Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા: તહેવારોની વણઝાર વચ્ચે ભેળસેડીયા તત્વો સક્રિય ન બને અને લોકોના આરોગ્ય સાથે થતા ચેડાં અટકાવી શકાય તે માટે વડોદરા મહાનગર પાલિકાની ખોરાક શાખા દ્વારા શહેરમાં મીઠાઈ ફરસાણના વિક્રેતાઓને ત્યાં નમૂના એકત્ર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.જેના ભાગરૂપે બુધવારે પાલિકાની ખોરાક શાખાની જુદી જુદી ટીમો દ્વારા શહેરના ચારેય ઝોનમાં મીઠાઈ અને ફરસાણ ની 36 દુકાનોમાં ચેકિંગની કામગીરી હાથ ધરી હતી.જેમાં નમૂના એકત્ર કરી પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા.

વડોદરામાં ચાલી રહેલ તહેવારો ને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગર પાલિકાનું આરોગ્ય વિભાગ અત્યારમાં આવ્યું છે. આગામી દશેરા પર્વને ધ્યાનમાં રાખીને ખોરાક શાખાની જુદી જુદી ત્રણ ટીમો દ્વારા શહેરમાં મીઠાઈ અને ફરસાણ ની દુકાનો માં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે દરમિયાન બુધવારે ફૂડ ઇન્સ્પેકટરોની જુદી-જુદી ત્રણ ટીમો દ્વારા શહેરના ચાર ઝોનમાં સમાવિષ્ટ 36 જેટલી દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું હતું.જે દુકાનોમાંથી નમુના એકત્ર કરી પૃથકકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા.જ્યારે સ્વચ્છતા જાળવવા સુચના પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે તહેવારો નજીક આવતા જ વડોદરા શહેરમાં ભેળસેડીયા તત્વો હોય છે.

અને તેઓના પાપે નગરજનોના આરોગ્યને જોખમ ઊભું કરતા હોય છે.વડોદરા મહાનગર પાલિકાની આરોગ્ય વિભાગના ખોરાક શાખા દ્વારા છેલ્લા એક સપ્તાહથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને તમામ દુકાનોમાંથી નમુના એકત્ર કરી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.જો રિપોર્ટમાં અખાદ્ય જતો હોવાનું પુરવાર થશે તો પાલિકા તંત્ર દ્વારા ભેળસેડીયા તત્વો સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે.

To Top