8332 કરોડનો અંદાજપત્ર (Budget) જાહેર કરવામાં આવ્યો છે. આ બજેટ વર્ષ 2009 થી 2014 વચ્ચે ફાળવવામાં આવેલા સરેરાશ બજેટ કરતાં 1315 ટકા વધુ છે. જેમાં વડોદરા ડીવીઝનના ભરૂચ સહિત 7 રેલ્વે સ્ટેશનો કાયાકલ્પ થશે.
રેલવે સ્ટેશનોને માત્ર સેવાના સાધન તરીકે જ નહીં, પરંતુ એક સંપત્તિ તરીકે બદલાવ સહિત વિકાસ માટે PM મોદીના વિઝનથી ભારતીય રેલવેએ આધુનિક સુવિધાઓ સાથે રેલવે સ્ટેશનોના વિકાસને ખૂબ મહત્વ આપ્યું છે, જેથી સામાન્ય રેલવે યાત્રીઓ પણ આરામદાયક, અનુકૂળ અને આનંદપ્રદ રેલ યાત્રાનો અનુભવ કરે છે.
રેલવે સ્ટેશનોના સ્વરુપને બદલવાના આ પ્રયાસમાં ભારતીય રેલવેએ એક દૂરંદેશી નીતિ, અમૃત ભારત સ્ટેશન યોજનાનું અનાવરણ કર્યું છે. આ યોજનાનો ઉદ્દેશ્ય રેલવે સ્ટેશનોનો સતત વિકાસ કરવો તેમની માળખાકીય સુવિધાઓ, સુવિધાઓની સાથે-સાથે અને સુવિધાઓ તેમજ યાત્રીઓને સલામત, આરામદાયક અને નૈસર્ગિક યાત્રાનો અનુભવ પ્રદાન કરવા માટે સેવાઓમાં વધારો કરવાનો છે.
ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશભરના 1309 રેલવે સ્ટેશનોને અત્યાધુનિક સુવિધાઓ સાથે પુનઃવિકાસ કરવામાં આવી રહ્યા છે. તેમાંથી 120 સ્ટેશનો પશ્ચિમ રેલવેના કાર્યક્ષેત્રમાં છે. જેમાંથી 87 સ્ટેશનો ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં છે.
તા-6 ઓગસ્ટ 2023ના રોજ PM નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં 508 રેલવે સ્ટેશનોના પુનઃવિકાસ માટે શિલાન્યાસ કર્યો હતો. આમાંથી 21 સ્ટેશનો ગુજરાત રાજ્યમાં છે. જેને લગભગ રૂપિયા 846 કરોડના ખર્ચે પુનઃવિકાસ અને અપગ્રેડ કરવામાં આવી રહ્યો છે. વડોદરા ડીવીઝનમાં ભરૂચ, મિયાગામ કરજણ, વિશ્વામિત્રી, ડભોઈ, દેરોલ અને પ્રતાપનગર તેમજ મુંબઈ ડીવીઝનમાં સંજાણ સહિત ગુજરાતના 21 સ્ટેશનોનો સમાવેશ થાય છે.
આ સ્ટેશનોને ‘સિટી સેન્ટર્સ’ તરીકે વિકસાવવા માટે માસ્ટર પ્લાન તૈયાર
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ શહેરની બંને બાજુઓનું યોગ્ય સંકલન કરીને આ સ્ટેશનોને ‘સિટી સેન્ટર્સ’ તરીકે વિકસાવવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યા છે. ભારતીય વિવિધતાની ભવ્યતા દર્શાવતા આ પુનઃવિકસિત સ્ટેશનો નવી અત્યાધુનિક પેસેન્જર સુવિધાઓની સાથે-સાથે હાલની સુવિધાઓના અપગ્રેડેશન અને રિપ્લેસમેન્ટથી સજ્જ હશે.
સ્ટેશનની બિલ્ડિંગોની ડિઝાઇન સ્થાનિક સંસ્કૃતિ, વારસો અને વાસ્તુકલાથી પ્રેરિત ગ્રીન એનર્જી વગેરેનો ઉપયોગ કરીને પર્યાવરણને અનુકૂળ બિલ્ડિંગ વગેરે. આ સ્ટેશનો જાહેર પરિવહનના અન્ય સાધનો સાથે મલ્ટિ-મોડલ કનેક્ટિવિટીની સુવિધા પણ પુરી પાડશે.
આ નવી અત્યાધુનિક સ્ટેશન બિલ્ડિંગો યાત્રીઓની યાત્રાને વધુ સુવિધાજનક અને આરામદાયક બનાવશે. તે શહેર માટે એક વધારાનું આકર્ષણ બનશે અને એરપોર્ટ જેવા વાતાવરણ સાથે યાત્રીઓ, તીર્થ યાત્રાળુઓ અને પ્રવાસીઓને આવકારશે. જેનાથી રાજ્યના પ્રવાસન ઉદ્યોગને મોટો વેગ મળશે અને રોજગારીની તકોમાં પણ વધારો થશે.