Entertainment

શાહરૂખ ખાનનો દીકરો આર્યન ડ્રગ્સના ધંધામાં સામેલ છે: NCB નો ધડાકો

બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના (Sharukh’s Son Aryan Khan Drug Case) ક્રુઝ પાર્ટી ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) એ આજે કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો છે. NCBએ આર્યન ખાનને જામીન આપવાનો વિરોધ કર્યો છે. NCBએ પોતાના જવાબમાં આર્યન ખાન પર સનસનીખેજ આક્ષેપ કર્યો છે. NCBએ કહ્યું કે આર્યન ખાન પાસે ભલે ડ્રગ્સ મળ્યું નહીં હોય પરંતુ આર્યન સહિત તમામ આરોપીઓ ડ્રગ્સના ધંધામાં સામલે છે. આર્યન ખાન તેનો ઉપયોગ કોન્ટ્રાબેન્ડની ખરીદી માટે કરવામાં આવ્યો હતો. વેપારી પાસેથી દવાઓ મળી છે. NCBએ કહ્યું કે વિદેશમાં થયેલા વ્યવહારોની તપાસ ચાલી રહી છે, તે માટે આર્યનને જામીન આપી શકાય નહીં.

ગઈ 2 ઓક્ટોબરના રોજ પકડાયેલા બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના ક્રુઝ પાર્ટી ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) એ આજે કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો છે. NCBએ આર્યન ખાનને જામીન આપવાનો વિરોધ કર્યો છે. NCBએ પોતાના જવાબમાં આર્યન ખાન પર આક્ષેપ કર્યો છે. NCBએ કહ્યું કે આર્યન ખાન પાસે ભલે ડ્રગ્સ મળ્યું નહીં હોય પરંતુ આર્યન સહિત તમામ આરોપીઓ ડ્રગ્સના ધંધામાં સામલે છે. આર્યન ખાન તેનો ઉપયોગ કોન્ટ્રાબેન્ડની ખરીદી માટે કરવામાં આવ્યો હતો. વેપારી પાસેથી દવાઓ મળી છે. NCBએ કહ્યું કે વિદેશમાં થયેલા વ્યવહારોની તપાસ ચાલી રહી છે, તે માટે આર્યનને જામીન આપી શકાય નહીં.

આર્યન ખાનના વકીલ સતીષ માનશિંદે

આજે આર્યન ખાનની જામીન અરજી પર મુંબઈની સેશન્સ કોર્ટમાં સુનાવણી થઈ છે. સલમાન ખાનને છોડાવનાર વકીલ અમિત દેસાઈ આર્યન ખાન તરફથી કોર્ટમાં દલીલ કરવા હાજર રહ્યાં છે. અમિત દેસાઈ સાથે સતીષ માનશિંદે પણ હાજર છે. શાહરૂખની મેનેજર પૂજા દદલાની સતત કોર્ટમાં હાજર રહી છે. આજે આર્યન ખાન અને મોડલ મુનમુન ધામેચાની જામીન અરજી પર NCB એ કોર્ટ સમક્ષ પોતાનો જવાબ રજૂ કર્યો છે.

શાહરૂખ ખાનની સેક્રેટરી પૂજા દદલાની.

NCB એ કહ્યું કે આર્યન પાસે ભલે ડ્રગ્સ મળ્યું નથી, પરંતુ તે પેડલરના સંપર્કમાં હતો. આ મોટું કાવતરું છે. તેની તપાસ થવી જરૂરી છે. આર્યન ખાન પર કોન્ટ્રાબેન્ડ ખરીદવાનો આરોપ NCB એ મુક્યો છે. આ કોન્ટ્રાબેન્ડ અરબાઝ મર્ચન્ટ પાસેથી જપ્ત કરવામાં આવી છે. વિદેશોમાં ડ્રગ્સના ખરીદવેચાણ અંગે NCB ની તપાસ ચાલી રહી છે.

NCB કહે છે કે, કેટલાક આરોપીઓ પાસેથી બહુ ઓછી પ્રતિબંધિત દવાઓ મળી આવી છે અથવા તેમાંથી કોઈની પાસેથી કોઈ રિકવરી કરવામાં આવી નથી, પરંતુ આ ષડયંત્રમાં આ લોકોની શું સંડોવણી છે તે તપાસનો આધાર છે. NCB નું કહેવું છે કે આર્યન ખાન ડ્ગ્સની ખરીદી અને વેચાણમાં ભૂમિકા ધરાવતો હોવાની આશંકા છે. પ્રાથમિક માહિતીમાં એવું જાણવા મળ્યું છે કે, અરબાઝ ખાન પાસેથી આર્યન ગેરકાયદેસર ડ્રગ્સ ખરીદતો હતો. બંને આરોપીઓ એકબીજા સાથે સંકળાયેલા છે. અત્યાર સુધી જે માહિતી મળી છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે આર્યન ખાન વિદેશમાં કેટલાંક લોકો સાથે સંપર્કમાં હતો. તેથી આર્યન ડ્રગ્સના ઈન્ટરનેશનલ રેકેટ સાથે સંકળાયેલો હોવાનું લાગી રહ્યું છે. આ મામલે હજુ તપાસ ચાલી રહી છે. આર્યનને ડ્રગ્સ સપ્લાય કરનાર શિવરાજ હરિજન સહિત બે આરોપીની ચરસ અને ગાંજા સાથે ધરપકડ કરવામાં આવી હોવાનું પણ એનસીબીએ કોર્ટને જણાવ્યું છે.

આજે આર્યન ખાન ઉપરાંત નુપૂર સારિકા, અરબાઝ મર્ચન્ટ, મુનમુન ધામેચા, શ્રેયસ નાયર, અવન સાહૂ, આચિત અને મોહક જસવાલની જામીન અરજી પર સુનાવણી થઈ છે.

Most Popular

To Top