છેલ્લા કેટલાક વર્ષથી વિશ્વના અર્થતંત્રમાં ક્રિપ્ટોકરન્સી એ નવો ઉદભવેલો શબ્દ અને નવો ખયાલ છે. વિશ્વના મોટા ભાગના લોકો આ ક્રિપ્ટોકરન્સી વિશે અજાણ...
શહેરની સચિન પોલીસની હદમાં કપ્લેથા ચેકપોસ્ટ પર સોમવારે સાંજે વાહનોના ચેકિંગ દરમિયાન ૩ કરોડ જેટલી રકમ લઈને આવી રહેલી એટીએમ વાનમાંથી 5490...
સુરત અને તાપી જિલ્લાના વાહન માલિકોને ભાટિયા, કામરેજ અને માંડળ ટોલકનાકે ટોલટેક્સમાંથી મુક્તિ અપાવવા માટે નાકર લડત સમિતિએ આજે સુરત અને તાપી...
ભારતમાં સ્વતંત્રતા બાદ દર વર્ષે છપાતા બજેટ દસ્તાવેજમાં પણ કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. આ વર્ષે કોરોનાનો ચેપ લાગવાના ડરથી 2021-22ના બજેટના...
સુરત માટે મહત્વકાંક્ષી એવા મેટ્રો રેલ પ્રોજેકટના પ્રથમ રૂટ સરથાણાથી ડ્રીમ સીટી પૈકી કાદરશાની નાળથી ડ્રીમ સિટીના 11.6.કિ.મી.ના એલિવેટેડ રૂટના પ્રથમ પેકેઝ...
વિશ્વના સૌથી વૃદ્ધ ઑરૅંગ્ઊટૅન ઇંજીનું મૃત્યુ 61 વર્ષની વયે ઓરેગોન ઝૂ ખાતે થયું છે, જ્યાં તે આ સપ્તાહના અંતે અડધી સદીથી રહેતા...
ચીને સોમવારે કહ્યું હતું કે ડબ્લ્યુએચઓના નિષ્ણાતોનું એક જૂથ ગુરુવારે કોરોનાવાયરસ રોગચાળાની ઉત્પત્તિની લાંબા સમયથી અપેક્ષિત તપાસ માટે દેશમાં પહોંચશે, આ સાથે...
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સોમનાથ ભારતીની ગયા અઠવાડિયે વાંધાજનક ટિપ્પણી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમની પર સોમવારે રાયબરેલીમાં શાહી ફેંકાઇ...
કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાઈક અને તેમની પત્નીને સોમવારે અકસ્મા નડ્યો હતો. શ્રીપદ નાઇક માર્ગ અકસ્માતમાં ઘાયલ થયા છે જ્યારે તેમની પત્ની વિજય...
ગાંધીનગર: (Gandhinagar) કોરોનાવાયરસના પગલે બંધ પડેલું શૈક્ષણિક કાર્ય સોમવારથી રાજ્યમાં શરૂ થયું છે. જેમાં ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓને સ્વાગત ગુલાબ કે ફૂલથી...
નવી દિલ્હી (New Delhi): દેશમાં ગત અઠવાડિયે ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની SII દ્વારા વિકસિત કોવિશિલ્ડ અને ભારત બાયોટેક દ્રારા વિકસિત કોવેક્સિનને કેન્દ્રની મંજૂરી મળી ગઇ...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં છેલ્લા ઘણા દિવસો દરમિયાન જુદા જુદા જિલ્લાઓમાં પક્ષીઓનાં મરણની ઘટનાઓ નોંધાઈ છે. જૂનાગઢ જિલ્લાના બાટવા ગામે ૫૩ જેટલાં જુદાં...
સુરત: (Surat) સુરત શહેરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી તાપમાનમાં (Temperature) વધારો નોંધાતા આજે પણ ગરમીનો અનુભવ શહેરીજનોએ કર્યો હતો. ઉતરાણ બાદ ધીમે ધીમે...
મુંબઇ (Mumbai): રામ ગોપાલ વર્મા (Ram Gopal Varma), જે હંમેશા જ કોઇને કોઇ વિવાદનો ભાગ રહી ચૂક્યા છે. આજે ફરી તેમને લઇને...
આજે બોક્સ ઓફિસ (BOX office) પર સફળ થયેલી ફિલ્મ ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈકને બે વર્ષ પૂરા થયા છે. આ ફિલ્મે અભિનેતા વિકી...
બ્રિટિશરોએ વિશ્વ વિખ્યાત ‘સોને કી ચિડિયા’ તરીકે ભારત દેશને એ હદે લૂટી લીધું હતું કે તેનું સૌથી મોટું ઉદાહરણ જહાજ એસ.એસ. ગેયસોપ્પા...
કેન્દ્ર સરકારે 12 માર્ચ, 2020 ના રોજ રાજ્યસભામાં આ માહિતી આપી હતી કે તેમને કર્ણાટકના માંડ્યા જિલ્લામાં લિથિયમ (LITHIUM) નો સ્ત્રોત મળ્યો...
સાપુતારા: (Saputara) કોરોનાની મહામારીમાં ગત માર્ચ મહિનાથી ઠપ્પ થયેલી ગુજરાત રાજ્યની શાળાઓ સરકારની ગાઈડલાઈન અંતર્ગત આજથી ડાંગ જિલ્લાની પણ શાળાઓમાં વર્ગોનો પ્રારંભ...
ભોપાલ (Bhoapl): દેશમાં આટલી જાગૃતતા, કડક પોલીસ વ્યવસ્થા અને નિર્ભયા જેવા કેસમાં કડક સજાઓ પછી પણ રેપ અને બળાત્કારના (Rape Cases in...
નવી દિલ્હી (New Delhi): 16 જાન્યુઆરીથી દેશમાં રસીકરણ (Corona Vaccination) પ્રક્રિયા શરૂ થવાની છે. આ રસીકરણ કાર્યક્રમ પહેલા આજે મોદીએ બધા રાજ્યોના...
સુરત: (Surat) સુરત જિલ્લાના બારડોલી (Bardoli) મઢી સહિતના વિસ્તારમાં ગત અઠવાડિયે કાગડાઓ ટપોટપ મરવાની ઘટના બાદ આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. ગઈકાલે...
શહેરા: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નાડા ગામે રહેતો પ્રવિણ ગોવિંદભાઈ બારીઆ ગઈ કાલે સાંજના સમયે તેના કુંટુંબી સુરેશ સરદારભાઈ બારીઆ અને અશ્વિન...
ભારતીય ક્રિકેટર (INDIAN CRICKETER) વિરાટ કોહલીના ટ્વીટ બાદ સમગ્ર દેશમાં શુભેચ્છાનો દોર ચાલ્યો હતો. જો કે થોડા જ સમય બાદ વધુ એક...
સુરત: (Surat) દેશમાં માર્ચ મહિનામાં શરૂ થયેલી કોરોના મહામારીના 9 મહિના બાદ રાજ્યભરમાં આનંદ અને ઉત્સાહ સાથે ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ શાળામાં...
ભારતમાં બર્ડ ફ્લૂ(BIRDFLU)નો ફેલાવો ધીરે ધીરે વધી રહ્યો છે. બર્ડ ફ્લૂ એવિયન ઈન્ફલ્યુએન્ઝા વાયરસ (એચ 5 એન 1) દ્વારા થાય છે. તે...
કોરોના (CORONA) હોય કે કોઈ મોટી કુદરતી આફત હોય, સુરત શહેરે અત્યાર સુધી તમામ આફતોનો અડગતાથી સામનો કરીને એક ઉત્તમ ઉદાહરણ પુરું...
WOSHINGTON : કોરોના વાયરસ સામે લડવા માટે બનાવવામાં આવેલી રસી કેન્સર જેવા જીવલેણ રોગો સામે રક્ષણ આપી શકે છે. એક સંશોધનથી બહાર...
નવી દિલ્હી (New Delhi): દેશમાં 16મી જાન્યુઆરીથી કોરોના રસીકરણ કાર્યક્રમ (Vaccination Drive in India) શરૂ થવાનો છે. અમેરિકા (US) અને લંડનમાં (UK)...
નવી દિલ્હી (New Delhi): દેશમાં હવે બર્ડ ફ્લૂનું (Bird Flu) સંકટ તોળાઇ રહ્યુ છે. દિવસે દિવસે દેશના વિવિધ રાજ્યોમાં વધુ ને વધુ...
સુરત: (Surat) રાજ્ય સરકાર સંચાલિત સિવિલ અને સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના (Smimer Hospital) તબીબો પ્રધાનમંત્રી જનઔષધિ દવાઓ નહીં લખતાં હોવાની...
અમે પોતે પસાર નથી થઈ શકતા તો બીજાઓ માટે હોર્મુઝમાંથી પસાર થવું અશક્ય- ઇરાનની ટ્રમ્પને ધમકી
હાર્ટ એટેક પહેલા એલર્ટ આપશે AI, 24×7 હેલ્થ મોનિટરિંગ, ચેન્નાઈના ડોક્ટરોની નવી પહેલ
ભાજપનું મોટું પગલું: પૂર્વ રેલ મંત્રી દિનેશ ત્રિવેદી બાંગ્લાદેશમાં ભારતના નવા હાઇ કમિશનર બનશે
સ્માર્ટફોન કંપનીઓના વિરોધ બાદ આધાર એપ પ્રી-ઇન્સ્ટોલ યોજના રદ, આધાર એપ ફરજિયાત કરવાનો પ્લાન સરકારે પાછો ખેંચ્યો
લલિતા ટાવર પાસે બાળક ઉઠાવવાનો પ્રયાસ નિષ્ફળ; જાગૃત નાગરિકોએ શંકાસ્પદને ઝડપી મેથીપાક ચખાડ્યો
ભારત અને રશિયા નજીક આવ્યા: સૈનિકો, જહાજો અને એરબેઝ શેર કરવાની નવી વ્યવસ્થા
ગોરવા સ્થિત આનંદ હોસ્પિટલમાં એસીમાં શોર્ટ સર્કિટથી આગ, 6 દર્દીઓનું રેસ્ક્યુ
ફતેહગંજના ‘વિસ્ટા રેસિડેન્શિયલ’ પ્રોજેક્ટ પર ગુજ-રેરાની કડક કાર્યવાહી, રજિસ્ટ્રેશન રદ
CBSEની તમામ સ્કૂલોમાં કોમ્પોઝિટ સ્કિલ લેબ ફરજિયાત
કાનપુરમાં દિલ દહોળી દેતી ઘટના
વડોદરા બનશે ‘ક્રિએટિવ સિટી ઓફ ડિઝાઈન’, વર્લ્ડ હેરિટેજ ડે નિમિત્તે ‘DACH વડોદરા’ પ્લેટફોર્મનો ભવ્ય પ્રારંભ
સુરત LCBનું ગુપ્ત ઓપરેશન સફળ
સોનુ ₹48,000 સસ્તુ, ચાંદી હાઇ લેવલથી ₹1.81 લાખ નીચે: જાણો 24 કેરેટ સોનાનો તાજો ભાવ
ઉધના રેલવે સ્ટેશન પર ભીડ બેકાબૂ
અમેરિકા સાથે યુદ્ધ વિરામ પૂર્ણ થવાના આરે: ઈરાનનું નિવેદન“હજુ અનેક મુદ્દાઓ બાકી”
ગોવાની સાધ્વી સતીષ સૈલ બની Miss India 2026
અજિત અગરકર 2027 સુધી રહેશે ચીફ સિલેક્ટર?
“મોદીજી એ ભાષણમાં કોંગ્રેસનું નામ 59 વખત લીધું,
આજે અક્ષય તૃતીયા
‘ધુરંધર-2’માં સુસાઇડ બોમ્બરનું પાત્ર ભજવનાર કલાકાર ગુજરાતી?
કોલકાતા ડેપ્યુટી કમિશ્નર શાંતનુ સિંહા બિસ્વાસના ઘરે EDની રેડ
ડાન્સ પ્લસમાં રાઘવ જુયાલને કિસ કરતી વખતે અસહજ લાગી હતી: શક્તિ મોહનનો ખુલાસો,“આ બધું સ્ક્રિપ્ટેડ હતું”
‘હોર્મુઝ બંધ છે, પાછા વળી જાઓ’
આજ થી શરૂ થશે ચારધામ યાત્રા
‘ધુરંધર’ પછી બદલાઈ ગઈ ગૌરવ ગેરાની ઓળખ!
Sunrisers Hyderabad ની રોમાંચક જીત
ફતેપુરા સાંઈદીપ પ્લાસ્ટિક એન્ડ ડિસ્પોઝલ નામની દુકાનમાં ભીષણ આગ,બે વ્યક્તિઓનું રેસ્ક્યુ
ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો – ઓપરેટિવ બેંકની સિસ્ટમ હેક કરીને 7.34 કરોડ ઉપાડી લેવાના કૌભાંડનો પર્દાફાશ, 4 આરોપીઓ ઝડપાયા
ગુજરાત ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ ને મળી મોટી સફળતા : આંતરરાજ્ય સાયબર ફ્રોડ ગેંગના ૬ સાગરીતો ઝડપાયા, ₹૨૧૦ કરોડના કૌભાંડનો પર્દાફાશ
સૌરાષ્ટ્રમાં હર્ષ સંઘવીનો હુંકાર – ‘ગુજરાતની પ્રજા અને ભાજપ દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર, અસ્મિતાને ઠેસ પહોંચાડનારાઓને જનતા સબક શીખવશે’
છેલ્લા કેટલાક વર્ષથી વિશ્વના અર્થતંત્રમાં ક્રિપ્ટોકરન્સી એ નવો ઉદભવેલો શબ્દ અને નવો ખયાલ છે. વિશ્વના મોટા ભાગના લોકો આ ક્રિપ્ટોકરન્સી વિશે અજાણ છે છતાં ડીજીટલ ચલણ કહેવાતા આ ચલણે વૈશ્વિક અર્થતંત્રમાં પોતાની નોંધપાત્ર હાજરી તો પુરાવી જ છે. વિશ્વભરના આ ક્રિપ્ટોકરન્સી માર્કેટનું કુલ મૂલ્ય પ્રથમ વખત શુક્રવારે વધીને ૧ ટ્રિલિયન ડૉલર પર પહોંચી ગયું છે. બિટકોઇનના ભાવમાં આવેલા મોટા ઉછાળાને કારણે આ શક્ય બન્યું છે.

ગત માર્ચ મહિનામાં બિટકોઇનની કિંમત ૩૮પ૦ ડોલર હતી તેમાં ૯૦૦ ટકાનો ઉછાળો નોંધાયો છે અને વિશ્વની આ અગ્રણી ક્રિપ્ટોકરન્સીનો ભાવ વધીને અત્યાર સુધીમાં પ્રથમ વખત ૪૦૦૦૦ ડૉલરને પાર ગયો છે.
બિટકોઇનનો ભાવ આટલો વધવાનું કારણ એ માનવામાં આવે છે કે કોરોનાવાયરસના રોગચાળાને પગલે વિશ્વના અનેક દેશોમાં લૉકડાઉન જેવા સખત નિયંત્રણોના પગલાઓ પછી કથળેલા અર્થતંત્રોને ટેકા માટે વિવિધ દેશોએ જાહેર કરેલા પ્રોત્સાહક પગલાંઓને કારણે ફુગાવો સર્જાવાના ભય વચ્ચે રોકાણકારોએ ક્રિપ્ટોકરન્સીમાં મોટા પાયે રોકાણ કર્યુ઼ છે.
બિટકોઇન વિક્રમી ઉંચાઇએ પહોંચ્યા બાદ વિશ્વના કુલ ક્રિપ્ટોકરન્સી બજારનું મૂલ્ય પ્રથમ વખત વધીને એક ખર્વ ડોલરની પાર ગયું છે. જેપી મોર્ગને એક નોંધમાં જણાવ્યું હતું કે બિટકોઇનનું મૂલ્ય ૧૪૬૦૦૦ ડોલરને પણ વટાવી શકે છે. અમેરિકી ડોલર નબળો પડવાને કારણે વધતા ફુગાવા વચ્ચે રોકાણકારો ક્રિપ્ટોકરન્સી તરફ વળ્યા હોવાનું મનાય છે.
ક્રિપ્ટોકરન્સી બજારમાં ઉછાળાનું એક કારણ એ પણ માનવામાં આવે છે કે રોકાણકારો વધતા જતા પ્રમાણમાં માને છે કે બિટકોઇન એક લાંબા ગાળા સુધી ટકી રહી શકે તેવી મિલ્કત છે તેથી તેઓ વધુ પ્રમાણમાં બિટકોઇનમાં રોકાણ કરી રહ્યા છે. કેટલાક વિશ્લેષકોએ કહ્યું હતું કે બિટકોઇન પરપોટો પુરવાર થશે તે વાત હવે રોકાણકારો માનતા હોય તેવું લાગતું નથી અને તેથી તેમાં રોકાણનું પ્રમાણ વધ્યું છે.
આપણે અગાઉ જોયું તેમ વિશ્વના મોટા ભાગના લોકોને આ ક્રિપ્ટોકરન્સી સાથે કોઇ નિસ્બત નથી તથા અનેક દેશોની સરકારોએ આ ક્રિપ્ટોકરન્સીને સત્તાવાર માન્યતા પણ આપી નથી, પરંતુ આમ છતાં તેના સોદાઓ અનેક દેશોમાં થઇ રહ્યા છે.
ક્રિપ્ટોકરન્સીમાં જુદા જુદા અનેક પ્રકારના ચલણો છે પરંતુ તેમાં બિટકોઇન અગ્રેસર છે અને કદાચ સૌથી વધુ જાણતું નામ છે. આ બિટકોઇનનો ભાવ ૪૦૦૦૦ ડૉલરની સપાટી વટાવી ગયા પછી ભારતીય ક્રિપ્ટો એક્સચેન્જોએ પોતાને ત્યાંના શંકાસ્પદ એકાઉન્ટો થિજાવી દીધા છે.
ભારતમાં ક્રિપ્ટોકરન્સી વેપાર માટે કોઇ કેવાયસીના નિયમો નથી અથવા એક્સચેન્જ નિયંત્રણો પણ નથી આથી એક્સચેન્જોએ પોત પોતાની રીતે નિયમો ઘડી કાઢ્યા છે. આવા સંજોગોમાં એક્સચેન્જો પોતાની રીતે પગલાં લે છે. બિટકોઇનનો ભાવ ૪૦૦૦૦ ડોલરની સપાટી વટાવી ગયા બાદ સ્મોલ કેપ, લો ટ્રેડિંગ વોલ્યુમ્સ ક્રિપ્ટો કોઇન્સમાં પમ્પ એન્ડ ડમ્પની પ્રવૃત્તિ દેખાયા બાદ એક ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જે ચાર એકાઉન્ટો સસ્પેન્ડ કરી દીધાં હતાં.
ભારતમાં મોટું ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ ગણાતા કોઇનડીસીએક્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેણે ચાર ખાતાઓ થિજાવી દીધા હતા જે ખાતાઓનો ઉપયોગ નાની ક્રિપ્ટોઝની કિંમતો કૃત્રિમ રીતે વધારવામાં માટે કરવામાં આવતો હતો.
નાના રોકાણકારોને વધતી કિંમતો બતાવીને રોકાણ માટે લલચાવવાના પ્રયાસમાં આવું કરવામાં આવતું હતું. ભારતમાં ક્રિપ્ટોકરન્સીને હજી સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી નથી છતાં તેના સોદાઓ થઇ જ રહ્યા છે. એક્સચેન્જોએ શંકાસ્પદ ખાતાઓ થિજાવી દીધા તે તો સારી જ વાત છે પરંતુ ક્રિપ્ટોકરન્સીના ખેલાડીઓ દેશના અર્થતંત્રને કોઇ હાનિ ન પહોંચાડે તે બાબતે સરકારે સતત સાવધ રહેવું જોઇએ.