Gujarat

‘પુષ્પા’ ફિલ્મમાં નહીં જોવા મળ્યું હોય તેનાથી વધારે રકત્ત ચંદન કચ્છના મુંદ્રા પોર્ટ પરથી જપ્ત થયું

ગાંધીનગર: પુષ્પા ફિલ્મમાં લાલ ચંદનની (Red Sandal) દાણચોરી જોવા મળી છે, જો કે પુષ્પા ફિલ્મમાં નહી જોવા મળ્યું હોય તેટલું લાલ ચંદન મુંદ્રા પોર્ટ (Mundra port) પરથી જપ્ત (Confiscated) થયુ છે. તે મુંદ્રાથી મલેશીયા (Malaysia) જવાનું હતુ. જેની કિંમત લગભગ 9.36 કરોડ જેટલી છે. આ સમગ્ર ઓપરેશન રેવન્યૂ ઈન્ટેલીજન્સ (DRI) દ્વારા હાથ ધરવામાં આવ્યુ છે. આ પહેલા પણ મુંદ્રા પોર્ટ પરથી રેવન્યૂ ઈન્ટેલીજન્સે લાલ ચંદન જપ્ત કર્યુ હતુ.

  • રેવન્યૂ ઈન્ટેલીજન્સે સતત બે વાર મુંદ્રા પોર્ટ પરથી લાલ ચંદન જપ્ત કર્યુ
  • અત્યાર સુધીમાં કુલ 11.32 કરોડનુ લાલ ચંદન મળી આવ્યુ

મલેશીયાના કલંગ બંદરે જનાર એક કન્ટેનરમાં ટ્રેકટર પાર્ટસ હોવાની કસ્ટમ્સ સત્તાવાળાઓ સમક્ષ જાહેરાત કરાઈ હતી. જો કે રેવન્યૂ ઈન્ટેલીજન્સને આ ટ્રેકટર પાર્ટસના કન્ટેનરમાં દાણચોરીનું લાલ ચંદન હોવાની બાતમી મળી હતી. જેના પગલે કંન્ટેનર અટકાવી ચકાસતા તેમાંથી 11.8 મે.ટન લાલ ચંદન મળી આવ્યુ હતું. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 9.36 કરોડ થાય છે. અગાઉ રેવન્યૂ ઈન્ટેલીજન્સ દ્વ્રારા ગત તા.23-02-22 ના રોજ મુંદ્રા પોર્ટ પરથી દાણચોરીનું 3 કરોડની કિંમતનું 5.4 મે.ટન લાલ ચંદન જપ્ત કર્યુ હતું. ત્યારે આ લાલ ચંદન બાસમતી ચોખાની બોરીમાં છુપાવવામાં આવ્યુ હતું.

જાપાન તથા ચીનમાં લાલચંદનની ઘણી માંગ છે. કેટલીક કોસ્મેટીક તથા દવાઓમાં (આયુર્વેદ)માં લાલ ચંદનનો ઉપયોગ થાય છે. આ લાલ ચંદન ફકત્ત આન્ધ્ર પ્રદેશના પુર્વ ધાટમા થાય છે. આ જંગલોમાંથી લાલ ચંદન ગેરકાયદે કાપીને તેને ગુજરાતના દરિયાઈ બંદરોથી બહાર મોકલવા માટે દાણચોરોની સિન્ટીકેટ સક્રિય છે. જણાવી દઈએ કે ભારત સરકાર દ્વારા લાલ ચંદનને પ્રતિંબધિત (રક્ષિત) વૃક્ષોની યાદીમાં મૂકવામાં આવ્યુ છે.

Most Popular

To Top