Gujarat

અમદાવાદના બોપલમાંથી મેથએમ્ફેટામાઇન, ગાંજો અને કોકેઇન સાથે એક ઝડપાયો

અમદાવાદ: અમદાવાદના બોપલ વિસ્તારમાં સીઆઈડી ક્રાઈમની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ અમદાવાદ ઝોન દ્વારા દરોડા પાડી મોટી માત્રામાં ડ્રગ્સ, વિદેશી દારૂ અને અન્ય મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી માહિતી મુજબ રાજ્યની સીઆઈડી ક્રાઈમની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ દ્વારા 16 એપ્રિલના રોજ શહેરના બોપલમાં આવેલા આરોહી વિવીઆના ફ્લેટ ખાતે દરોડો પાડી આરોપી ધનરાજ ભનુભાઈ સોલંકી (ઉં.વ. 42), રહે, આરોહી વિવીઆના ફ્લેટ, બોપલ (મૂળ રાજકોટ) ધરપકડ કરી તેની પાસેથી 102.59 ગ્રામ મેથએમ્ફેટામાઇન, 46.64 ગ્રામ હાઇબ્રિડ ગાંજો અને 8.88 ગ્રામ કોકેઇન જપ્ત કર્યા હતા.

ઉપરાંત 6 વિદેશી દારૂની બોટલ અને 24 બીયરના ટીન સાથે પોલીસે કુલ અંદાજે રૂપિયા 18.01 લાખના મુદ્દામાલ જપ્ત કર્યા હતો. આ કેસમાં અન્ય કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓના નામ પણ સામે આવ્યા છે, જેમાં અદાણી શાંતિગ્રામ, અડાલજ તેમજ દિલ્હી સાથે સંકળાયેલા લોકોનો સમાવેશ થાય છે, પરંતુ તેઓને હજુ સુધી ઝડપી શકાયા નથી. આ કેસની આગળની તપાસ બોપલ પોલીસને સોંપવામાં આવી છે.

Most Popular

To Top