National

મધ્યપ્રદેશમાં હેવાનોએ પહેલા ગેંગરેપ કર્યો અને પછી પ્રાઇવેટ પાર્ટમાં લોખંડનો સળિયો નાખી દીધો

ભોપાલ (Bhoapl): દેશમાં આટલી જાગૃતતા, કડક પોલીસ વ્યવસ્થા અને નિર્ભયા જેવા કેસમાં કડક સજાઓ પછી પણ રેપ અને બળાત્કારના (Rape Cases in India) કેસ ઘટવાને બદલે વધતા જ જઇ રહ્યા છે. આના પાછળનું મૂળ કારણ જાણવું અને સમજવું બહુ જરૂરી બની ગયુ છે. વધુ ચિંતાજનક વાત એ છે કે આ હવસખોરો પીડિતાને પીંખી નાંખે છે. અને તેમની સાથે અત્યંત જાનવર જેવું કહી શકાય એવું બર્બરતાભર્યુ વર્તન કરે છે. હાથરસ (Hathras Gang Rape Case), બદાયુ (Badaun) પછી હવે મધ્યપ્રદેશમાંથી (Madhya Pradesh) એક આવો જ કિસ્સો સામને આવ્યો છે.

એક વિધવા મહિલા સાથે 3 શખ્સોએ ગેંગરેપ કર્યો અને પછી તેના પ્રાઈવેટ પાર્ટમાં 4 ફૂટ લાંબો લોખંડનો સળિયો નાખી દીધો. મહિલાની હાલત નાજુક હોવાની વાત કહેવામાં આવી રહી છે અને તેની સારવાર એક હોસ્પિટલમાં ચાલી રહી છે. આ ઘટના અમિલિયા પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા વિસ્તારની છે, અહીં મહિલા પોતાની એક નાનકડી દુકાન ચલાવે છે.

અહીં 3 બદમાશો એક નાનકડી દુકાન પર પાન-ગુટખા ખરીદવાના બહાને ગયા અને પછી મહિલા સાથે ગેંગરેપ કર્યો, હવસખોરોએ આટલું ઓછું હોય તેમ દુષ્કર્મ આચર્યા બાદ મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં 4 ફૂટ લાંબો લોખંડનો સળિયો નાંખી દીધો હતો. મહિલાની હાલત ગંભીર હોવાના કારણે સીધી જિલ્લા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ રીવા સંજય હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં પ્રશાસનની દેખરેખમાં સારવાર કરવામાં આવી રહી છે. મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં નાખેલા લોખંડના સળિયાને ડોક્ટરોએ કાઢી દીધો હતો.

એક રિપોર્ટ અનુસાર આ ઘટના અમિલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિવારે રાતે લગભગ 10 વાગ્યાની છે. જ્યાં તે પોતાના બે બાળકો અને બહેન સાથે રહે છે. તેના પતિનું મોત 4 વર્ષ પહેલા થઈ ચૂક્યું છે. ત્યારબાદ પીડિતા ચા અને પાન-ગુટખાની નાનકડી દુકાન ચલાવીને પોતાનું ગુજરાન ચલાવી રહી છે. શનિવારે ગામના જ લલ્લુ કોલ નામના યુવકે પીડિતાને અવાજ લગાવીને પાણી ન હોવાની વાત કહીને પાણી માંગ્યું અને ત્યારબાદ લલ્લુ કોલની સાથે ભાઈલાલ પટેલ અને એક અન્ય યુવક ઝુંપડીમાં ભરાઈ ગયો. ત્રણેયે આ મહિલા સાથે ગેંગરેપ કર્યો. ત્યારબાદ પીડિત મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં સળિયો નાખી દીધો.

હૈદરાબાદ ગેંગરેપ ઘટના

હૈદરાબાદમાં એક યુવાન ડૉક્ટરનું રેપ (Hyderabad Rape Case) કર્યા બાદ તેને જીવતી સળગાવી દેવાઇ હતી. દેશમાં મહિલાઓ સામે આવા હિંસાત્મક કૃત્યો વધી રહ્યા છે. જેના માટે સરકાર અને સમાજ બધાએ સજાગ થવાની જરૂર છે. ચોકક્સપણે આવા ગુનાઓ માટે મહિલાઓને દોષ આપવાની ભણેલા-ગણેલા અભણ લોકોની માનસિકતા પહેલા બદલાય એ જરૂરી છે. જણાવી દઇએ કે બદાયુ કેસની તપાસમાં NCW (National Commission for Women) ની ટીમમાં સામેલ એક મહિલા અધિકારીએ એવુ નિવેદન આપ્યુ હતુ કે જો તે મહિલા ઘટનાના દિવસે મંદિર ન ગઇ હોત તો આવું ન થયુ હોત. મહિલા સુરક્ષા સમિતિની ભણેલી ગણેલી અધિકારીની આવી માનસિકતા જ આવા કિસ્સાઓનું મૂળ કારણ હોવાનું જણાઇ રહ્યુ છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top