SURAT

સુરતનો યુવક ગોવા બાગા બીચથી દારૂ ઉંચકી લાવ્યો, એક મહિલાને પહોંચાડી પણ આવ્યો અને..

સુરતઃ (Surat) સુરતના સીંગણપોર ખાતે રહેતો યુવક ગોવાથી દારૂ લાવતા પોલીસના હાથે ઝડપાયો હતો. યુવક ગોવાના (Goa) બાગા બીચ (Beach) પરથી દારૂની (Alcohol) 98 બોટલ લઈને આવ્યો હતો. આ બોટલ પૈકી થોડો માલ ડભોલી ખાતે રહેતા દંપત્તિને પહોંચાડી આવ્યો હતો. ક્રાઈમ બ્રાંચે કાર ચાલક અને મહિલા સહિત બે ની ધરપકડ કરી કાર, દારૂ સહિત 7.26 લાખનો મુદ્દામાલ કબજે કરી એકને વોન્ટેડ જાહેર કર્યો છે.

  • અર્ટીગા કારમાં ગોવાના બાગા બીચ પરથી દારૂની 98 બોટલ લઈને આવતા ક્રાઈમ બ્રાંચના હાથે ઝડપાયો
  • કારના ચારેય દરવાજાના પાર્ટીશનમાં અને સીટ બોડીના નીચે દારૂ સંતાડ્યો હતો
  • કાર ચાલક અને મહિલા સહિત બેની ધરપકડ, એક વોન્ટેડ

ક્રાઈમ બ્રાંચની ટીમને વિપુલ પ્રજાપતિ નામનો વ્યક્તિ અર્ટીગા કાર (જીજે-05-જેડી-4129) માં વિદેશી દારૂનો જથ્થો લઈને આવી રહ્યો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમ વોચ ગોઠવીને રાખી હતી. બાતમી મુજબની આ કાર કતારગામ રાજહર્ષ એપાર્ટમેન્ટ પાસેથી આવતી જોઈને ઉભી રખાવી હતી. ડ્રાઈવરનું નામ પુછતા વિપુલ ઠાકોરસી પ્રજાપતિ (ઉ.વ.39, રહે.માધવાનંદ સોસાયટી, સીંગણપોર તથા મુળ ભાવનગર) હોવાનું જણાવ્યું હતું. કારની ચેકીંગ કરતા ગાડીના ચારેય દરવાજાના પાટીશનના ભાગે તથા સીટ બોડીના ભાગે સંતાડેલી કુલ 98 નંગ દારૂની બોટલ મળી હતી. કુલ 33320 રૂપિયાનો દારૂ મળી આવ્યો હતો.

તેની પુછપરછ કરતા તેને જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો તે ગોવા કલંગુટ બાગા બીચથી એક વ્યક્તિ પાસેથી લાવ્યો હતો. અને ડભોલી ખાતે બાલાજીનગર સોસાયટીમાં રહેતા રાજુ નાયક તથા તેની પત્ની રેખાબેનને આપવાનો હતો. થોડો દારૂનો જથ્થો તેમના ઘરે આપી આવ્યો હતો. પોલીસે આ જગ્યા પર પણ રેડ કરીને રેખાબેન રાજુભાઈ સરવૈયા (નાયક) (ઉ.વ.30) ને ઝડપી પાડી હતી. પોલીસે દારૂનો જથ્થો, કાર, મોબાઈલ ફોન મળીને કુલ 7.26 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. તથા વિપુલ અને રેખાની ધરપકડ કરી રાજુ સરવૈયાને વોન્ટેડ જાહેર કર્યો હતો.

Most Popular

To Top