આવનારી ફિલ્મ ‘અશ્વત્થામા’ નો પહેલો લુક રજૂ : જોરદાર ભૂમિકામાં જોવા મળશે વિકી કૌશલ

આજે બોક્સ ઓફિસ (BOX office) પર સફળ થયેલી ફિલ્મ ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈકને બે વર્ષ પૂરા થયા છે. આ ફિલ્મે અભિનેતા વિકી કૌશલને ઇન્ડસ્ટ્રીમાં નવી ઓળખ આપી હતી. ફિલ્મના બે વર્ષ પૂરા થવા પર, વિકી કૌશલે તેના ચાહકોને આશ્ચર્યચકિત કર્યા છે. અભિનેતાએ તેની આગામી પ્રોજેક્ટ ‘અશ્વત્થામા’ (ASHWATTHAMA) નો પહેલો લુક રજૂ કર્યો છે, જે એક SCIENCE FICTION ફિલ્મ છે. આ ફિલ્મનું દિગ્દર્શન આદિત્ય ધર કરશે અને રોની સ્ક્રુવાલા પ્રોડ્યુસ કરશે.

આવનારી ફિલ્મ 'અશ્વત્થામા' નો પહેલો લુક રજૂ : જોરદાર ભૂમિકામાં જોવા મળશે વિકી કૌશલ

અભિનેતા વિકી કૌશલની ફિલ્મ ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ વર્ષ 2018 ની એક શ્રેષ્ઠ ફિલ્મ હતી. આ ફિલ્મની રજૂઆતને આજે બે વર્ષ થયા છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર હિટ સાબિત થઈ હતી. સાથે જ આ ફિલ્મે ત્રણ નેશનલ એવોર્ડ જીત્યા છે. વિકી કૌશલને ઉરીમાં તેના અભિનય માટે રાષ્ટ્રીય એવોર્ડ (NATIONAL AWARD) આપવામાં આવ્યો હતો, જ્યારે દિગ્દર્શક આદિત્ય ધરને પણ તેમના નિર્દેશન માટે પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યો હતો.

આવનારી ફિલ્મ 'અશ્વત્થામા' નો પહેલો લુક રજૂ : જોરદાર ભૂમિકામાં જોવા મળશે વિકી કૌશલ

આ ફિલ્મ મહાભારત સાથે જોડાયેલા પાત્ર પર આધારિત છે
તાજેતરમાં જ વિકી કૌશલએ તેની આગામી ફિલ્મ ‘અશ્વત્થામા’નું પોસ્ટર સોશ્યલ મીડિયા પર બહાર પાડ્યું છે. આ ફિલ્મ ‘અશ્વત્થામા’ મહાભારત (MAHABHARAT) નાં અધ્યાય સાથે સંકળાયેલા પાત્ર પર આધારિત છે. ફિલ્મ વિશે વાત કરતા, વિકી કૌશલએ કહ્યું કે, અશ્વત્થામા એ આદિત્યનો ડ્રીમ પ્રોજેક્ટ (DREAM PROJECT) છે અને તેમાં રોની જેવા સ્વપ્નદ્રષ્ટાની જરૂર હતી કે તે તેને દર્શકો સમક્ષ રજૂ કરે. હું જ્યાં અભિનય કરું છું ત્યાં તે મારા માટે એક નવી જગ્યા હશે. હું ટેક્નોલોજીના નવા સ્વરૂપ સાથે પરિચય કરાવીશ.

આવનારી ફિલ્મ 'અશ્વત્થામા' નો પહેલો લુક રજૂ : જોરદાર ભૂમિકામાં જોવા મળશે વિકી કૌશલ

આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષે કરવામાં આવશે
નિર્માતા રોની સ્ક્રુવાલાએ ફિલ્મ વિશે જણાવ્યું હતું કે, “દરેક ફિલ્મની પોતાની યાત્રા હોય છે. જો કે, રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા બ્લોકબસ્ટર ફિલ્મ ઉરીની ટીમ જ્યારે એક સાથે આવે છે ત્યારે અપેક્ષાઓ ન્યાયી ઠરે છે. અશ્વત્થામામાં કહેવા માટે વાર્તા વ્યાપક છે, પાત્રોની ઉડાઈ છે અને તે દ્રશ્ય પ્રભાવથી ભરપુર હશે. આ ફિલ્મ માટે ભાષા (LANGUAGE) કોઈ અડચણ નથી, અમે અત્યાર સુધીમાં પ્રયાસ કરેલી સૌથી મહત્વાકાંક્ષી ફિલ્મ છે અને અમે તેને ભારત અને દુનિયાભરના દર્શકો સુધી પહોંચાડવાનું પસંદ કરીશું.

Related Posts