કેફી દ્રવ્યોના બાતમીદારો અને પોલીસ ફોર્સને પ્રોત્સાહિત કરવા નાર્કો રિવોર્ડ પોલિસી બનશે

રાજયમાં યુવા ધનને ડ્રગ્સથી બચાવવા માટે રાજયમાં ડ્રગ્સ માફિયાઓના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે હવેથી સરકાર દ્વારા કેફી દ્રવ્યો અંગે બાતમી આપનાર બાતમીદારો અને પોલીસ અધિકારી – કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા નાર્કો રીવોર્ડ પોલિસીનો અમલ બનશે, ડ્રગ્સ જપ્ત થાય ત્યારે તેની સામે પોલીસ અધિકારીઓને રિવોર્ડ આપવાની જાહેરાત કરાઈ છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યમાં કેફી અને નશાકારક દ્રવ્યોના વેપારને નાથવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. નશાબંધીને લગતા ગુન્હાઓને નેસ્તનાબૂદ કરવા એ રાજ્ય સરકારની પ્રાથમિક અગ્રિમતા છે.

રાજયનું યુવાધન માદક દ્રવ્યોના નશાની ચૂંગાલમાં ન ફસાય તે માટે આવી પ્રવૃતિઓને અટકાવવા માટે પોલીસ તરફથી થતા પ્રયત્નોમાં જોડાયેલા કર્મચારી/અધિકારીઓ તેમજ આ કેફી દ્રવ્યો અંગેની માહિતી આપનાર બાતમીદારના જોખમને ધ્યાને લેતાં તેઓને ઇનામ તરીકે આકર્ષક રકમ આપવામાં આવે તો તેઓનો ઉત્સાહ જળવાઈ રહે અને ખંતથી કામ કરે તેમજ આ પ્રવૃતિ નેસ્તનાબૂદ કરવાની સરકારની યોજના સફળ થઈ શકે.

તે આશયથી રાજ્યમાં સૌ પ્રથમવાર નાર્કો રિવોર્ડ પોલિસીનો અમલ કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. બાતમીદારો તેમજ રાજય પોલીસના કર્મચારીઓ, અધિકારીઓ માટે ખાસ ઇનામી યોજના બનાવવાની બાબત રાજ્ય સરકારની વિચારણા હેઠળ હતી.

ભારત સરકારના નાણા મંત્રાલયના તા:૧૦/૧૦/૨૦૧૭ તેમજ ગૃહ મંત્રાલયના તા:૨૫/૦૬/૨૦૨૦ના પત્રને ધ્યાને રાખીને કેફી દ્રવ્યોના ગુન્હાઓમાં બાતમીદાર તથા રાજય સેવકોને પ્રોત્સાહીત કરવા સારૂ ગુજરાત રાજયમાં રિવોર્ડ પોલિસી તૈયાર કરવામાં આવી છે.
કોઇ જગ્યાએ ડ્રગ્સ વેચાતું હોય તો તોની માહિતી આ રિવોર્ડ સંપૂર્ણપણે ઇનામ તરીકે ચૂકવાશે. અને સક્ષમ સત્તાતંત્ર આવા રીવોર્ડને મંજુર કરી શકશે.

Related Posts