Charotar

બોરસદ નગરપાલિકા વોર્ડ નં. 1માં ભાજપનો ક્લીન સ્વીપ: સમગ્ર પેનલ વિજયી

બોરસદ: બોરસદ નગરપાલિકાના વોર્ડ નં. 1ના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ શાનદાર પ્રદર્શન કરતાં સમગ્ર પેનલ સાથે વિજય મેળવ્યો છે. મતગણતરી પૂર્ણ થતાં જ ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
વોર્ડ નં. 1માં ભાજપના ઉમેદવારોને મતદારોનો મજબૂત સમર્થન મળ્યો હતો. જેમાં અમિત પટેલે 2464 મત મેળવી જીત નોંધાવી, જ્યારે પિયુષ પરમારે 2027 મત મેળવ્યા હતા. તે જ રીતે પૂર્વી પટેલે સૌથી વધુ 2606 મત સાથે ભવ્ય જીત મેળવી અને રેશમા પટેલે 2529 મત મેળવી વિજયી બની.
આ પરિણામથી સ્પષ્ટ થાય છે કે વોર્ડ નં. 1માં ભાજપની પેનલને મતદારોનો એકતરફી આશીર્વાદ મળ્યો છે. જીત બાદ ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી અને ઉજવણીનો માહોલ સર્જાયો હતો.
આ જીત સાથે બોરસદ નગરપાલિકામાં ભાજપે મજબૂત સ્થિતિ તરફ આગળ વધવાનો સંકેત આપ્યો છે.

Most Popular

To Top