National

73 વર્ષમાં પ્રથમ વખત નહીં છપાય બજેટ દસ્તાવેજ, સાંસદોને મળશે સોફ્ટ કોપી

ભારતમાં સ્વતંત્રતા બાદ દર વર્ષે છપાતા બજેટ દસ્તાવેજમાં પણ કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. આ વર્ષે કોરોનાનો ચેપ લાગવાના ડરથી 2021-22ના બજેટના દસ્તાવેજો છાપવામાં આવી રહ્યા નથી. સરકારને આ માટે લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના અધ્યક્ષની મંજૂરી મળી ગઈ છે. સંસદના તમામ સભ્યોને આ વખતે બજેટ દસ્તાવેજોની સોફ્ટ કોપી આપવામાં આવશે. જેના કારણે આ વખતે બજેટના દિવસે સંસદની બહાર ટ્રકો જોવા નહીં મળે. દર વર્ષે નાણાં મંત્રાલયના પ્રિન્ટિંગ પ્રેસમાં કેન્દ્રીય બજેટનું છાપકામ કરવામાં આવે છે. નાણાં મંત્રાલયે કહ્યું કે, બજેટના દસ્તાવેજો છાપવા માટે 100થી વધુ લોકોએ બે અઠવાડિયા સુધી એક જગ્યાએ રોકાવું પડે છે. કોરોના મહામારીના કારણે સરકાર આટલા લોકોને બે અઠવાડીયા સુધી એક જગ્યાએ રાખી શકતી નથી.

લોકસભાના અધ્યક્ષ અને ડેપ્યુટી સ્પીકરે સાંસદોને સોફ્ટ કોપી અંગે સમજાવવા ઘણા પ્રયત્નો કરવા પડ્યા હતા. બજેટ દસ્તાવેજો અંગે બે વિકલ્પો રાખવામા આવ્યા હતા. એક દરેક સાંસદોને સોફ્ટ કોપી આપવી જોઈએ કે કોઈ નહીં. આ ઉપરાંત જે સાંસદો ટેક્નોલોજી સાથે સંલગ્ન નથી તેમના માટે મર્યાદિત સંખ્યામાં નકલો છાપવી શક્ય નથી. તેમજ જો છાપવામાં આવે તો પણ તેને લાવવા-લઈ જવામાં કોરોના ચેપનું જોખમ રહેલું છે. સ્વતંત્ર ભારતમાં સૌપ્રથમ 26 નવેમ્બર 1947ના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દરવર્ષે બજેટના દસ્તાવેજો છાપવામાં આવે છે. નાણાં મંત્રાલય દરવર્ષે બજેટ દસ્તાવેજોની છાપવાની પ્રક્રિયાની શરૂઆતમાં હલવા વિધિ કરે છે. સંસદમાં બજેટ રજૂ થયાના એક પખવાડિયા પહેલા નોર્થ બ્લોકના બેસમેન્ટમાં આ સમારોહ યોજવામાં આવે છે. હવે સવાલ એ છે કે, બજેટ છાપવામાં નહીં આવે ત્યારે આ હલવા વિધિ થશે કે નહીં ?

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top