ગાંધીનગર છોટાઉદેપુર જિલ્લાના કવાંટ નગરના ખ્યાતનામ બાબા પીઠોરા લખારા અને પદ્મશ્રી પરેશ રાઠવાએ ફરી એકવાર રાષ્ટ્રીય ફલક પર ગુજરાતની આદિવાસી સંસ્કૃતિનું નામ...
ગાંધીનગર ગુજરાત રાજ્ય નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૬ અને ૨૦૨૭ માટે વિદેશી દારૂ અને બિયરના નવા દરોની જાહેરાત કરવામાં આવી...
ગાંધીનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ભવ્ય રોડ-શો યોજાયો...
અમદાવાદ અમદાવાદ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતગણતરીની તૈયારીઓ હવે આખરી તબક્કામાં પહોંચી ગઈ છે. 26 એપ્રિલે યોજાનાર મતદાન બાદ 28 એપ્રિલે...
ભાજપે બિનહરીફ જીતથી મજબૂત સ્થિતિમાં, હવે 26મી એપ્રિલે મતદાન પર સૌની નજર ગાંધીનગર : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો શિખરે...
ગાંધીનગર : કચ્છના જખૌ દરિયામાંથી ૩૮૪ કરોડનું હેરોઈન ઘુસાડવાના કેસમાં ભુજની સ્પેશિયલ એન.ડી.પી.એસ. કોર્ટે ૬ પાકિસ્તાની આરોપીઓને ૨૦ વર્ષની સખત કેદની સજા...
અમદાવાદ : ગુજરાતમાં ઉનાળાની ગરમી દિવસે ને દિવસે તીવ્ર બનતી જઈ રહી છે. હવામાન વિભાગના તાજા આંકડા મુજબ રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ...
ગાંધીનગર : ઉત્તર ગુજરાતના મહેસાણા-વિસનગર રોડ પર આવેલી મર્ચન્ટ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી અને મૂળ નવસારીની રહેવાસી યુવતીએ આત્મહત્યા કરી લેતા સમગ્ર...
વિપક્ષી પક્ષોએ ફરી એકવાર રાજ્યસભામાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગણી કરતો પ્રસ્તાવ રજૂ કર્યો છે. 73 સંસદસભ્યો (સાંસદો) એ...
આમ આદમી પાર્ટી (AAP) ના રાજ્યસભાના બે તૃતીયાંશથી વધુ સાંસદોએ શુક્રવારે પક્ષ બદલી નાખ્યો. તેમણે દાવો કર્યો હતો કે બંધારણની દસમી અનુસૂચિ...
ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂએ શુક્રવારે જાહેરાત કરી હતી કે તેમને પ્રોસ્ટેટ કેન્સર હોવાનું નિદાન થયું છે. તેમણે આ બીમારીની ખાનગી સારવાર કરાવી...
ઉમેદવારોની આખરી કોશિશ: પરંપરાગત અને મોડર્ન પ્રચારનો અનોખો સંગમ વડોદરામાં આગામી રવિવારે યોજાનાર મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાન પૂર્વે આજે પ્રચારનો અંતિમ દિવસ હોવાથી...
વાઘોડિયાના ધારાસભ્યની ખુલ્લી ચીમકી; કહ્યું- જો કોઈ પેનલ તોડીને જીતશે તો તેને પણ ઘર ભેગો કરી દઈશ, કંઈ પણ થાય મને ફોન...
પાણીગેટ અને દશરથ વિસ્તારમાં રેડ કરવામાં આવી, બે વોન્ટેડ, વિદેશી દારૂ સહિત રૂ.1.52 લાખનો મુદ્દામાલ કબજે વડોદરા તા 24વડોદરા શહેરના સ્થાનિક સ્વરાજની...
હરણી વિસ્તારમાં ઢોર પકડવાની કામગીરી દરમિયાન ગૌપાલકોએ પશુ છોડાવવા માટે ભારે હંગામો મચાવ્યો હતો. ઉપરાંત ઢોર પાર્ટીના કર્મચારીઓ સાથે મારામારી કરીને એક...
ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહન સંબંધિત તમામ કામગીરી બંધ : એપોઇન્ટમેન્ટ રીશેડ્યૂલ કરાશે ( પ્રતિનિધિ )વડોદરા,તા.24 પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી દ્વારા મહાનગર...
રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ ભાજપ મુખ્યાલય પહોંચ્યા અને ઔપચારિક રીતે પાર્ટીમાં જોડાયા. બાકીના ચાર સાંસદો હજુ સુધી હાજર થયા...
અમદાવાદ અમદાવાદ સ્થિત ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) ખાતે તાજેતરમાં વર્લ્ડ આઈપી ડે પૂર્વે “વુમન ઇન આઈપી” વિષયક વિશિષ્ટ સંવાદ કાર્યક્રમ AIPLA વુમન...
સુરતમાં પણ એક વોર્ડમાં એક જ મતદારના પાંચ-પાંચ વખત સમાવેશ કરવામાં આવ્યો છે આખા અમદાવાદ અને ગુજરાતમાં શહેર-જિલ્લામાં કેટલા ડુપ્લીકેટ મતદારો છે...
અમદાવાદ : ગુજરાતમાં કોગ્રેસ દ્વારા પંચાયતી રાજનો પાયો નાખયો હતો. આ પંચાયતી રાજના મોડલને સમગ્ર દેશે સ્વીકાર કર્યો હતો, પરંતુ કમનસીબે વર્તમાન...
આમ આદમી પાર્ટી (AAP) ને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. શુક્રવારે (24 એપ્રિલ) એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે...
ગાંધીનગર ગુજરાતમાં આવનાર 26 એપ્રિલ, 2026ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આવતીકાલે તા.24મી એપ્રિલના રોજ સાંજે...
પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણી વચ્ચે મતદાર યાદીને લઈને એક મોટો વિવાદ સામે આવ્યો છે. ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) નામની પ્રક્રિયા...
ગાંધીનગર બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે આયોજિત ‘વિકાસ સંકલ્પ સભા’માં ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસની દાયકાઓ જૂની નીતિઓ પર આકરા પ્રહાર કર્યા...
રાજ્ય ચૂંટણી પંચના સચિવને કાર્યવાહી કરવા માગણી અમદાવાદ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે 26 એપ્રિલના રોજ મતદાન યોજાનાર છે, ત્યારે ગુજરાત પોલીસ...
અમદાવાદ ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ૧૦૪માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ રેડ ક્રોસના શતાબ્દી ભવનની મુલાકાત લેતાં કહ્યું...
અમદાવાદ અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં રહેણાંક મકાનમાં ચાલતા નકલી ઘી બનાવવાના કૌભાંડનો શહેર મનપાના હેલ્થ વિભાગે પર્દાફાશ કરી ૪૦૦ કિલોગ્રામ કિંમત રૂ....
ગાંધીનગર,ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે અત્યંત ઉત્સાહભર્યા અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા અમલમાં મૂકાયેલી ‘ECINET’...
આમ આદમી પાર્ટી (AAP) માં મોટો બળવો ફાટી નીકળ્યો છે. રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ દાવો કર્યો છે કે AAP ના સાત સાંસદો...
સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતાં રાજકીય માહોલ દિવસેને દિવસે વધુ ગરમ બનતો જઈ રહ્યો છે. ખાસ કરીને વોર્ડ નં. 4માં બનેલી...
માતાની ખોટ પૂરી પરિવારની ‘મા’ બની: સુરતની દીકરીએ ત્યાગ અને સમર્પણથી લખી પ્રેરણાદાયી કહાની
દહેજ લોભી સાસરિયાઓએ બે જીવ લીધા
CSK vs LSG: શું ધોની આજે મેદાનમાં ઉતરશે? ચેન્નાઈના શ્વાસ અટક્યા, લખનઉ સામે આજે ‘કરો કે મરો’નો જંગ
લખનઉમાં સનસનાટી: ભાજપના યુવા નેતા પર ઘર પાસે જ તાબડતોડ ફાયરિંગ
આર્ટ ઓફ લિવિંગના 45 વર્ષ પૂર્ણ, પીએમ મોદીએ બેંગલુરુમાં નવા ધ્યાન મંદિરનું ઉદ્ઘાટન કર્યું
ઘરના નીચે લાવાની નદી, આકાશમાં ઝેરી ગેસનો ખતર
ગુજરાત ટાઇટન્સનો દબદબો યથાવત્, રાજસ્થાન રોયલ્સને 77 રને હરાવી ટોપ-2માં પહોંચી ટીમ
IPL 2026માં અવગણાયેલા સ્ટાર્સ! પૃથ્વી શૉ સહિત આ 5 ખેલાડીઓને આખી સિઝનમાં ન મળ્યો એક પણ મોકો
ઈઝરાયેલનું ‘સીક્રેટ મિશન’
બિંદી અને ગજરા સાથે થલપતિ વિજયના શપથગ્રહણ સમારંભમાં પહોંચી તૃષા કૃષ્ણન, લુક થયો વાયરલ
તમિલનાડુમાં ‘વિજય રાજ’નો શંખનાદ
ભાજપ સામે લડવા માટે એક થવાની અપીલ: મમતા બેનર્જીએ વિરોધ પક્ષોને ‘સંયુક્ત મંચ’ બનાવવા કહ્યું
તમિલનાડુમાં હવે વિજય સરકાર: થલપતિ વિજયે મુખ્યમંત્રી પદની શપથ લીધી
ડિપ્લોમાથી ડિગ્રી ફાર્મસીમાં પ્રવેશ માટે ડીડીસીઈટીની પરીક્ષા પૂર્ણ
સુરત એરપોર્ટ પરથી 8.60 કિલો હાઈડ્રોપોનિક ગાંજો ઝડપાયો
વડોદરામાં રફ્તારનો કહેર, નેશનલ હાઈવે 48 પર ઈકો કાર પલટી, બે લોકો ઈજાગ્રસ્ત
સુરત જેલમાં વકીલોને મળશે ખાસ એન્ટ્રી સુવિધા
પોલીસ સ્ટેશનમાં જપ્ત ટ્રકોમાંથી ૧.૫ કરોડની LPG ગેસની ચોરી
15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 100 સિક્સનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે
તમિલનાડુમાં આજે ‘વિજય સરકાર’નો પ્રારંભ, થલપતિ વિજય લેશે મુખ્યમંત્રી પદની શપથ, રાહુલ ગાંધી રહેશે હાજર
વડાપ્રધાનના રોડ-શોને લઈ પોલીસ કમિશનરનુ જાહેરનામું , હરણી ગદા સર્કલથી એરપોર્ટ સુધી નો-પાર્કિંગ
વિજય બનશે તમિલનાડુના નવા CM, સવારે 10 કલાકે લેશે શપથ
દિલ્હી BJP કાર્યાલય પર આતંકવાદી હુમલાનું એલર્ટ, સુરક્ષા વધારી, તપાસ એજન્સીઓ સતર્ક
ઓનલાઈન શોપિંગમાં યુવક સાથે છેતરપિંડી, પ્રિન્ટરના બદલે પાર્સલમાંથી નીકળ્યા બલ્બ અને લખોટીઓ
સરદાર પટેલ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશનના ચેરમેન તરીકે ડો. જયેન મહેતાની વરણી
કપડવંજની નર્મદા નહેરમાં સામુહિક આપઘાત:એક જ પરિવારના 4 સભ્યોના મોત
ડીપફેક વીડિયો દ્વારા ઠગાઇ કરતી ગેંગના ત્રણ ઝડપાયા
સુરેન્દ્રનગરમાં આગઝરતી 44 ડિગ્રી ગરમી
સરેરાશ રોજ ૨૮ ખેડૂતો અને મજૂરો જીવ ગુમાવી રહ્યા છે – લગભગ દર કલાકે એક ખેડૂત કે ખેત મજૂર આત્મહત્યા કરી રહ્યો છે- કોગ્રેસ
પ્રાકૃતિક કૃષિના વિસ્તરણમાં કાર્બન ક્રેડિટ બનશે ‘ગેમ ચેન્જર’ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત લોકભવન ખાતે પ્રાકૃતિક ખેતી અંગે રાજ્યકક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ
ગાંધીનગર
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ નગરના ખ્યાતનામ બાબા પીઠોરા લખારા અને પદ્મશ્રી પરેશ રાઠવાએ ફરી એકવાર રાષ્ટ્રીય ફલક પર ગુજરાતની આદિવાસી સંસ્કૃતિનું નામ રોશન કર્યું છે. દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત ખાસ ‘રેસીડેન્સી કલા વર્કશોપ’માં તેમની ઉત્કૃષ્ટ કલા-સાધના બદલ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.
રાષ્ટ્રપતિ ભવન ખાતે ગત તા. ૧૪ થી ૨૩ એપ્રિલ દરમિયાન એક વિશેષ ‘રેસીડેન્સી કલા વર્કશોપ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રતિષ્ઠિત વર્કશોપમાં ગુજરાત સહિત મધ્યપ્રદેશ, ઝારખંડ, લદાખ અને તેલંગાણા જેવા વિવિધ રાજ્યોના કુલ ૧૩ પ્રતિભાસંપન્ન કલાકારોની પસંદગી કરવામાં આવી હતી. આ તમામ કલાકારોએ ૧૦ દિવસ સુધી રાષ્ટ્રપતિ ભવનમાં રહીને પોતાની આગવી પરંપરા અને સંસ્કૃતિને ચિત્રકલાના માધ્યમથી કંડારી હતી.
પીઠોરા સંસ્કૃતિની ભવ્યતા
ગુજરાતમાંથી પસંદગી પામેલા બે કલાકારોમાં પદ્મશ્રી પરેશ રાઠવાનો સમાવેશ થયો હતો. તેમણે આ વર્કશોપ દરમિયાન પીઠોરા આદિવાસી સંસ્કૃતિની ભવ્યતા અને સમૃદ્ધિ દર્શાવતું સુંદર ચિત્ર તૈયાર કર્યું હતું. આ કૃતિની રાષ્ટ્રપતિ ભવનના નિષ્ણાતો અને કલાપ્રેમીઓ દ્વારા ભારે પ્રશંસા કરવામાં આવી હતી.
રાષ્ટ્રપતિના હસ્તે સન્માન
વર્કશોપના સમાપન બાદ આયોજિત ભવ્ય સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પદ્મશ્રી પરેશ રાઠવાનું સ્મૃતિ ચિન્હ આપી સન્માન કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી કૃતિઓનું પ્રદર્શન નિહાળ્યું હતું અને આદિવાસી લોકકલાના જતન માટે કલાકારોના સમર્પણને બિરદાવ્યું હતું.
ગુજરાત અને આદિવાસી સંસ્કૃતિ માટે ગૌરવની ક્ષણ
પરેશ રાઠવાની આ સિદ્ધિથી છોટાઉદેપુર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતના કલા જગતમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. આ આયોજન દ્વારા ગુજરાતની પરંપરાગત પીઠોરા કલાને રાષ્ટ્રીય સ્તરે એક નવી ઊંચાઈ અને ઓળખ મળી છે, જે આદિવાસી સમાજ અને તેની કલાના ઉજ્જવળ ભવિષ્યના સંકેત આપે છે.