કોરોનાની સ્થિતિ કંટ્રોલમાં રહેતા નવસારીમાં ધો. 1 થી 5ના વર્ગો ઓફલાઈન શરૂ કરવા માંગ

નવસારી: (Navsari) નવસારીમાં ધોરણ ૧ થી ૫ ના વર્ગો ઓફલાઈન શરૂ કરવાની માંગ કરી શૈક્ષણિક જાગૃત વાલીમંડળે શિક્ષણમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા દોઢ વર્ષમાં બાળકોએ શિક્ષણમાં (Education) ખુબ ગુમાવ્યું છે. ખાસ કરીને ધોરણ એકમાં પ્રવેશપાત્ર બાળકો તો સ્કુલનું (School) પગથિયું પણ ચડ્યા નથી. આથી તેમને વધુ નુકસાન થાય એ પહેલા હવે ઓફલાઈન શિક્ષણ (Offline Education) શરૂ કરવું એ આ નાના બાળકોમાં હિતમાં છે.

મળતી માહિતી મુજબ, કોરોનાની સ્થિતિ ખુબ કંટ્રોલમાં છે. ખુબ વ્યાપક પ્રમાણમાં સરકાર દ્વારા અભિનંદનીય વેક્સિનેશન થયું છે. ઉપરાંત આરોગ્યના નિષ્ણાંતોના અભિપ્રાય પ્રમાણે હવે કોરોનાની નવી કોઈ લહેર આવવાની સંભાવના નહીવત છે. અને બાળકોમાં પણ કોરોનાનો કોઈ ખતરો નથી તેવું સ્પષ્ટ છે. ત્યારે હવે ધોરણ ૧ થી ૫ ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા એ બાળકો અને શિક્ષણના હિતમાં છે. ધોરણ ૧ થી ૫ ના બાળકોમાં ઉમરના પ્રમાણમાં ઓનલાઈન શિક્ષણ તેમના માટે ખુબ મુશ્કેલ બન્યું છે.

પરિણામે છેલ્લા દોઢ વર્ષમાં બાળકોએ શિક્ષણમાં ખુબ ગુમાવ્યું છે. ખાસ કરીને ધોરણ એકમાં પ્રવેશપાત્ર બાળકો તો સ્કુલનું પગથિયું પણ ચડ્યા નથી. આથી તેમને વધુ નુકસાન થાય એ પહેલા હવે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવું એ આ નાના બાળકોમાં હિતમાં છે. અનેક વાલીઓ પોતાના બાળકોને શાળામાં મોકલવા સાથે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા ઈચ્છી રહ્યા છે. ત્યારે ચોક્કસ ગાઈડલાઈન સાથે શાળાઓ પૂર્વવત શરૂ કરવા વાલીઓ અને વિદ્યાર્થીઓએ શાળાઓ શરૂ કરવા નિર્ણય લેવાની માંગ કરી છે.

Related Posts