Sports

એશિયા કપ પહેલાં મોટું અપડેટ, બીસીસીઆઈનું પ્રતિનિધિમંડળ પાકિસ્તાન જશે, શું સંબંધો સુધરશે?

નવી દિલ્હી: એશિયા કપ (AsiaCup2023) 30 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યો છે. આ વખતે હાઇબ્રિડ મોડલ પર પાકિસ્તાન (Pakistan) અને શ્રીલંકામાં (SriLanka) એશિયા કપમાં રમાનાર છે. આ દરમિયાન બીસીસીઆઈનું (BCCI) એક પ્રતિનિધિમંડળ પાકિસ્તાનની મુલાકાત કરી રહ્યું હોવાની માહિતી બહાર આવી છે.

BCCI સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર BCCI પાકિસ્તાનનો બહિષ્કાર કે વિરોધ નહીં કરે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પ્રેસિડેન્ટ રોજર બિન્ની અને વાઈસ પ્રેસિડેન્ટ રાજીવ શુક્લા પાકિસ્તાનની મુલાકાત લેશે એવી ચર્ચા ચાલી હતી. હવે એ સ્પષ્ટ થયું છે કે બિન્ની અને શુક્લા બીસીસીઆઈના પ્રતિનિધિ તરીકે પાડોશી દેશમાં જઈ રહ્યાં છે.

પીસીબીએ એશિયા કપ માટે બીસીસીઆઈને આમંત્રણ મોકલ્યું હતું. આ મામલા સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું હતું કે BCCIના પ્રમુખ રોજર બિન્ની અને ઉપપ્રમુખ રાજીવ શુક્લાને PCBના આમંત્રણ પર પાકિસ્તાન જવા માટે નામાંકિત કરાયા છે. શુક્લા અને બિન્ની 4 સપ્ટેમ્બરે વાઘા બોર્ડર થઈને પાકિસ્તાન જશે.

એશિયા કપની મેચ 5 અને 6 સપ્ટેમ્બરે લાહોરમાં રમાવાની હોવાથી આ બંને મેચ દરમિયાન રાજીવ શુક્લા અને રોજર બિન્ની હાજર રહી શકે છે. આ બીજી વખત બનશે જ્યારે પાકિસ્તાન એશિયા કપની યજમાની કરવા જઈ રહ્યું છે. અગાઉ 2008 એશિયા કપ પાકિસ્તાનમાં રમાયો હતો. શ્રીલંકા એશિયા કપની 9 મેચ રમશે જ્યારે ચાર મેચ પાકિસ્તાનની ધરતી પર રમાશે.

ભારત-પાકિસ્તાન ક્રિકેટ સંબંધો પર BCCIનું નિવેદન
બીસીસીઆઈના સૂત્રોએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, ક્રિકેટ રમતા દેશોમાં સંપ રહેવો જોઈએ. આ સંદેશ છે. BCCI કોઈનો બહિષ્કાર કરવાનું વિચારી રહ્યું નથી. પાકિસ્તાનની મુલાકાતે જનાર પ્રતિનિધિમંડળ ભારત-પાકિસ્તાન ક્રિકેટ સંબંધો પર ચર્ચા કરશે કે કેમ તે અંગે સૂત્રોએ કહ્યું, “આ વિષય પર ચર્ચા કરવામાં આવશે નહીં. કારણ કે તેને સરકારની મંજૂરીની જરૂર છે અને અમે તેના પર ખૂબ સ્પષ્ટ છીએ.

પાકિસ્તાન સાથેની બેઠકનો એજન્ડા શું હશે તે અંગે સૂત્રએ જણાવ્યું હતું કે, “ત્યાં પહોંચ્યા પછી આ બધી બાબતો જોવામાં આવશે. વર્લ્ડ કપ તેમજ ભારત-પાકિસ્તાન ક્રિકેટ અંગે બંને પક્ષો વચ્ચે સામાન્ય ચર્ચા થઈ શકે છે. બેઠકો થતી રહેતી હોવાથી પ્રતિનિધિમંડળની મુલાકાતમાં કોઈ નુકસાન થતું નથી.

એશિયા કપ 2023 શેડ્યૂલ

  • 30 ઓગસ્ટ: પાકિસ્તાન વિ નેપાળ – મુલતાન
  • 31 ઓગસ્ટ: બાંગ્લાદેશ વિરુદ્ધ શ્રીલંકા – કેન્ડી
  • 2 સપ્ટેમ્બર: ભારત વિરુદ્ધ પાકિસ્તાન – કેન્ડી
  • 3 સપ્ટેમ્બર: બાંગ્લાદેશ વિ અફઘાનિસ્તાન – લાહોર
  • 4 સપ્ટેમ્બર: ભારત વિ નેપાળ – કેન્ડી
  • 5 સપ્ટેમ્બર: શ્રીલંકા વિ અફઘાનિસ્તાન – લાહોર
  • 6 સપ્ટેમ્બર: A1 Vs B2 – લાહોર
  • 9 સપ્ટેમ્બર: B1 vs B2 – કોલંબો (શ્રીલંકા vs બાંગ્લાદેશ હોઈ શકે છે)
  • 10 સપ્ટેમ્બર: A1 vs A2 – કોલંબો (ભારત વિરુદ્ધ પાકિસ્તાન હોઈ શકે છે)
  • 12 સપ્ટેમ્બર: A2 vs B1 – કોલંબો
  • 14 સપ્ટેમ્બર: A1 vs B1 – કોલંબો
  • 15 સપ્ટેમ્બર: A2 vs B2 – કોલંબો
  • સપ્ટેમ્બર 17: ફાઈનલ – કોલંબો

Most Popular

To Top