સુરત: રાષ્ટીય ઓર્ગન ડોનેટ (National Organ Donate) નિમિત્તે આજે અંગદાન જાગૃતિ અભિયાન અંતર્ગત સુરત સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) એક રેલીનું આયોજન કરવામાં...
સુરત(Surat): હવે બીઆરટીએસમાં (BRTS) ગાડી ચલાવી છે તો ખૈર નથી. કમિ અજય તોમરે આવા લોકો સામે સખ્ત કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યા...
આફ્રિકના દેશો પશ્ચિમી ગુલામીમાંથી મુક્ત થયા તે પછી પશ્ચિમના દેશો રિમોટ કન્ટ્રોલ વડે તેના પર રાજ કરીને તેમની કુદરતી સંપત્તિની લૂંટ ચલાવી...
સુરત: સુરતની (Surat) વરાછા બેઠકના ધારાસભ્ય કુમાર કાનાણી સતત ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે આ વખતે ફરીવાર તેઓ ચર્ચામાં આવ્યાં છે. આ...
દરરોજ વર્તમાનપત્રોમાં એક બે મોટા અકસ્માતો અને નાના અકસ્માતો વિષે સમાચારો હોય જ છે. વિદેશોમાં આવા નાના મોટા અકસ્માતો ખૂબ જ ઓછા...
તા:30 જુલાઈ ‘ગુજરાતમિત્ર’ના અંતિમ પૃષ્ઠના અખબારી અહેવાલ મુજબ, એકતરફી પ્રેમમાં ધો.10નો વિદ્યાર્થી ધો.8ની વિદ્યાર્થિનીના ઘરે હથિયાર લઈને ધમકી આપવા પહોંચ્યો અને લગ્ન...
દર વરસે ચોમાસામાં હેરાન પરેશાન થવું પડે છે. એકની એક રામાયણ દર વર્ષે થાય છે. વહીવટી તંત્રને ખબર હોય છે છતાં કોઈ...
સુરત: શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણી નેટવર્કની ક્ષમતા વધારવાના કામો થઇ રહ્યા છે, જેના ભાગરૂપે અડાજણમાં જોગાણીનગર વારીગૃહને પાણી નેટવર્ક સાથે જોડતી...
એક દિવસ એક સંત પોતાની પત્ની સાથે પગપાળા એક ગામથી બીજે ગામ જતા હતા.બંને અપરિગ્રહ વ્રત પાળતાં હતાં.અપરિગ્રહ વ્રત એટલે કંઈ જ...
સુરત: ગુજરાત ભાજપમાં (GujaratBJP) ચાલી રહેલા આંતરિક જુથવાદમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ (CRPatil) સહિત મંત્રી મુકેશ પટેલ (MukeshPatel) અને ધારાસભ્ય સંદીપ...
હવામાનની વિપરીતતાનો સામનો આજકાલ સમગ્ર વિશ્વ કરી રહ્યું છે. અવિચારીપણે અને આડેધડ કરાતાં આવેલા વિકાસનાં વિપરીત પરિણામો પછાતમાં પછાતથી લઈને અતિ વિકસિત...
નવી દિલ્હી: ટ્વિટર (Twitter) ખરીદ્યું ત્યારથી એલોન મસ્ક (Elon Musk) તેમાં સતત ફેરફાર કરી રહ્યા છે. થોડાં દિવસ પહેલાં જ તેમણે માઈક્રો-બ્લોગિંગ...
આપણી નજર સામે પાકિસ્તાન બરબાદ થઈ ગયું હોવા છતાં આપણે પાકિસ્તાન પાસેથી કોઈ ધડો લેતા નથી. ઉલટું પાકિસ્તાનનો માર્ગ અપનાવ્યો છે. આપણી...
દુનિયામાં ચાલી રહેલી મંદી અને ખાસ કરીને ડામાડોળ થઈ રહેલી અમેરિકાની અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડે તેવી સંભાવના જોવાઈ રહી છે. મંદીને કારણે...
ડભોઇ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં 500 ઉપરાંત રેલવે સ્ટેશનને રી ડેવલોપમેન્ટ કરવા માટે છઠ્ઠી ડિસેમ્બરના રોજ વિડિયો કોન્ફરન્સ દ્વારા જાહેર કરવાના...
વડોદરા : હરિયાણાના મેવાત ખાતે ઇસ્લામી જેહાદી કટ્ટરવાદી અસામાજિક તત્વોએ યોજના બધ્ધ રીતે વ્રજ ધાર્મિક યાત્રા પર કાયરતા પૂર્ણ હુમલો કરી પોતાની...
વડોદરા : વાહન પાર્કિંગ કરવા જેવા સામાન્ય મુદ્દે ભાજપના કાર્યકર સચિન ઠક્કરની હત્યાાા ત્રણ આરોપીઓ પાર્થ પરીખ સાહિલ અજમેરી અને વિકાસ લુહાણાના...
અમદાવાદ: સશક્તિકરણ, મહિલા સુરક્ષાની પોકળ વાતો કરતું રાજ્યનું તંત્ર પરિસ્થિતિને નિયંત્રણમાં લેવામાં સંપૂર્ણપણે નિષ્ફળ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ...
વડોદરા : શહેરના ન્યૂ વીઆઇપી રોડ પર ખોડીયાર નગર ચાર રસ્તા પાસે ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબ નામની સાઈટનું બાંઘકામ બંધ કરી બિલ્ડર...
અલાહાબાદ: અલાહાબાદ હાઈકોર્ટે ગુરુવારે વારાણસીની જ્ઞાનવાપી (Gyanvapi) મોટો ચુકાદો આપ્યો હતો. અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ કમિટીની અરજીને ફગાવીને કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદના ASI સર્વેને...
ખેડા: ખેડા નજીક આવેલ વર્ષો પુરાણા શ્રી મનકામેશ્વર મહાદેવ મંદિરમાં રામનાથ બાપુ-આદેશની પ્રેરણાથી સૌ પ્રથમ વખત મહાદેવના ટ્રસ્ટી અને શિવભક્તોના સહયોગથી ખુબ...
નવી દિલ્હી: યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે (US State Department) બુધવારે એક નિવેદનમાં કહ્યું કે અમેરિકા (America) ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે વાતચીત...
નડિયાદ: નડિયાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સંજયભાઈ દેસાઈએ ખોટા ડોક્યુમેન્ટના આધારે ચકલાસી ગામની સીમમાં આવેલ કરોડો રૂપિયાની ખેતીલાયક જમીન પોતાના નામે કરી દીધી...
બોરસદ : બોરસદની ઝારોલા હાઈસ્કૂલ અવનવા પ્રયોગો માટે પ્રખ્યાત છે. હાલમાં શાળા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને શિક્ષક બનાવવાનો અનોખો પ્રયોગ કર્યો છે. જેમાં...
ખેડા: ખેડા તાલુકાના પિંગળજ ગામમાં છેલ્લાં ઘણાં વર્ષોથી તંત્ર દ્વારા માળખાકીય વિકાસના કામો કરવામાં આવ્યાં જ નથી. જેને પગલે ગામની હાલત નર્કાગાર...
સુરત: જહાંગીરપુરાનાં એક એપાર્ટમેન્ટ ના 9 મા માળે ગેલેરીમાં ફસાઈ ગયેલી મહિલાનું દિલધડક રેસ્ક્યુ (Rescue) કરી બહાર કાઢવામાં આવી હતી. રંગરાજ રેસીડેન્સીના...
સુરત: કામરેજ તાલુકાના એક મકાનના પાંચમા માળે આખલો (Bull) ચડી જતા લોકો આશ્ચર્યમાં પડી ગયા હતાં એટલું જ નહીં પણ તમામની નજર...
નવી દિલ્હી : સાઉથના મેગાસ્ટાર રજનીકાંતનો (Megastar Rajinikanth) જાદુ ફરી એકવાર ફેનમાં જોવા મળી રહ્યો છે. રજનીકાંતની આવનારી ફિલ્મ જેલરનું (Jailer) ટ્રેલર...
ઝોમેટો: ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની ઝોમેટો (Zomato)નું એક ટ્વીટ સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વીટમાં ઝોમેટોએ ભોપાલની...
સુરત : સુરતમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ (Department of Women and Child Development) તેમજ જિલ્લા વહિવટીતંત્રનાં સંયુક્ત ઉપક્રમે નારી વંદન ઉત્સવ...
બોરસદ નગરપાલિકા વોર્ડ નં. 1માં ભાજપનો ક્લીન સ્વીપ: સમગ્ર પેનલ વિજયી
દક્ષિણ ગુજરાતમાં ભાજપનો દબદબો યથાવત,ઉમરગામ અને ગણદેવીમાં જીતથી રાજકીય પકડ મજબૂત
રાજકોટ તાલુકા પંચાયતની આણંદપર બેઠક પર કોંગ્રેસનો 1300 મતોથી ભવ્ય વિજય
સાવલી નગરપાલિકા વોર્ડ નં. 1માં ભાજપની પેનલનો વિજય
આણંદ જિલ્લામાં મતગણતરીનો પ્રારંભ: કડક સુરક્ષા વચ્ચે ઇવીએમ ખોલાયા, સૌ પ્રથમ બેલેટ પેપરની ગણતરી શરૂ
વડોદરામાં અધિકારીઓની ઉપસ્થિતિમાં સ્ટ્રોંગ રૂમ ખોલી મત ગણતરીનો પ્રારંભ
પોલીટેકનિક કોલેજ ખાતે આજે મતગણતરી ઉમેદવારો અને એજન્ટોને મુખ્ય પ્રવેશદ્વાર પરથી પ્રવેશ અપાયો
34 જિલ્લા અને 260 તાલુકા પંચાયતના પરિણામો આજે કરશે રાજકીય દિશા નક્કી
IPLના ‘કિંગ’ વિરાટ કોહલીના 9,000 રન પૂર્ણ
સુરતમાં સૌરાષ્ટ્રવાસીઓના વોર્ડમાં કાંટે કી ટક્કર
સુરત મનપાના શાસનનો આજે જનાદેશ
આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થશે
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
‘કરો કે મરો’ જેવી સ્થિતિમાં ઈરાન, સ્ટોરેજ ફૂલ થતા દરિયામાં વહી રહ્યું છે તેલ
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સુરત: રાષ્ટીય ઓર્ગન ડોનેટ (National Organ Donate) નિમિત્તે આજે અંગદાન જાગૃતિ અભિયાન અંતર્ગત સુરત સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં સુરતની 8 નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ (Student) સહિત 900 જણાએ ભાગ લીધો હતો. નર્સિંગ કાઉન્સિલનાં સભ્ય ઇકબાલ કડીવાલા એ જણાવ્યું હતું કે 6 મહિનામાં આ 3જી સફળ રેલી છે. એટલું જ નહીં પણ 39મું અંગદાન કરાવવા માં સુરત સિવિલ હોસ્પિટલ સફળ થયું છે. આ રેલીનું મહત્વ લોકોમાં અંગદાન પ્રત્યે જાગૃતિ લાવવાનું છે.
ડો. ગણેશ ગોવેકર (સિવિલ સુપરિટેન્ડન્ટ) એ જણાવ્યું હતું કે રાષ્ટીય ઓર્ગન ડોનેશન નિમિત્તે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નર્સિંગ એસોસિએશનનો ખુબ જ મોટો સહકાર મળ્યો છે. આ રેલીનું મહત્વ એ છે કે લોકોમાં એક સંદેશો જાય અને ઓર્ગન ડોનેશન થાય, ઓર્ગન ડોનેશન બીજાને એક નવું જીવન આપી શકે છે અને એમાં આપણે આપણા પરિવાર ને જીવિત રાખી શકીએ છીએ.
ડો. પારુલ વડગામા (ટીબી વિભાગના વડા) એ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓના બ્રેઇન ડેથ દર્દીઓના પરિવારના સહયોગથી ઓર્ગન ડોનેશનને એક મોટી સફળતા મળી રહી છે. હોસ્પિટલના ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, આવા દર્દીઓના પરિવારને ઓર્ગન ડોનેશનનું મહત્વ સમજાવી ઓર્ગન ડોનેશન માટે તૈયાર કરતા હોય છે. એટલું જ નહીં પણ જે દર્દીના પરિવારને સમજ ન પાડતી હોય એવા પરિવાર ને કાઉનસિંગ ટિમ આવી ને સમજાવતી હોય છે. ઓર્ગન ડોનેશનથી અનેકની જિંદગી બચાવી શકાય છે. આ સંદેશા સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
ઇકબાલ કડીવાલા (નર્સિંગ કાઉન્સિલ)એ જણાવ્યું હતું કે ઓર્ગન ડોનેશન કરી ને 5-7 જણાને નવુ જીવન આપી શકાય એવું પૂણ્ય માત્ર અંગદાન કરનાર વ્યક્તિ અને એના પરિવાર ને જ મળી શકે છે. એટલે જ કહેવાય છે કે અંગદાન એ મહાદાન છે. છેલ્લા 6 મહિનામાં સિવિલ હોસ્પિટલમાં 39મુ અંગદાન થયા એટલે લગભગ 175-200 જણા ને નવું જીવન મળ્યું એમ કહી શકાય છે. આ મહાકાર્યમાં ઓર્ગન ડોનેશન કમિટીની સાથે આખી ટીમ અને સહકાર આપનાર વર્ગ-4 ના કર્મચારીઓ સહિત પોલીસ કર્મચારીઓનો પણ મોટો ફાળો રહ્યો છે. તેમણે કહ્યું સુરતીઓમાં અને અહીંયા રોજગારીની શોધમાં આવ્યા બાદ સ્થાયી થયેલા લોકોમાં હવે જાગૃતતા આવી રહી છે. આ રેલીમાં આજે નરસિંગ વિદ્યાર્થીઓ અને સ્ટાફને શપથ લેવડાવવા પાછળનો હેતુ પણ એ જ છે કે અમે લોકોને અંગદાન નું મહત્વ સમજાવીશું અને જાગૃત કરી અનેક લોકોને નવું જીવન આપવામાં મદદરૂપ થઈશું.
આ પ્રસંગે તબીબી અધિક્ષક ડો. ગણેશ ગોવેકાર, RMO ડો. કેતન નાયક, ટીબી વિભાગના વડા ડો. પારુલ વડગામા, નરસિંગ કાઉન્સિલ ઇકબાલ કડીવાળા, નરસિંગ કોલેજના આચાર્ય ડો. ઇન્દ્રવતી રાવ, કિરણ દોમડિયા, નરસિંગ સ્ટાફ અને 8 નરસિંગ કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં