Home Articles posted by Online Desk6
કોરોનાના કપરા કાળમાં કોરોના વેક્સિનના સારા અહેવાલો આવી રહ્યા હોવાથી ભારતીય સહિત વૈશ્વિક શેરબજારોમાં ફુલગુલાબી તેજી જોવા મળી રહી છે. ભારતીય શેરબજાર નવી ઉંચાઇ હાંસલ કરતી જોવા મળી રહી છે. આજે પણ શેરબજારમાં સતત બીજા દિવસે ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો હતો અને બેન્‍ક, ઓટો તથા મેટલ શેરોની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં સેન્‍સેક્‍સ 44500 પોઇન્‍ટની […]
હવે દેશમાં લેન્ડલાઇન પરથી મોબાઇલ નંબર પર કૉલ કરવા માટે પહેલાં શૂન્ય લગાવવું પડશે. ટેલિકૉમ ડિપાર્ટમેન્ટે આ નવી સિસ્ટમ અમલી કરવા માટે 1 જાન્યુઆરી સુધીમાં જરૂરી વ્યવસ્થા કરવા ટેલિકૉમ કંપનીઓને કહ્યું છે.આવા કૉલ્સ કરવા માટે ઝીરો પ્રિફિસ્ક ઉમેરવા માટે ટેલિકૉમ નિયામક ટ્રાઇની ભલામણને વિભાગે સ્વીકારી લીધી છે. આનાથી ટેલિકૉમ સેવાઓ માટે પૂરતી નંબરિંગ સ્પેસ સર્જાશે. […]
ક્રિકેટની સર્વોચ્ચ સંચાલન સંસ્થા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી)એ મંગળવારે દશકના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર એવોર્ડસ માટે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને સ્પિનર રવિચંદ્રન અશ્વિનના નામ નોમિનેટ કર્યા છે. દશકના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર્સ માટે આઇસીસીએ નોમિનેટ કરવામાં આવેલા કુલ સાત ખેલાડીઓના નામની યાદી આઇસીસીએ બહાર પાડી હતી અને તેમાં કોહલી અને અશ્વિન ઉપરાંત ઇંગ્લેન્ડનો જો રૂટ,
ઝારખંડ ક્રિકેટ એસોસિએશન (જેએસસીએ)ના માજી ઉપાધ્યક્ષ દેવલ સહાયનું મંગળવારે વહેલી સવારે અહીંની એક હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમનું પુરૂ નામ દેવવ્રત સહાય હતું અને રાંચી ક્રિકેટના આ ભીષ્મ પિતામહ રમત જગતમાં દેવલ દા ઉર્ફે દેવલ સહાયના નામથી જાણીતા હતા. તેમણે રાંચીમાં ક્રિકેટનો એવો જોરદાર માહોલ તૈયાર કર્યો કે તેમની ગાઇડલાઇન હેઠલ ઘણાં ક્રિકેટર્સે દેશ અને […]
મહાન બેટ્સમેન સચિન તેંદુલકરનું કહેવું છે કે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથની બિન પરંપરાગત ટેકનીકને ધ્યાને લેતા ભારતીય બોલરોએ તેને સ્ટમ્પ લાઇનથી બહાર બોલિંગ કરવાની વ્યુહરચના અપનાવવી જોઇએ. તેણે ભારતીય બોલરોને સલાહ આપી હતી કે ઓસ્ટ્રેલિયા સામેની આગામી સીરિઝ દરમિયાન આ બેટ્સમેનને ભારતીય બોલરોએ પાંચમા સ્ટમ્પની લાઇન પર બોલિંગ કરવી જોઇએ. બોલ ટેમ્પરિંગ પ્રકરણથી એક વર્ષ […]
ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝ શરૂ થવા પહેલા ભારતીય ટીમને એક નહીં પણ બે મોટા ફટકા પડ્યા છે. અહેવાલો અનુસાર ભારતીય ટીમનો સ્ટાર ઓપનર રોહિત શર્મા અને ઝડપી બોલર ઇશાંત શર્મા પહેલી બે ટેસ્ટમાંથી આઉટ થઇ ગયા છે અને હાલની સ્થિતિને ધ્યાને લેતા એવું કહેવામાં આવે છે કે આ બંને ખેલાડીઓ સીરિઝની બાકીની બંને ટેસ્ટમાં પણ […]
તમિલનાડુના ધરમપુરી જિલ્લાના એક ગામમાં એક હાથી પંચાવન ફૂટ ઉંડા કૂવામાં પડી ગયો હતો જેને કલાકો સુધી ચાલેલી બચાવ કામગીરીના અંતે સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે એક ખેડૂતને તેના ખેતર નજીકના કૂવામાંથી હાથીની બૂમોનો અવાજ આવતો હતો. તેણે અન્ય લોકોને જાણ કરતા અને તપાસ કરવામાં આવતા જણાયું કે કૂવામાં હાથી પડી ગયો […]
યુકેમાં એક કુટુંબે એક નાનકડો શેટલેન્ડ નસલનો ટટ્ટુ પાળ્યો છે અને તેઓ આ ટટ્ટુને પોતાની સાથે બધે ફરવા લઇ જાય છે. દુકાનો અને પીઠાઓમાં તો લઇ જ જાય છે, બસમાં પણ તેને પોતાની સાથે લઇ જાય છે અને તેના નાનકડા કદ અને શાંત સ્વભાવને કારણે આ ટટ્ટુ બસમાં કોઇને નડતરરૂપ થતો નથી અને બસમાં પ્રવેશતા […]
ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામેની એડિલેડમાં રમાનારી ડે એન્ડ નાઇટ પહેલી ટેસ્ટ રમ્યા પછી પેટરનીટી લીવ હેઠળ ભારત પરત ફરશે અને તે બાકીની ત્રણ ટેસ્ટ રમવાનો નથી, ત્યારે ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે કોહલીની ગેરહાજરી ટીમના યુવા ખેલાડીઓ માટે પોતાની જાતને સાબિત કરવાની એક મોટી તક સમાન રહેશે.કોહલી 27મીથી શરૂ […]
રશિયાના દાનિલ મેદવેદેવે યુએસ ઓપન ચેમ્પિયન ઓસ્ટ્રિયન ખેલાડી ડોમિનિક થીમને ત્રણ સેટના સંઘર્ષ પછી ફાઇનલમાં હરાવીને પહેલીવાર એટીપી ફાઇનલ્સનું ટાઇટલ જીત્યું હતું, તેની અત્યાર સુધીની કેરિયરનું આ પહેલું મોટું ટાઇટલ રહ્યું હતું. તેણે આ ચેમ્પિયનશિપમાં ટેનિસ જગતના ત્રણ ટોચના ખેલાડીઓને હરાવ્યા હતા અને સાથે જ 2009 પછી આ ટાઇટલ જીતનારો તે પહેલો રશિયન ખેલાડી બન્યો […]