SURAT

અંગદાન જાગૃતિ અભિયાન અંતર્ગત સુરત સિવિલ હોસ્પિટલમાં રેલીનું આયોજન

સુરત: રાષ્ટીય ઓર્ગન ડોનેટ (National Organ Donate) નિમિત્તે આજે અંગદાન જાગૃતિ અભિયાન અંતર્ગત સુરત સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં સુરતની 8 નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ (Student) સહિત 900 જણાએ ભાગ લીધો હતો. નર્સિંગ કાઉન્સિલનાં સભ્ય ઇકબાલ કડીવાલા એ જણાવ્યું હતું કે 6 મહિનામાં આ 3જી સફળ રેલી છે. એટલું જ નહીં પણ 39મું અંગદાન કરાવવા માં સુરત સિવિલ હોસ્પિટલ સફળ થયું છે. આ રેલીનું મહત્વ લોકોમાં અંગદાન પ્રત્યે જાગૃતિ લાવવાનું છે.

ડો. ગણેશ ગોવેકર (સિવિલ સુપરિટેન્ડન્ટ) એ જણાવ્યું હતું કે રાષ્ટીય ઓર્ગન ડોનેશન નિમિત્તે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નર્સિંગ એસોસિએશનનો ખુબ જ મોટો સહકાર મળ્યો છે. આ રેલીનું મહત્વ એ છે કે લોકોમાં એક સંદેશો જાય અને ઓર્ગન ડોનેશન થાય, ઓર્ગન ડોનેશન બીજાને એક નવું જીવન આપી શકે છે અને એમાં આપણે આપણા પરિવાર ને જીવિત રાખી શકીએ છીએ.

ડો. પારુલ વડગામા (ટીબી વિભાગના વડા) એ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓના બ્રેઇન ડેથ દર્દીઓના પરિવારના સહયોગથી ઓર્ગન ડોનેશનને એક મોટી સફળતા મળી રહી છે. હોસ્પિટલના ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, આવા દર્દીઓના પરિવારને ઓર્ગન ડોનેશનનું મહત્વ સમજાવી ઓર્ગન ડોનેશન માટે તૈયાર કરતા હોય છે. એટલું જ નહીં પણ જે દર્દીના પરિવારને સમજ ન પાડતી હોય એવા પરિવાર ને કાઉનસિંગ ટિમ આવી ને સમજાવતી હોય છે. ઓર્ગન ડોનેશનથી અનેકની જિંદગી બચાવી શકાય છે. આ સંદેશા સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

ઇકબાલ કડીવાલા (નર્સિંગ કાઉન્સિલ)એ જણાવ્યું હતું કે ઓર્ગન ડોનેશન કરી ને 5-7 જણાને નવુ જીવન આપી શકાય એવું પૂણ્ય માત્ર અંગદાન કરનાર વ્યક્તિ અને એના પરિવાર ને જ મળી શકે છે. એટલે જ કહેવાય છે કે અંગદાન એ મહાદાન છે. છેલ્લા 6 મહિનામાં સિવિલ હોસ્પિટલમાં 39મુ અંગદાન થયા એટલે લગભગ 175-200 જણા ને નવું જીવન મળ્યું એમ કહી શકાય છે. આ મહાકાર્યમાં ઓર્ગન ડોનેશન કમિટીની સાથે આખી ટીમ અને સહકાર આપનાર વર્ગ-4 ના કર્મચારીઓ સહિત પોલીસ કર્મચારીઓનો પણ મોટો ફાળો રહ્યો છે. તેમણે કહ્યું સુરતીઓમાં અને અહીંયા રોજગારીની શોધમાં આવ્યા બાદ સ્થાયી થયેલા લોકોમાં હવે જાગૃતતા આવી રહી છે. આ રેલીમાં આજે નરસિંગ વિદ્યાર્થીઓ અને સ્ટાફને શપથ લેવડાવવા પાછળનો હેતુ પણ એ જ છે કે અમે લોકોને અંગદાન નું મહત્વ સમજાવીશું અને જાગૃત કરી અનેક લોકોને નવું જીવન આપવામાં મદદરૂપ થઈશું.

આ પ્રસંગે તબીબી અધિક્ષક ડો. ગણેશ ગોવેકાર, RMO ડો. કેતન નાયક, ટીબી વિભાગના વડા ડો. પારુલ વડગામા, નરસિંગ કાઉન્સિલ ઇકબાલ કડીવાળા, નરસિંગ કોલેજના આચાર્ય ડો. ઇન્દ્રવતી રાવ, કિરણ દોમડિયા, નરસિંગ સ્ટાફ અને 8 નરસિંગ કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં

Most Popular

To Top