એક વર્ષ પહેલાં શ્રેયસ અય્યર ડ્રેસિંગ રૂમની અંદર રડ્યો હતો. કારણ થોડા કલાકો પહેલાં તે IPL 2020ની રનર્સઅપ રહેલી દિલ્હી કેપિટલ્સની ટીમનો...
આ વખતના પરાજય પછી એમ લાગતું હતું કે કોંગ્રેસ પક્ષની અંદર શરમ, સંકોચ અને સ્વાર્થને બાજુએ રાખીને મુક્ત ચર્ચા થશે, પક્ષની વારંવારની...
સૌથી પહેલી વાત તો એ કે કાશ્મીરી પંડિતોએ જે પણ વેઠ્યું, જે હિંસાનો તે ભોગ બન્યા, જે રીતે તેમણે પોતાનાં મૂળિયાંથી દૂર...
ગાંધીનગર: તાજેતરમાં પીએમ (PM) નરેન્દ્ર મોદીએ (Narendra Modi) અમદાવાદ-ગાંધીનગરની (Ahmedabad-Gandhinagar) બે દિવસીય મુલાકાત બાદ ભાજપની (BJP) હાઈ વોલ્ટેજ પ્રચાર ઝુબેશનો આરંભ કરાવ્યો...
હથોડા: કીમ ચાર રસ્તા ખાતેના સર્કલ (Circle) નીચે પાળી પર બેસીને બે મિત્ર (Friend) મસ્તી કરતા હતા. ત્યારે ત્યાં સૂતેલા એક અન્ય...
સુરતઃ (Surat) સુરતના સીંગણપોર ખાતે રહેતો યુવક ગોવાથી દારૂ લાવતા પોલીસના હાથે ઝડપાયો હતો. યુવક ગોવાના (Goa) બાગા બીચ (Beach) પરથી દારૂની...
ગાંધીનગર: પુષ્પા ફિલ્મમાં લાલ ચંદનની (Red Sandal) દાણચોરી જોવા મળી છે, જો કે પુષ્પા ફિલ્મમાં નહી જોવા મળ્યું હોય તેટલું લાલ ચંદન...
નવી દિલ્હી: (New Delhi) જાપાનના વડાપ્રધાન (Japan PM) ફુમિયો કિશિદા બે દિવસીય ભારતની મુલાકાતે છે. તેઓ શનિવારે ભારતની રાજધાની નવી દિલ્હી પહોંચ્યા...
નવસારી : નવસારીમાંથી બે અલગ અલગ જગ્યાએથી દારૂ ઝડપાયું હતું. જેમાં સાલેજ નહેર પાસે પોલીસે સુરતના વ્યક્તિને દારૂ સાથે પકડી પાડ્યો હતો....
રાજપીપળા: (Rajpipla) રાજપીપળાના કાળિયાભૂત ચોકડી પાસેની અંબિકાનગર સોસાયટીના એક ખુલ્લા પ્લોટમાં ધુળેટી પર્વની સંધ્યાકાળે એક રિક્ષા ચાલકની ગળું દબાવી કરપીણ હત્યા કરાઈ...
રશિયા અને યુક્રેનનું યુદ્ધ (Russia-Ukraine War) હજુ પણ ચાલી રહ્યું છે. આ યુદ્ધના કારણે યુક્રેનના મોટા શહેરો બરબાદ થઈ ખંડેર બની ગયા...
સુરત: (Surat) ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે પ્રખ્યાત સુરત શહેર હવે સ્માર્ટ રોડ માટે પણ જાણીતો બનશે. સુરતમાં ભારતનો પ્રથમ સ્ટીલ ફિનિશ્ડ...
રશિયા અને યુક્રેન (Russia and Ukraine) વચ્ચે યુદ્ધ હજુ પણ યથાવત છે. આવા સમયે રશિયન અંતરિક્ષયાત્રીઓ (Astronauts) સ્પેસમાં (Space) યુક્રેનના રાષ્ટ્રીય ધ્વજના...
ભરૂચ: ભરૂચમાં (Bharuch) અકસ્માતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભરૂચ-દહેજ રોડ પર મઢૂલી સર્કલ પાસે આગળ ચાલતી કારને (Car) ફૂલ સ્પીડે આવતી...
ભોપાલ : ભોપાલ(Bhopal) નેશનલ લો ઇન્સ્ટિટ્યૂટ યુનિવર્સિટીમાં (NLIU) યૌનશોષણ (Sexual exploitation) મામલે પ્રોફેસર (Professor) તપન રંજન મોહંતી (Tapan Ranjan Mohanty) પર આરોપ...
અમરેલી: અમરેલી જિલ્લામાં ડુંગર પર વિકરાળ આગ લાગી હતી. ઘટનાના પગલે બેદરકારી દાખવતા ૧૮ કલાક વીતી ગયા બાદ પણ હજુ બેકાબુ છે....
પંજાબ: પંજાબની (Punjab) નવી સરકારની નવી ટીમ સામે આવી છે. 10 મંત્રીઓના શપથ (Oath) સાથે મુખ્યમંત્રી ભગવંત માને (Bhagwant Mann) પોતાની ટીમ...
હોંગકોંગ: હોંગકોંગમાં છેલ્લા ઘણા લાંબા સમયથી એક પણ કોરોનાનો કેસ નોંધાઈ રહ્યો ન હતો ત્યાં હવે કોરોનાને લઈ સ્થિતિ ભયાવહ બની ગઈ...
ગાંધીનગર : ગુજરાત (Gujarat) સરકારે નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ 6થી12માં ભગવદ્ ગીતાનો (Bhagvat geeta) સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે...
સંગીત (Music) એ કોઈપણ પ્રકારનો માહોલ બદલી નાખે છે અને તેમાં પણ જો કોઈ તહેવાર (Festival) હોય તો તેની ઉજવણી વાજિંત્રો વગર...
સુરત: સુરતના કતારગામ વિસ્તારમાં કિરણ હોસ્પિટલની બાજુમાં જૂની ઈમારતના રિનોવેશન વખતે દિવાલ અને સ્લેબનો ભાગ તૂટી પડ્યો હતો. ઘટનાની જાણ થતા ફાયર...
નવી દિલ્હી: કર્ણાટકના તુમકુર જિલ્લામાં અકસ્માતની મોટી ઘટના સામે આવી છે. જેમાં પાવાગડા જિલ્લામાં મુસાફરોને લઈ જતી બસ પલટી ગઈ હતી. આ...
મુંબઇમાં બોરીવલી ખાતે આવેલી ૨,૦૦૦ વર્ષ પુરાણી કાન્હેરી ગુફાઓમાં પીવાના પાણી માટે જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી તે આજે પણ કાર્યરત...
પશ્ચિમમાં ટાઇ બાંધવાનો રિવાજ લગભગ સાવ નીકળી ગયો છે. કોર્પોરેટ વર્લ્ડમાં નેક ટાઇ બાંધવી એક પ્રથા છે. આપણે જયારે ગુલામ હતા તે...
આજે ભાજપનો જે સમય ચાલી રહ્યો છે તેના માટે ભૂતકાળમાં કેટલાય કાર્યકરની આખી જિંદગીની નિઃસ્વાર્થ મહેનત જવાબદાર છે.આનાથી પણ વધુ સારો સમય...
એક બહેનના પતિશ્રી પી ડબલ્યુ ડી માં એન્જીનીયર તરીકે નોકરી કરતા હતા, અને ઈ.સ. 1977માં તેમનું અવસાન થયેલું. ત્યારબાદ સરકારી નિયમોને આધિન...
એક અંકલ મોર્નિંગ વોક પર જતા અને ચાલી લીધા બાદ પોતાના મિત્રો સાથે બેસીને સરસ પોતાના અનુભવની વાતો કરતા.તેમની વાતો એટલી સરસ...
ચૂંટણીના વિજય કોઇ પણ રાજકીય પક્ષોનાં કાર્યોને પવિત્ર કહે છે, કાયદેસર નથી ઠેરવતા. પાવિત્ર્યકરણ એટલે આશીર્વાદ આપવા અને તેને વાસ્તવિક જગત સાથે...
અમદાવાદથી ગાંધીનગર જવાના માર્ગે બે થી ત્રણ જગ્યાએ મેટ્રો ટ્રેન કે ઓવરબ્રિજનાં કામ ચાલે છે, પણ આ અગત્યના હાઇ વે પર ભાગ્યે...
દેશમાં ૧૨થી ૧૪ વર્ષની વયજૂથના બાળકો માટે કોવિડ રસીકરણ બુધવારથી શરૂ થઇ ગયું છે. આ પહેલા ૧૫થી ૧૮ વર્ષની વયજૂથના બાળકો, કિશોરોમાં...
આણંદ જનરલ હોસ્પિટલમાં રૂ. ત્રણ હજારની લાંચ લેતા ઓર્થોપેડિક સર્જન પકડાયો
વડોદરા ભાજપમાં પદોની ખેંચતાણ, મેયર-ચેરમેન માટે સંઘ અને સ્થાનિક ધારાસભ્યોનું લોબિંગ તેજ
78 વર્ષ જૂની પ્રેમકથા પર આધારિત ‘મૈં વાપસ આઉંગા’નું ટ્રેલર રિલીઝ
કેરળના શપથ ગ્રહણમાં INDIA એલાયન્સ કેમ ગાયબ? કોંગ્રેસ માટે ઊભા થયા મોટા સવાલ
ત્વિશા શર્માના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા! શરીર પર અનેક ઇજાઓ, પરિવારને હત્યાની આશંકા
ઓનલાઇન ફાર્મસી અને અંધાધૂંધ ડિસ્કાઉન્ટના વિરોધમાં આવતીકાલે દેશવ્યાપી ‘દવા બજાર’ બંધ
વડોદરાને પૂરથી બચાવવા મેગા પ્લાન: આજવા-પ્રતાપુરાની ક્ષમતા વધારાશે, કાયમી ઉકેલ માટે બનાવાશે ડાયવર્ઝન કેનાલ
ગલ્ફ તણાવની અસર સુરત એરપોર્ટ પર, 2 મહિનામાં 6 વખત બુકિંગ ચાલુ-બંધ
અફઘાનિસ્તાન સામે ટીમ ઈન્ડિયાની જાહેરાત: 4 નવા ખેલાડીઓને મળ્યો મોટો મોકો
સમુદ્રમાં ભારતની તાકાત વધશે: 70 હજાર કરોડની સબમરીન ડીલથી ચીન-પાકિસ્તાન ચિંતિત
ટેલેન્ટ ભગવાન આપે છે, સફળતા તમારી મહેનત નક્કી કરે છે: તેંડુલકરે યુવા ક્રિકેટરોને આપ્યો મંત્ર
‘ટેક્સ નહીં આપો તો ઇન્ટરનેટ બંધ કરી દઈશું’: ઈરાનની ધમકીથી દુનિયામાં ચિંતા
₹226 કરોડના આંતરરાષ્ટ્રીય ‘ડર્ટી ક્રિપ્ટો’ નેટવર્કનો પર્દાફાશ: આતંકી ફંડિંગ, ડ્રગ્સ અને ડાર્કવેબ સાથે જોડાયેલા 9 આરોપી ઝડપાયા
કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી ફેરફારના સંકેત
લક્ઝુરિયસ લાઈફ જીવવા 1.11 કરોડના દાગીનાની ચોરી, સેલ્સગર્લ અને પ્રેમીની ધરપકડ
અમીર વિસ્તારોથી ગરીબ વસાહતોમાં છોડાય છે કૂતરાઓ: સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મેનકા ગાંધીનો મોટો દાવો
રાજ્યપાલે ડિજિટલ સ્વ-ગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરી
અધિક જેઠ માસ નિમિત્તે સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવનો દિવ્ય શણગાર
સાબરકાંઠાના પોશીનામાંથી 6,38 લાખના લીલો અને સૂકા ગાંજાના જથ્થા સાથે એકની ધરપકડ
વડોદરા પાલિકાએ ઝીલી પીએમ મોદીની અપીલ: સરકારી વાહનોના ઇંધણ વપરાશમાં મોટો કાપ
સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીઓ માટે વિશેષ આધાર કેમ્પ યોજાયો
સુરેન્દ્રનગર 45 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર
સ્વ-ગણતરી પદ્ધતિથી ઓનલાઈન પોર્ટલ અને મોબાઇલથી નાગરિકો માહિતી આપી શકાશે
IPL પ્લેઓફનો ખેલ રોમાંચક બન્યો: હૈદરાબાદ જીતતા ગુજરાત ક્વોલિફાય, હવે 1 સીટ માટે 5 ટીમોમાં જંગ
524 ડ્રોન અને 22 મિસાઇલોથી યુક્રેન પર હુમલો, ચીનના જહાજ પર રશિયાનો હુમલો હોવાનો ઝેલેન્સ્કીનો દાવો
મનોદિવ્યાંગ બાળકોએ બનાવ્યું અનોખું પેઈન્ટિંગ, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન
અમદાવાદ એરપોર્ટ પરથી 9.30 કિલો હેરોઈન જપ્ત
શર્ટલેસ ફોટા બાદ સલમાને આપવી પડી સફાઈ, મમ્મીએ પણ પૂછ્યું-‘ક્યા હુઆ બેટા?’, તો એક્સ ગર્લફ્રેન્ડે કહ્યું Uff!’
ગુજરાત કેડરના 8 પ્રોબેશનરી આઈએએસ અધિકારીઓ સીએમ ભૂપેન્દ્ર પટેલની મુલાકાતે જિલ્લા તાલીમ પૂર્વે મુખ્યમંત્રીએ સેવા સંકલ્પ સાથે કાર્ય કરવા આપી શુભેચ્છા
અમદાવાદ-ભાવનગર વચ્ચેની પ્રીમીયમ એસી બસો હવે ધોલેરા એક્સપ્રેસ હાઇવે પરથી દોડશે
એક વર્ષ પહેલાં શ્રેયસ અય્યર ડ્રેસિંગ રૂમની અંદર રડ્યો હતો. કારણ થોડા કલાકો પહેલાં તે IPL 2020ની રનર્સઅપ રહેલી દિલ્હી કેપિટલ્સની ટીમનો કેપ્ટન અને મુખ્ય બેટર હતો, સાથે જ ભારતની મર્યાદિત-ઓવરની ટીમો માટે લગભગ તે ફિટ હતો. જો કે પુણેમાં ઈંગ્લેન્ડની ઈનિંગ્સની આઠમી ઓવરમાં, તેણે કવર પર બે રન બચાવવા માટે કૂદકો માર્યો અને તેના કારણે તેનો ખભો ડિસલોકેટ થઇ ગયો. તે જાણતો હતો કે IPL તેના માટે પૂરી થઇ પણ તેના માટે જે સૌથી મહત્ત્વની વાત એ હતી કે T-20 વર્લ્ડ કપ તે રમી શકશે કે કેમ તે બાબત શંકાના દાયરામાં આવી ગઇ હતી. આ ઘટના પછી દિલ્હી કેપિટલ્સે તો પોતાના ભાવિ કેપ્ટન તરીકે ઋષભ પંતની પસંદગી કરી લીધી અને તેનામાં પોતાનું ભવિષ્ય જોઇને તેને રિટેન પણ કરી લીધો. આ તરફ અય્યર IPLનો પહેલો હાફ ગુમાવી ચૂક્યો હતો અને ઇજાને કારણે ઓછી મેચ પ્રેક્ટિસ હોવાથી T-20 વર્લ્ડકપમાં તે માત્ર રિઝર્વ ખેલાડી બનીને રહી ગયો. ગત વર્ષે તેના માટે આ બે સૌથી ખરાબ તબક્કા રહ્યા હતા, શું તેના માટે હજુ બાબતો ખરાબ થવાની હતી એવી એક શંકા સેવાઇ રહી હતી.
વર્ષના અંતમાં જો કે, બાબતો થોડી બદલાઇ અને રોગચાળો, વર્કલોડ, ઇજાઓ અને પસંદગીઓ – બધું જ જાણે કે તેના માટે ત્રીજો તબક્કો તૈયાર કરવાનું કાવતરું ઘડતા હોય તેવું લાગતું હતું. જો કે અય્યરને તેમાંથી જ એક તક મળી. અહીં પણ એક વાંધો એ હતો કે તેણે 2019ની શરૂઆતથી માત્ર એક જ ફર્સ્ટ-ક્લાસ મેચ રમી હતી. એક વાતની અહીં એ નોંધ કરવાની કે ભારતીય ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં તમે જે વિવિધ પરિસ્થિતિઓનો કે બોલિંગનો સામનો કરો છો ત્યારે ઘરઆંગણે ટેસ્ટ રમવા માટે તમારા માટે એક યોગ્ય માહોલમાં તમે ઉછર્યા હોવાનું તેનાથી પુરવાર થાય છે. અય્યર 52.18ની ફર્સ્ટ-ક્લાસ એવરેજ અને 81.54ના સ્ટ્રાઈક રેટ સાથે ટેસ્ટ ક્રિકેટમાં આવ્યો હતો. જ્યારે પણ તમે ડોમેસ્ટિક ક્રિકેટમાં આક્રમણની ગુણવત્તા વિશે જે વાત કરો છો, ત્યારે આ આંકડા ધ્યાને લેવા જરૂરી છે. અય્યર ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 4000 રન, 50ની એવરેજ અને 80ના સ્ટ્રાઈક રેટ ધરાવતો બેટર્સ ક્લબનો એકમાત્ર સભ્ય છે.
આજે સ્થિતિ એવી છે કે એક સમયે જે અય્યરને માત્ર મર્યાદિત ઓવરના આંતરરાષ્ટ્રીય બેટર તરીકે જોવામાં આવતો હતો તે ભારતીય ટેસ્ટ બેટર બની રહ્યો છે. શ્રેયસ અય્યર પોતાની પ્રથમ ચાર ટેસ્ટમાંથી બેમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યો છે. અય્યરે સ્પિન સામે તેની રમતની ગુણવત્તા દર્શાવી છે. તે ભાગ્યે જ ક્રીઝ પર અડબોથની જેમ સપડાય છે. તે ક્યાં તો બોલની પીચ સુધી જાય છે અથવા તો બોલ ટર્ન થયા પછી તેને રમે છે. તે એક એવી ગુણવત્તા છે જે ભારતના મોટા ભાગના સારા બેટ્સમેનોમાં નાની ઉંમરે જ જોવા મળે છે. જો કે આ સિવાય અય્યર પાસે એટેકિંગ ગિયર પણ છે, જે ભાગ્યે જ બીજામાં જોવા મળે છે. કેપ્ટન રોહિત શર્માએ અય્યર વિશે કહ્યું હતું કે હું તેના પ્રદર્શનથી ખૂબ જ પ્રભાવિત છું. આ પ્રકારની પીચો પર રમવું સરળ નથી, ખાસ કરીને જ્યારે તમે હજુ તમારી ચોથી ટેસ્ટ મેચ રમી રહ્યા હોય. તેણે ખૂબ જ સંયમ બતાવ્યો. પીચ પર તેણે ખરેખર શું કરવાનું હતું તે અય્યર સમજી ગયો હતો. માત્ર ચોથી ટેસ્ટ રમનાર વ્યક્તિ માટે આ પ્રકારની માનસિકતા હોવી એ ઘણી પરિપક્વતા અને તેની પોતાની રમત વિશે ઘણી સમજણ દર્શાવે છે, જે આગળ વધવા માટેનો મોટો સંકેત છે. હાલ બદલાવની સ્થિતિમાં ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેને બહાર રાખવાથી ખાલી પડેલી બે જગ્યામાંથી એકને ભરનારી તે પહેલી વ્યક્તિ બની છે.