National

રસીકરણ પહેલા મોદી કરશે મુખ્યમંત્રીઓ સાથે બેઠક, આ હોઇ શકે છે ચર્ચાનો વિષય

નવી દિલ્હી (New Delhi): દેશમાં 16મી જાન્યુઆરીથી કોરોના રસીકરણ કાર્યક્રમ (Vaccination Drive in India) શરૂ થવાનો છે. અમેરિકા (US) અને લંડનમાં (UK) કોરોના રસીકરણ શરૂ થઇ ગયુ છે. આ સિવાય ચીન અને દુબઇમાં પણ કોરોના રસી આપવાનું શરૂ થઇ ગયુ છે. ભારત સરકારે કુલ વસ્તીમાંથી 30 કરોડ જેટલા લોકોની પસંદગી કરી છે. જેમને આ પ્રારંભિક તબક્કામાં કોરોના રસી અપાશે. આ 30 કરોડ લોકોમાં 50થી વધુ વયના સિનિયર સિટિઝન્સ, કોરોના હોસ્પિટલ્સોમાં ફરજ બજાવતા તબીબો અને તબીબી સ્ટાફ, ફ્રન્ટલાઇન વર્કર્સનો અને ગંભીર બીમારીથી પીડાતા કોરોના દર્દીઓનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે 11 જાન્યુઆરીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મહત્વની બેઠક કરશે. તમામ રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી વીડિયો કોંફ્રેસના માધ્યમથી સાંજે ચાર વાગ્યે બેઠક કરશે. બેઠકમાં અલગ અલગ રાજ્યોમાં કોરોનાના સંક્રમણની પરિસ્થિતિ અને કોરોના વેક્સિનના રસીકરણને લઈને ચર્ચા કરવામાં આવશે. આજની બેઠકમાં કોરોનાની બે રસી એટલે કે કોવીશીલ્ડ અને કોવેક્સિનની સપ્લાઈ ચેન અને તેમાં રાજ્યોને મળનારા હિસ્સા પર વાત થશે.

જણાવી દઇએ કે આ બે રસી સિવાય દેશમાં બીજી આઠ એવી રસી છે, જે એપ્રિલ મહિના સુધી બજારમાં આવી જાય એવી શક્યતા છે. દેશના લગભગ તમામ રાજ્યોમાં કોરોનાના ‘ડ્રાય રન’ ટેસ્ટ થઇ ચૂક્યા છે. આ દરમિયાન સરકારે કર્મચારીઓને રસી આપવાની તાલીમથી માંડીને રસીકરણ દરમિયાન જે કેટલાક પડકારો આવી શકે તેની સામે લડવા માટે તૈયાર કરી દીધા છે. જણાવી દઇએ કે ‘CoWin’ નામનું પોર્ટલ છે, જેમાં રસીકરણનો તમમા ડેટા સ્ટોર રહેશે. કોને, ક્યાં, ક્યારે રસી અપાઇ છે-એનાથી માંડીને કોના નામ રસીકરણના પહેલા તબક્કાની યાદીમાં શામેલ છે.

દેશમાં મુંબઇ, દિલ્હી, હૈદરાબાદ, પૂણે સહિતાના એરપોર્ટ પર પણ રસીના વિતરણ માટે કડક અને નાનામાં નાની વ્યવસ્થાઓ થઇ ગઇ છે. એરપોર્ટ પરથી સામાન્ય બસ સુધી રસી કેવી રીતે લઇ જવી છે-તેનાથી માંડીને જુદા-જુદા રાજ્યોના દરેક વિસ્તાર સુધી રસી પહોંચાડવા માટે કોલ્ડ ચેન ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા પણ થઇ ગઇ છે. હવે લોકોની નજર સરકારના મફત રસી આપવાના વાયદા પર છે. સમાચાર મળ્યા છે કે આજની મિટીંગમાં આ મુદ્દે ચર્ચા થઇ શકે છે. રાજસ્થાન, દિલ્હી અને છત્તીસઢ રાજ્યોએ સરકારને મફત રસી આપવાની માંગ કરી છે. જ્યારે પશ્ચિમ બંગાળ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કેરળ, ઓડિશા, અસમ, તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટક રાજ્યોએ નક્કી કરી લીધુ છે કે આ રાજ્યો પોતે જ સામાન્ય લોકોને કોરોના રસી મફતમાં આપશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top