Entertainment

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના 32 યુનિયનોના કોઇપણ કલાકર રામ ગોપાલ વર્મા સાથે કામ નહીં કરે, જાણો કારણ

મુંબઇ (Mumbai): રામ ગોપાલ વર્મા (Ram Gopal Varma), જે હંમેશા જ કોઇને કોઇ વિવાદનો ભાગ રહી ચૂક્યા છે. આજે ફરી તેમને લઇને એક મોટા સમાચાર આવ્યા છે. એક મીટિંગમાં ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ (Federation of Western India Cine Employees- FWICE) એ નિર્ણય લીધો છે કે ફેડરેશન આ ફેડરેશન સાથે જોડાયેલા 32 યુનિયનમાંથી કોઈપણ સભ્ય, નિર્માતા અને દિગ્દર્શક રામ ગોપાલ વર્મા સાથે કામ નહીં કરે. તેમણે સ્પષ્ટતા કરી છે કે આ 32 યુનિયનના કોઇપણ કલાકારો કે ટેકનિશિયન રામ ગોપાલ વર્મા સાથે દેશના કોઇપણ હિસ્સામાં કામ નહીં કરે.

ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝે પ્રખ્યાત દિગ્દર્શક માર ગોપાલ વર્મા પર આરોપ કર્યો છે કે તેમણે તેમની સાથે કામ કરી ચૂકેલા કલાકારો અને ટેકનિશિયનોને કુલ 1.25 કરોડ રૂપિયા ચૂકવ્યા નથી. ફેડરેશનના પ્રમુખ બી.એન. તિવારી, જનરલ સેક્રેટરી અશોક દુબે અને ટ્રેઝરર ગંગેશ્વરલાલ શ્રીવાસ્તવ (સંજુ ભાઈ) ના કહેવા પ્રમાણે, ‘આ મામલે અમે તેમને પહેલેથી જ કાનૂની નોટિસ મોકલી દીધી છે. પરંતુ રામ ગોપાલ વર્માએ ન તો ટેકનિશિયન અથવા કામદારોના બાકી નાણાં ચૂકવ્યાં કે ન અમારા પત્રનો સચોટ જવાબ આપ્યો છે.’.

17 સપ્ટેમ્બર 2020 ના રોજ FWICE એ રામ ગોપાલ વર્માને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે રામ ગોપાલ વર્માને એક યાદી આપી હતી. જેમાં તેમની સાથે કામ કરી ચૂકેલા એ લોકોના નામ હતા જેમને રામ ગોપાલ વર્માએ રૂપિયા ચૂકવ્યા નહોતા.આ પત્રમાં કલાકારો, ટેકનિશિયનોની સંપૂર્ણ સૂચિ અને બાકી રકમની વિગતો આપવામાં આવી હતી. એફડબ્લ્યુઆઈસીએ રામ ગોપાલ વર્માને આ વિશે બીજી ઘણી વાર પત્રો લખ્યા હતા પરંતુ તેમણે પત્ર લેવાનો ઇનકાર કર્યો હતો.

બી.એન. તિવારીના કહેવા પ્રમાણે, ‘અમને ખબર પડી કે કોરોના કાળમાં પણ રામ ગોપાલ વર્મા તેમના એક પ્રોજેક્ટ માટે શૂટિંગ કરી રહ્યા છે, જેના પર અમે 10 સપ્ટેમ્બર 2020 ના રોજ ગોવાના મુખ્યમંત્રીને એક પત્ર પણ લખ્યો હતો. અમે ઇચ્છીએ છીએ કે રામ ગોપાલ વર્મા ગરીબ ટેકનિશિયન, કલાકારો અને કામદારોના બાકી નાણાં ચૂકવે, પરંતુ રામ ગોપાલ વર્માએ આ દિશામાં કોઈ પગલું ભર્યું નહીં, ત્યારબાદ મજબૂરીમાં તેમની સાથે કામ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ઇમ્પા (Indian Motion Pictures Producers’ Association- IMPPA) અને ગિલ્ડ (The Film & Television Producers Guild of India Ltd.) અને તમામ મોટા યુનિયનોને આ વિશે જાણ કરવામાં આવી છે.’.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top