National

ભોપાલ લો યુનિવર્સિટીના પ્રોફેસર સામે 200થી વધુ વિદ્યાર્થીનીઓએ લગાવ્યો યૌનશોષણનો આરોપ

ભોપાલ : ભોપાલ(Bhopal) નેશનલ લો ઇન્સ્ટિટ્યૂટ યુનિવર્સિટીમાં (NLIU) યૌનશોષણ (Sexual exploitation) મામલે પ્રોફેસર (Professor) તપન રંજન મોહંતી (Tapan Ranjan Mohanty) પર આરોપ લગાવવામાં આવ્યા છે. ગુરૂવારે બે વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રોફેસર મોહંતી વિરૂદ્ધ જાતીય શોષણ અંતર્ગત ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ અંતર્ગત પોલીસ સ્ટેશનમાં બે અલગ અલગ ફરિયાદ નોંધવવામાં આવી છે. આ મામલે સ્ટુડન્ટ એસોસિયેશનના (Student Association) વિદ્યાર્થીઓએ દાવો કર્યો છે કે 7 દિવસના કાઉન્સેલિંગ પછી વિદ્યાર્થીનીઓ પોલીસ ફરિયાદ કરવા માટે તૈયાર થઈ છે. કારણ કે તેઓ ઘણી ડરી ગઈ હતી. સ્ટુડન્ટ એસોસિયેશનના વિદ્યાર્થીઓએ એવો આરોપ લગાવ્યો છે કે 200થી વધુ વિદ્યાર્થીનીઓ સાથે પ્રોફેસરે ગંદી હરકતો કરી છે.

NLIUમાં પ્રોફેસર તપન રંજન મોહંતી ઘણા વર્ષોથી વિદ્યાર્થીનીઓને શિકાર બનાવતો હતો અને જે કોઈ પણ પ્રોફેસરની વિરૂદ્ધ જવાના પ્રયત્નો કરે તો પ્રોફેસર મોહંતી તેની કારકિર્દી બરબાદ કરી દેતો હતો. સ્ટુસ્ટુડન્ટ્સ બાર એસોસિયેશન સાથે જોડાયેલા વિદ્યાર્થીઓએ દાવો કર્યો છે કે પ્રોફેસર પહેલા વર્ષથી જ વિદ્યાર્થીઓ સાથે ગંદી હરકતો કરતા હતો. તેની આવી ગંદી નીતિના કારણે વિદ્યાર્થીનીઓ તેના ક્લાસ અટેન્ડ કરતા ગભરાતી હતી. છેલ્લા 20 વર્ષથી તેની ઉપર વિદ્યાર્થીનીઓની છેડતી કરતો હોવાનો અને મોંઘી ગીફટના બદલે સારા માર્કસ આપવા બાબતનો આરોપ લગાવવામાં આવ્યો છે. સાથે જ ફરિયાદમાં વિદ્યાર્થિનીઓએ અશ્લીલ મેસેજ અને વીડિયો મોકલવાનું પણ લખ્યું છે.

આ સાથે જ અસોસિએશન સાથે જોડાયેલા વિદ્યાર્થીઓનો દાવો છે કે યુનિવર્સિટી પ્રશાસન તેમને પૂરેપૂરું સમર્થન આપી રહ્યું છે. પ્રશાસનનું કહેવું છે કે પ્રોફેસરની હકીકત લોકોની સામે આવવી જોઈએ. આ પછી પ્રોફેસરનું રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું. યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનના પ્રતિનિધિઓ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને ફરિયાદ કરવા પહોંચ્યા હતા. આ પછી, મુખ્યમંત્રીએ આ મામલાને ગંભીરતાથી લેતા ડીજીપી અને ભોપાલ પોલીસ કમિશનર સાથે બેઠક કરી તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. પોલીસે આ મામલે શુક્રવારે જ તપાસ હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓનો દાવો છે કે તેમની પાસે પ્રોફેસર વિરૂદ્ધ ટેક્સ મેસેજથી લઈને વીડિયો કોલ સહિતના તમામ પુરાવવા છે, જે પ્રોફેસરે વિદ્યાર્થીનીઓને મોકલ્યા હતા. ફરિયાદ સાથે આ તમામ પુરાવા વિદ્યાર્થીઓએ પોલીસને મોકલી દેવામાં આવ્યા છે. સ્ટુડન્ટ્સ બાર એસોસિયેશન સાથે જોડાયેલા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે પુરાવા ભેગા કરવાની સાથે સાથે, અન્ય પીડિત વિદ્યાર્થિનીઓને સામે આવવા માટે પણ કહ્યું હતું.

Most Popular

To Top