Dakshin Gujarat

ડુંગરીમાં જમતા સમયે ઠપકો આપતાં પુત્રએ પિતાની હત્યા કરી

ભરૂચ: (Bharuch) વાલિયાના ડુંગરી ગામે જમવાના મુદ્દે સગા પુત્રએ પિતાને (Father) માથામાં લાકડાના સપાટા મારતાં નાજૂક હાલતમાં સુરત સિવિલ હોસ્પિટલે (Civil Hospital) સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત થતાં પોલીસે પુત્ર સામે હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

વાલિયાના ડુંગરી ગામના કણબીપીઠા ફળિયામાં રહેતાં બબીતાબેન અંબુભાઈ વસાવા ગત તા.૨૦ ઓગસ્ટે પતિ અંબુભાઇ અને પુત્ર ભાવેશ સાથે રાત્રે નવ કલાકે જમવા બેઠા હતા. એ વેળા પુત્રએ માતાને કેમ સારું જમવાનું બનાવ્યું નથી? તેમ કહી ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો. એ રકઝકમાં પિતા અંબુભાઈએ પુત્ર ભાવેશને કહ્યું કે, જે બનાવ્યું છે એ ચૂપચાપ જમી લે.

આ બાબતે પુત્ર ભાવેશે પિતાને કહ્યું કે, આજે તને મારી નાંખીશ એમ કહીને લાકડાના પાટિયા વડે અંબુભાઈના માથા અને હાથ પર હુમલો કરતાં તે ઢળી પડ્યો હતો. આ ઘટનાને લઈ લોહીથી લથબથ અંબુભાઈને પત્ની અને પુત્રીએ તાબડતોબ વાલિયાથી ભરૂચ અને સ્થિતિ નાજૂક હોવાથી સુરત સિવિલ હોસ્પિટલમાં રીફર કર્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વાલિયા પોલીસે હત્યારા પુત્ર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

‘તમારું કુરિયર રિટર્ન થયું છે’ કહી સેગવાછામાના ફાયર બ્રિગેડના માર્શલ સાથે ઠગાઈ
સાયણ: ઓલપાડના સેગવાછામા ગામના પ્રાથમિક શાળા ફળિયામાં રહેતા કિશનકુમાર અનિલભાઈ પટેલ (ઉં.વ.27) સુરત એસએમસીમાં ફાયર બ્રિગેડમાં માર્શલ તરીકે છેલ્લાં સાત વર્ષથી નોકરી કરે છે ગત તા.1/8/2023 ના રોજ કિશન ઘરે હાજર હતો. એ વખતે instagram આઈડીમાં marvans mobile પેઈજ ઉપરથી એક મોબાઈલનું કવર ખરીદવા માટે ઓનલાઇન ઓર્ડર આપ્યો હતો. તા.8/8/2023ના રોજ સવારે દસેક વાગ્યે બ્યુડાર્ટ નામના કુરિયરમાંથી કિશન ઉપર ફોન આવ્યો અને જણાવ્યું કે, તમારું કુરિયર રિટર્ન થયું છે. તમારે ફરીથી એપ્લાય થવું પડશે. જેના માટે લિંક ટેક્સ મેસેજમાં મોકલું છું. તેના પર ક્લિક કરશો એટલે તમારું કુરિયર તમને મળી જશે. થોડીવારમાં મોબાઈલ નં.62943 80473 ઉપરથી https://couvierservicehelp.86.wixsite.com/fast delivery લિંક આવતાં કિશને આ લિંક પર ક્લિક કરતાં કિશનનું ગૂગલ પે, ફોન પેના યુપીઆઈ આઈડી હેક થઈ ગયા હતા. અને બેંક ખાતામાંથી અલગ અલગ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ 63,996 કપાઈ ગયા હતા. આમ અજાણ્યા ઇસમ ખોટી લિંક દ્વારા કિશન સાથે છેતરપિંડી કરી ઓનલાઇન ફોડ કરતાં કિશને સાઈબર ક્રાઇમને ફરિયાદ કરી હતી. બાદ ઓલપાડ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top