10 ભારતીયોની ધરપકડ,‘ પીડિત’ બનીને વીસા મેળવવાનો પ્લાન ફેલ અમેરિકામાં ઇમિગ્રેશન લાભ મેળવવા માટે બનાવટી લૂંટનું ષડયંત્ર રચાયું હોવાના ચોંકાવનારા કેસમાં 10...
વૈચારિક મતભેદ વ્યક્તિ, વ્યક્તિએ હોઇ શકે. જેમાં પરિવાર સંસ્થા, રાજકારણ, સાહિત્ય કે અન્ય કોઇ પણ ક્ષેત્રે હોઈ શકે. પ્રત્યેક વ્યક્તિની માનસિકતા કે...
સિનેગોગ પર કાર ઘૂસાવી, શંકાસ્પદનો પર્દાફાશ ,કુટુંબના આઘાત પછી ભયાનક હંમલો મિશિગનના ડેટ્રોઇટ નજીક આવેલા વેસ્ટ બ્લૂમફિલ્ડ ટાઉનશિપમાં ગુરુવારે એક ચોંકાવનારી ઘટના...
USS Tripoli સાથે 2,500 મરીન્સની એન્ટ્રી, ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ હવે વધુ ખતરનાક વળાંક પર? મિડલ ઈસ્ટમાં ઈરાન-ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવ વચ્ચે અમેરિકા હવે...
• નારાયણ એવન્યુ કોમ્પ્લેક્સમાં ક્રૂર ઘટના, વિસ્તારમાં ચકચાર• પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં આવેશમાં આવી પતિએ પત્નીનો જીવ લીધોવડોદરા::વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાંથી એક ચોંકાવનારી...
પ્રયાગરાજના કુંભ મેળામાંથી વાયરલ થયેલી મોનાલિસાએ ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના મુસ્લિમ યુવક ફરમાન સાથે લગ્ન કર્યા બાદ હવે આ મામલો વધુ ચર્ચામાં...
ઈરાન-અમેરિકા-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની અવરજવર પર વિશ્વભરના દેશોની નજર છે. આ સંઘર્ષ દરમિયાન ઈરાને આ મહત્વપૂર્ણ દરિયાઈ...
મિડલ ઇસ્ટમાં વધતા તણાવ વચ્ચે ઈરાન સમર્થક મિલિશિયા જૂથો દ્વારા નાટો દેશોના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવાના અહેવાલો સામે આવ્યા છે. ઈરાકના ઈરબિલ...
ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ હવે માત્ર શસ્ત્રોની લડાઈ પૂરતો સીમિત રહ્યો નથી. હવે આ સંઘર્ષ સાયબર જગતમાં પણ પહોંચી...
મિડલ ઇસ્ટમાં ઈરાન-ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે વધતા તણાવની અસર હવે ગુજરાતના બજારો અને ઘરેલુ રસોડા સુધી પહોંચી ગઈ છે. યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે...
ઇરાની રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પેઝેશ્કિયાને ભૂતપૂર્વ સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીની હત્યા પછી પણ યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલનો સહેજ પણ ડર દર્શાવ્યો...
ભારતમાં ક્રિકેટપ્રેમીઓ માટે સૌથી લોકપ્રિય ટૂર્નામેન્ટ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026નો શેડ્યૂલ જાહેર થઈ ગયો છે. ટૂર્નામેન્ટની શરૂઆત 28 માર્ચ 2026થી થશે...
ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે વધતા તણાવ વચ્ચે હવે એક નવી ચિંતા ઊભી થઈ છે. એક ઈરાની સૈન્ય અધિકારીએ ચેતવણી આપી છે...
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરના અવસાન બાદ તેમના નામ અને વારસાનો દુરુપયોગ ન થાય તે માટે કપૂર પરિવારે મહત્વપૂર્ણ કાનૂની પગલું ભર્યું...
ઈઝરાયલ-ઈરાન સંઘર્ષને કારણે બળતણના વધતા ખર્ચ અને પુરવઠામાં વિક્ષેપ વચ્ચે દેશના ઘણા શહેરોમાં રેસ્ટોરાંઓએ ગ્રાહકોના બિલમાં કામચલાઉ LPG સરચાર્જ ઉમેરવાનું શરૂ કર્યું...
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ શુક્રવારે દેશભરમાં LPG, CNG અને PNG ની વર્તમાન ઉપલબ્ધતા અંગે એક અહેવાલ શેર...
મિડલ ઇસ્ટમાં વધતા તણાવ વચ્ચે ચીને ઈરાનને માનવકલ્યાણ સહાય આપવાનો નિર્ણય લીધો છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને જણાવ્યું કે ચીન...
આજે યુએસ, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષનો 14મો દિવસ છે. ગુરુવારે યુએસ એરફોર્સનું KC-135 સ્ટ્રેટોટેન્કર એરિયલ રિફ્યુઅલિંગ એરક્રાફ્ટ પશ્ચિમ ઇરાકમાં ક્રેશ થયું...
શુક્રવારે સુપ્રીમ કોર્ટે મહિલા કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રવ્યાપી માસિકધર્મ સમયે રજા નીતિની માંગ કરતી જાહેર હિતની અરજી (PIL) પર સુનાવણી કરવાનો...
ગુજરાતના ખેડૂતોને રાહત આપવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રવિ સીઝન માટે સિંચાઈનું પાણી કેનાલોમાંથી 30...
મિડલ ઇસ્ટમાં વધતા તણાવની અસર ભારતના શેરબજારમાં પણ સ્પષ્ટ જોવા મળી રહી છે. શુક્રવારના ટ્રેડિંગ સત્ર દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ભારે...
કરમસદ – આણંદ મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરાઇ આણંદ: કરમસદ- આણંદ મહાનગરપાલિકાના કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ મનપા વિસ્તારમાં એસ્ટેટ અને ટાઉન પ્લાનિંગ વિભાગ...
મિડલ ઇસ્ટમાં વધતા સંઘર્ષ વચ્ચે દુબઈના ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સેન્ટર નજીક ઈરાન દ્વારા કામિકાઝે ડ્રોન અને મિસાઈલ હુમલો કરવામાં આવ્યો હોવાનું અહેવાલો જણાવે...
આજે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષનો 14મો દિવસ છે. ઈરાનની રાજધાની તેહરાનમાં પેલેસ્ટાઇન સમર્થક અલ-કુદ્સ દિવસની રેલી નજીક વિસ્ફોટ થયો છે....
રમતા બાળક પર હુમલો, 4 વર્ષના માસૂમનો ગાલ ગંભીર રીતે ઘાયલ સુરત શહેરમાં રખડતા શ્વાનોની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બની રહી છે....
શહેરના વીજ કંપનીની ટીમોએ ધામા નાખ્યા,બાકી વીજ બિલોની વસૂલાત સ્થળ પર જ બિલ ભરવાની સુવિધા,આનાકાની કરનારાઓના કનેક્શન કાપી નંખાશે ( પ્રતિનિધિ )વડોદરા,તા.13...
ગાંધીનગર, તા.13 રાજ્ય અને દેશભરમાં સર્જાયેલી ગેસની ગંભીર અછતના મુદ્દે આજે ગુજરાત વિધાનસભા સંકુલમાં (પગથિયા પાસે ) કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પક્ષ દ્વારા...
ગાંધીનગર વિદેશમાં રહેલા ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોની સુરક્ષા અંગે ગંભીર ચિંતાનો વિષય છે. વિશ્વના કોઈપણ ખૂણે જો ભારતીય નાગરિકને હેરાન કરવામાં આવે...
સર્વર ડાઉન હોવાથી ઓનલાઈન બુકિંગમાં મુશ્કેલી સર્જાતા ‘ગેસ નહીં મળે’ તેવી અફવા ઉડી, એજન્સીએ સ્પષ્ટતા કરી કે બુકિંગ ચાલુ છે (પ્રતિનિધિ), વડોદરા....
અમદાવાદ : આજે સામાન્ય જનતાની સૌથી મોટી સમસ્યા મોંઘવારી બની ગઈ છે, છતાં સરકાર આ મુદ્દે અસરકારક પગલાં લેવામાં નિષ્ફળ રહી છે....
પીએમ મોદી જે કહે છે તે કરે છે, એટલે જ જનતાનો વિશ્વાસ અકબંધ છે’ – ભૂપેન્દ્ર પટેલ
ગાંધીનગરમાં GATE-2026 એક્સપોનો પ્રારંભ: ગુજરાત ટ્રેડ, ટેકનોલોજી અને કલ્ચરના સમન્વયથી વિકાસનું રોલ મોડલ બન્યું છે – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ગુજરાત ચૂંટણીમાં ભાજપ 720 બેઠક પર બિનહરીફ
બિલ્ડર તુષાર ઘેલાણી આત્મહત્યા કેસ, પૂનમ ભદોરિયાની હાઈકોર્ટમાં અરજી
અમદાવાદના બોપલમાંથી મેથએમ્ફેટામાઇન, ગાંજો અને કોકેઇન સાથે એક ઝડપાયો
આગામી તા.20, 21મીએ દ.ગુ.ના ડાંગ-તાપી જિલ્લામાં માવઠાની આગાહી
TCSની HR હેડ કે માત્ર BPO ટેલિકોલર? ફરાર નિદા ખાન મામલે કંપનીએ આપ્યો મોટો ખુલાસો, તપાસ વધુ તેજ
પૂર્વ મુખ્યમંત્રી Anandiben Patelની પૌત્રી સંસ્કૃતિ જયનાનો બોલીવૂડમાં ધમાકેદાર ડેબ્યૂ!
કતાર પહોંચતા જ હવામાં ‘સલામી’ આપતા જોવા મળ્યા પાકિસ્તાનના PM Shahbaz Sharif
Netflixના સહ-સ્થાપક Reed Hastingsએ આપ્યું રાજીનામું!
ચાલો યાદ કરીએ સુરતના ઇતિહાસને :ક્યાં ખોવાઈ અંગ્રેજો અને પોર્ટુગીઝોની કોઠી, યહૂદીઓનું કબ્રસ્તાન
યુપી કેબિનેટ અને ભાજપ સંગઠનમાં મોટા ફેરફારના સંકેત
રાજકારણમાં એન્ટ્રી બાદ વિજય પર ઉઠ્યા સવાલ
નાસિકમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસમાં કથિત લવજિહાદથી દેશભરમાં ખળભળાટ
આપ બડે અચ્છે હો
સીસીટીવી વડે ભારતીય સેના પર જાસૂસી: એક ભયાનક ષડયંત્ર
નારીશક્તિ-વંદન અધિનિયમ: રાજકીય સંકલ્પ કે ચૂંટણી વ્યૂહરચના?
સંસદમાં પ્રિયંકા ગાંધીનો ‘પાવર પ્લે’
સંસદમાં પરિસીમન બિલ પર 12 કલાકની મેરેથોન ચર્ચા! સરકારના દાવાઓ સામે વિપક્ષનો ભારે હંગામો
આ ચૂંટણી પછી લોકોને ખરેખર શું મળશે? પંચાયતી રાજ કે અધિકારીઓનું રાજ?
“દાઉદ ઇબ્રાહિમને ખોટી રીતે બતાવવામાં આવ્યો છે” Dhurandhar 2 અંગે Ram Gopal Varmaનું નિવેદન
“પોપે સમજવું પડશે કે આ વાસ્તવિક દુનિયા છે”ઈરાન મુદ્દે Donald Trumpનું Pope Leo XIVને નિવેદન
પાકિસ્તાન નોબલ પ્રાઈઝનો હકદાર?
સુરતની રાજનીતિમાં સિંધી સમાજનું સ્થાન
દેશમાં કયું તંત્ર ભ્રષ્ટાચાર મુક્ત છે?
સંસદમાં મહા-બહસ વચ્ચે મધરાતે લાગુ થયો મહિલા આરક્ષણ કાયદો 2023
પ્રસંગોમાં મહેમાનોની પડતી તકલીફ
લીવ-ઇન રિલેશનશિપ : પરંપરા સામે આધુનિકતા
અમેરિકાની ચેતવણી: જો ઈરાન સોદો નકારે છે તો યુદ્ધ ફરી શરૂ થશે, અમારી સેના તૈયાર છે
લવજેહાદના કેસમાં કાર્યવાહી ન કરવા પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ ચારણે રૂ.6 લાખની લાંચ માગી, વચેટિયો ઝડપાયો
10 ભારતીયોની ધરપકડ,‘ પીડિત’ બનીને વીસા મેળવવાનો પ્લાન ફેલ
અમેરિકામાં ઇમિગ્રેશન લાભ મેળવવા માટે બનાવટી લૂંટનું ષડયંત્ર રચાયું હોવાના ચોંકાવનારા કેસમાં 10 ભારતીયોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે કુલ 11 ભારતીય નાગરિકો સામે કેસ નોંધાયો છે. અમેરિકન ફેડરલ સત્તાધિકારીઓના જણાવ્યા મુજબ, આરોપીઓએ દુકાનો અને અન્ય વેપારી સ્થળોએ ખોટી સશસ્ત્ર લૂંટ ગોઠવી, જેથી સ્ટોર ક્લાર્ક્સ પોતાને હિંસક ગુનાના ભોગ બન્યા હોવાનું બતાવી U non-immigrant status, એટલે કે U Visa, માટે અરજી કરી શકે
મેસાચ્યુસેટ્સ જિલ્લા એટર્ની ઓફિસ મુજબ, તમામ આરોપીઓ સામે conspiracy to commit visa fraud નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં નામ જાહેર કરાયેલા આરોપીઓમાં જિતેન્દ્રકુમાર પટેલ, મહેશકુમાર પટેલ, સંજયકુમાર પટેલ, દીપિકાબેન પટેલ, રમેશભાઈ પટેલ, અમિતાબહેન પટેલ, રોનાકકુમાર પટેલ, સંગીતાબેન પટેલ, મિન્કેશ પટેલ, સોનલ પટેલ અને મિતુલ પટેલનો સમાવેશ થાય છે
આમાંથી છ આરોપીઓને મેસાચ્યુસેટ્સમાંથી પકડીને બોસ્ટનની ફેડરલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. બાદમાં પ્રાથમિક સુનાવણી પછી તેમને મુક્ત કરવામાં આવ્યા. બાકીના આરોપીઓને કેન્ટકી, મિઝૂરી અને ઓહાયો રાજ્યમાંથી ઝડપવામાં આવ્યા છે અને તેઓને આગળ જઈ બોસ્ટનની ફેડરલ કોર્ટમાં હાજર કરવામાં આવશે
FBIની તપાસ મુજબ, માર્ચ 2023થી આ બનાવટી લૂંટકાંડનું આયોજન શરૂ થયું હતું. અનેક convenience stores, liquor stores અને fast-food outlets પર આવી ખોટી લૂંટ ગોઠવાઈ હતી. ઓછામાં ઓછા છ બનાવો આ સમગ્ર સ્કીમનો ભાગ હોવાનું સત્તાધિકારીઓએ જણાવ્યું છે
પ્રોસિક્યુટર્સના જણાવ્યા પ્રમાણે, લૂંટ દરમિયાન એક વ્યક્તિ નકલી અથવા દેખાવમાં અસલી લાગે તેવી ગન સાથે સ્ટોરમાં ઘૂસી સ્ટાફને ધમકાવતો, કેશ કાઉન્ટરમાંથી રકમ લઈ ભાગી જતો અને આખી ઘટના CCTVમાં કેદ થતી. ત્યારબાદ સ્ટોરના કર્મચારીઓ અથવા માલિકો થોડો સમય રાહ જોઈ પોલીસને જાણ કરતા, જેથી ઘટના સાચી લાગે. તપાસ એજન્સીઓના દાવા મુજબ, કેટલાક ‘પીડિતો’એ આ નાટકમાં ભાગ લેવા માટે પૈસા પણ ચૂકવ્યા હતા
U Visa અમેરિકામાં તેવા વિદેશી નાગરિકો માટે છે, જેઓ ચોક્કસ પ્રકારના ગુનાના ભોગ બન્યા હોય અને તપાસમાં કાયદા અમલ એજન્સીઓને સહકાર આપ્યો હોય. જો આરોપ સાબિત થશે તો આરોપીઓને પાંચ વર્ષ સુધીની જેલ, ત્રણ વર્ષ સુધીની supervised release અને 2.5 લાખ ડોલર સુધીનો દંડ થઈ શકે છે. જોકે, કોર્ટમાં આરોપ સાબિત ન થાય ત્યાં સુધી તમામ આરોપીઓ કાયદાકીય રીતે નિર્દોષ માનવામાં આવે છે