National

ચંદ્રયાન-2 એ લીધી ચંદ્રયાન-3ની અદ્ભૂત ફોટો: ISROએ જાહેર કર્યો રોવર લેન્ડિંગનો નવો VIDEO

ચંદ્રયાન-3ના (Chandrayan-3) ચંદ્ર (Moon) પર પહોંચ્યા બાદ હવે ચંદ્રયાન-2 પણ એક્શનમાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. ચંદ્રયાન-2ના ઓર્બિટરમાંથી એક નવો સંદેશ આવ્યો છે. તેણે લખ્યું છે કે તે ચંદ્રયાન-3ના લેન્ડરને જોઈ રહ્યો છે. ચંદ્રયાન-2ના ઓર્બિટરે ઉપરથી ચંદ્રયાન-3ના લેન્ડરની ફોટો (Photo) લીધી છે. ઇસરોએ આ ફોટો તેમજ વીડિયો જાહેર કર્યા છે જેમાં વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતરતો જોવા મળે છે.

જણાવી દઈએ કે ઇસરો દ્વારા ખૂબજ મહત્વની જાણકારી જાહેર કરવામાં આવી છે. ઇસરો દ્વારા જાહેર કરાયેલ વીડિયો જોઈ સમગ્ર વિશ્વ રોમાંચિત છે. અને આ કામ ચંદ્રયાન-2 એ કર્યું છે. ઈસરોએ વિક્રમ લેન્ડરમાંથી રોવર બહાર આવતો વીડિયો પણ જાહેર કર્યો છે. આ વિડિયો અદ્ભુત છે. રોવર લેન્ડરના રેમ્પમાંથી બહાર આવી રહ્યું છે. રોવરની સોલાર પેનલ ઉંચી જોવા મળે છે. જેનો પડછાયો પણ દેખાઈ રહ્યો છે. એનો અર્થ ચંદ્ર પર દિવસ છે અને ત્યાં તડકો આવી રહ્યો છે તેવું દેખાય છે. રોવર આ તડકામાંથી ઉર્જા લઈને કામ કરશે.

ચંદ્રયાન-2માં ઓર્બિટર હાઈ રિઝોલ્યુશન કેમેરા (OHRC) છે. મળતી માહિતી મુજબ ચંદ્રની આસપાસ ફરતા તમામ દેશોના તમામ ઓર્બિટર્સ કરતાં ચંદ્રયાન-2ના ઓર્બિટરમાં શ્રેષ્ઠ કેમેરા છે. આ બંને ફોટો લોન્ચિંગના દિવસે લેવામાં આવ્યા હતા. પ્રથમ ફોટો 23 ઓગસ્ટે બપોરે 2.28 વાગ્યે લેવામાં આવ્યો હતો જેમાં ચંદ્રની સપાટી પર કોઈ લેન્ડર દેખાતું નથી. બીજી તસવીર 23 ઓગસ્ટની રાત્રે 10.17 વાગ્યે લેવામાં આવી હતી. જેમાં વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતરતું જોવા મળે છે.

 

જણાવી દઈએ કે રોવર અને લેન્ડરથી ઈસરોને 14 દિવસો સુધી સતત જાણકારી મળતી રહેશે. ચંદ્રને 14 દિવસ સુધી પ્રકાશ મળશે એટલે કે 1 લૂનાર દિવસ પછી ત્યાં રાત થઈ જશે. લેન્ડર અને રોવર આ 14 દિવસોમાં ઈસરોને તમામ સૂચનાઓ મોકલશે. રોવર અને પ્રજ્ઞાન માત્ર પ્રકાશમાં જ કામ કરવા સક્ષમ હોય છે. તેથી રાત થયાંની સાથે જ તેઓ નિષ્ક્રિય થઈ જશે. 14 દિવસ પછી વિક્રમ અને પ્રજ્ઞાન કામ કરવાનું બંધ કરી દેશે પરંતુ એવું નહીં થાય કે તે પૃથ્વી પર પાછું આવશે. જો કે રાત્રીનાં 14 દિવસ પછી પણ જો રોવર અને પ્રજ્ઞાન સલામત રહેશે તો તે વધુ સંદેશા મોકલવા માટે સક્ષમ હશે. આ સમય ભારત માટે બોનસ સમય રહેશે તેવું કહી શકાય.

ચંદ્રયાન નષ્ટ થવાનો ખતરો
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના ચેરમેન એસ સોમનાથે જણાવ્યું કે હાલ ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન બંને સારી રીતે કામ કરી રહ્યા છે. પરંતુ ચંદ્ર પર વાતાવરણ હાજર નથી આવી સ્થિતિમાં કોઈ પણ પદાર્થ ચંદ્રયાન-3 સાથે ટકરાઈ શકે છે. જો આવું થાય તે ભારે ગતિથી ટકરાવવાના કારણે તે નષ્ટ થઈ શકે છે. આ સિવાય થર્મલ પ્રોબ્લેમ અને કોમ્યુનિકેશન બ્લેકઆઉટની સમસ્યા પણ આવી શકે છે. પરંતુ હાલ તેની સંભાવના નહીંવત છે.

Most Popular

To Top