સુરતની આ ડાયમંડ કંપનીનું લાયન્સ રદ કરી દેવાયું, હવે નહીં કરી શકે આ કામ..

સુરત: ચાર મહિના અગાઉ સચીનમાં આવેલ સુરત સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનમાં (Sachin Special Economic Zone) આવેલી મીત કાછડિયાની માલિકીની ગણાતી યુનિવર્સલ ડાયમંડ (Universal Diamond) કંપની સામે સિન્થેટિક-સિવિડી ડાયમંડ ઈમ્પોર્ટ (CVD Diamond)કરી નેચરલ ડાયમંડ એક્સપોર્ટ (Export Scam) કરવાના કૌભાંડમાં સેઝના ડેવલપમેન્ટ કમિશનર દ્વારા યુનિવર્સલ ડાયમંડનું લાયસન્સ આખરે સસ્પેન્ડ કરી દીધું છે.

  • ફેબ્રુઆરી 2020મા કંપની શરૂ થઈ હતી અને સપ્ટેમ્બરમાં તેની પર અમદાવાદ કસ્ટમે આકસ્મિક દરોડા પાડ્યા હતા. સિન્થેટિક ડાયમંડની આડમાં નેચરલ ડાયમંડ વિદેશ મોકલી મોટી ગેરરીતિ આચરવામાં આવી હતી.

અત્યારે કસ્ટમ ડિપાર્ટમેન્ટ 20 બોક્સમાં મળેલા ડાયમંડનું વેલ્યુએશન કરાવી રહી છે. કારણકે આ બનાવમાં કસ્ટમ પછી બીજી એજન્સી ડીઆરઆઈ પણ જોડાઈ હતી આ કોભન્ડનો મુખ્ય આરોપી મીત કાછડિયા હજી ફરાર છે. સુરત સેશન્સ કોર્ટમાં તેની આગોતરા જામીન અરજી પણ નામંજૂર થઈ હતી. તપાસ અધિકારીઓ હવે આ હીરા કઈ પેઢીઓના હતા તેની તપાસમાં જોતરાઈ છે.

  • અધિકારીઓ ડાયમંડની ઓળખ કરી શકતા ન હોવાથી તેનો લાભ લેભાગુ કંપનીઓ ઉઠાવી કસ્ટમ ડ્યુટીની વ્યાપક ચોરી કરી બેન્કિંગ લાભો ઉઠાવે છે.

ફેબ્રુઆરી 2020મા કંપની શરૂ થઈ હતી અને સપ્ટેમ્બરમાં તેની પર અમદાવાદ કસ્ટમે આકસ્મિક દરોડા પાડ્યા હતા. અધિકારીઓને બાતમી મળી હતી કે સિન્થેટિક ડાયમંડની આડમાં નેચરલ ડાયમંડ વિદેશ મોકલી મોટી ગેરરીતિ આચરવામાં આવી હતી. કસ્ટમને 60 કરોડની કિંમતના બે કન્સાઇન્મેન્ટ યુનિવર્સલ ડાયમંડમાંથી મળી આવ્યા હતાં. જેમાં નેચરલ ડાયમંડ સાથે સીવીડી ડાયમંડની ભેળસેળ કરવામાં આવી હતી.

જોકે પ્રાથમિક તપાસમાં 90 ટકા હીરા નેચરલ ડાયમંડ હોવાનું જણાઈ આવ્યું હતું. તાપસ દરમ્યાન એજન્સીઓને જાણવા મળ્યું હતું કે, 25થી વધુ કન્સાઇન્મેન્ટ વિદેશ મોકલી આપવામાં આવ્યા હતા. સેઝ થકી એક્સપોર્ટને પ્રોત્સાહન આપવા માટેની નીતિ મુજબ રેન્ડમલી જ કન્સાઇન્મેન્ટની તપાસ કસ્ટમ વિભાગ કરે છે. જેમાં અધિકારીઓ ડાયમંડની ઓળખ કરી શકતા ન હોવાથી તેનો લાભ લેભાગુ કંપનીઓ ઉઠાવી કસ્ટમ ડ્યુટીની વ્યાપક ચોરી કરી બેન્કિંગ લાભો ઉઠાવે છે.

Related Posts