SURAT

કાપોદ્રામાંથી ગેસ રિફિલિંગનું કૌભાંડ પકડાયું, બે દુકાનદારોની ધરપકડ

સુરત(Surat): શહેરના કાપોદ્રા (Kapodra) વિસ્તારમાંથી ગેરકાયદે ગેસ રિફિલિંગ (Illegal gas refilling) કરી આપવાનું કૌભાંડ (Scam) ઝડપાયું છે. ગેરકાયદે કામગીરી કરતા દુકાનદારને રૂપિયા 30 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.

  • કાપોદ્રામાં ગેરકાયદે ગેસ રિફીલિંગ કરતા બે દુકાનદારોની ધરપકડ
  • ઘરેલુ ગેસ સિલિન્ડરમાંથી અન્ય સિલિન્ડરમાં ગેસ રિફીલિંગ કરતા હતા
  • કાપોદ્રાના દીનદયાળનગર વસાહતમાંથી ઝડપી પાડ્યું ગેરકાયદે ગેસ રિફીલિંગ કૌભાંડ
  • ચામુંડા ઇલેક્ટ્રોનિક એન્ડ ગેસ સર્વિસ ની આડમાં ચાલતું હતું ગેરકાયદે ગેસ રિફીલિંગ
  • અલગ અલગ કંપનીના ગેસ રિફીલિંગ સિલિન્ડર, ખાલી સિલિન્ડર,ગેસ રિફીલિંગ મશીન સહિત 30 હજારથી વધુની મત્તાનો મુદ્દામાલ જપ્ત

શહેરમાં પરપ્રાંતિયો મોટી સંખ્યામાં વસવાટ કરે છે, તે ઉપરાંત શહેરમાં લારી કલ્ચર પણ ખૂબ મોટા પ્રમાણમાં ફેલાયેલું છે, ત્યારે ગેસની બોટલનો પરવાનો ન હોય તેવા લોકોને ગેરકાયદે નાની બોટલમાં ગેસ ભરી આપવામાં આવે છે. ખાનગી રાહે આ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી રહે છે.

કાપોદ્રામાં ગેરકાયદે ગેસ રી- ફિલિંગ કરવામાં આવતું હતું. ઘરેલુ ગેસ સિલિન્ડરમાંથી અન્ય સિલિન્ડરમાં ગેસ રી-ફિલિંગ કરાતું હતું. દીનદયાળનગર વસાહતમાં ચામુંડા ઇલેક્ટ્રોનિક એન્ડ ગેસ સર્વિસની આડમાં ગેરકાયદે ગેસ રી-ફિલિંગ ચાલતું હતું. જેથી ચામુંડા ગેસ સર્વિસ નામની દુકાનમાં પણ પોલીસે દરોડા પાડયા હતા અને દુકાનમાંથી ગેરકાયદે ગેસ રી-ફિલિંગ કૌભાંડ ઝડપી પાડ્યું હતું.

પોલીસે અલગ અલગ કંપનીના ગેસ રી-ફિલિંગ સિલિન્ડર, ખાલી સિલિન્ડર, ગેસ રી-ફિલિંગ મશીન સહિત 30 હજારથી વધુની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાંથી પ્રકાશ ખટિક અને ભેરુલાલ ખટિકની ધરપકડ કરવામાં આવી હતી. બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top