Entertainment

ફિલ્મ જેલરનું ટ્રેલર રિલીઝ, મેગાસ્ટાર રજનીકાંતની જબરદસ્ત એક્શન જોઈ લોકો થયા દિવાના

નવી દિલ્હી : સાઉથના મેગાસ્ટાર રજનીકાંતનો (Megastar Rajinikanth) જાદુ ફરી એકવાર ફેનમાં જોવા મળી રહ્યો છે. રજનીકાંતની આવનારી ફિલ્મ જેલરનું (Jailer) ટ્રેલર (Trailer) રિલીઝ થઈ ગયું છે. જેલરનું ટ્રેલરને રજનીકાંતના ફેન ખૂબ જ પસંદ કરી રહ્યા છે. રજનીકાંતની ફિલ્મ જેલરનું નામ અગાઉ થલાઈવર 169 (Thalaivar 169) હતું. પરંતુ બાદમાં નિર્માતાઓએ તે નામ બદલી નાખ્યુ હતું. આ નિર્ણય નિર્માતાઓએ રજનીકાંતને ટ્રિબ્યૂટ આપતાં લીધો હતો. કારણ કે આ તેમના કરિયરની 169મી ફિલ્મ હોઈ શકે છે. જો કે આ નિર્ણયમાં ફેરફાર શા માટે કરવામાં આવ્યો, તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી. મેગાસ્ટાર રજનીકાંત આ ફિલ્મમાં પોલીસની ભૂમિકામાં ભજવશે. ફિલ્મમાં રજનીકાંતની સાથે રામ્યા કૃષ્ણન (Ramya Krishnan) પણ છે.

ફિલ્મમાં રજનીકાંતના ધમાકેદાર ડાયલોગ્સ અને એક્શનથી ભરપૂર જેલરનું ટ્રેલર લોકોને પસંદ આવી રહ્યું છે. ફિલ્મમાં રજનીકાંત જેલર બની મુથુવેલ પાંડિયનની આસપાસ ફરે છે. જેની જેલમાંથી એક ખતરનાક ગેંગ તેમના લીડરને છોડાવવાનો પ્રયાસ કરી રહી હોય. પરંતુ મુથુવેલ એક કડક પોલીસ છે. અને તે પોતાના કામમાં ખૂબ જ પ્રમાણિક છે. જો કે તે તેના ઘરે એક શાંત વ્યક્તિની જેમ રહે છે. તેની પત્નીને તેના બીજા ખતરનાક સ્વરૂપ વિશે કોઈ ખ્યાલ નથી હોતો. તેઓ તેમના પુત્ર માટે એક નરમ હૃદયના પિતા હોય છે.

આ સાથે ફિલ્મમાં જેકી શ્રોફ એક વિલન તરીકે જોવા મળે છે. ફિલ્મમાં જેકી શ્રોફને રજનીકાંતના અસલી સ્વરૂપ વિશે બધી જાણકારી હોય છે. જેકી શ્રોફ કેવી રીતે આ માહિતીનો ફાયદો ઉઠાવે છે અને તેના પર દબાણ કરે છે અને મુથુવેલ એટલે કે રજનીકાંત તેને કેવી રીતે સબક શિખવાડે છે, તે જોવું રસપ્રદ કિસ્સો છે.

રજનીકાંતની આ ફિલ્મ10 ઓગસ્ટે રિલીઝ થશે. ફિલ્મ જેલરમાં રામ્યા કૃષ્ણએ રજનીકાંતની પત્નીની ભૂમિકા ભજવી છે. ફિલ્મમાં જેકી શ્રોફ, તમન્ના ભાટિયા, શિવ રાજકુમાર, સુનીલ, યોગી બાબુ જેવા એક્ટરો જોવા મળેશે. જોકે તમન્ના ભાટિયાનું કવાલા સોંગ પહેલાથી જ હિટ બની ગયું છે. ફિલ્મમાં વધારે મોહનલાલના કેમિયોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ હાલમાં માત્ર તમિલ ભાષામાં જ રિલીઝ થશે. આ ફિલ્મનુ નેલ્સને લખીન અને ડાયરેક્ટ કરી છે. જ્યારે સન પિક્ચર્સે પ્રોડ્યુસ કરી છે. ફિલ્મનું સંગીત અનિરુદ્ધ રવિચંદ્રએ આપ્યું છે, જે હાલમાં શાહરૂખ ખાનના જવાનના સંગીત માટે પ્રખ્યાત છે.

Most Popular

To Top