Surat Main

કતારગામમાં જૂની ઈમારતના રિનોવેશન દરમિયાન દિવાલ અને સ્લેબનો ભાગ તૂટી પડ્યો, બેનાં મોત

સુરત: સુરતના કતારગામ વિસ્તારમાં કિરણ હોસ્પિટલની બાજુમાં જૂની ઈમારતના રિનોવેશન વખતે દિવાલ અને સ્લેબનો ભાગ તૂટી પડ્યો હતો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સ્કેબ તૂટી પડતા 3 વ્યક્તિ દબાઈ ગયા હતાં. જે પૈકી બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા મોટ નિપજ્યા છે.

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી કિરણ હોસ્પિટલની બાજુમાં આવેલા જરીવાલા કમ્પાઉન્ડમાં આવેલી એક જર્જરિત ઇમારતનું સમારકામ ચાલી રહ્યું હતું. જે દરમ્યાન દીવાલ અને સ્લેબનો ભાગ તૂટી પડ્યો હતો. ઘટનાના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તાતકાલિક ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા ફાયર ના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. એમ્બ્રોઈડરી કારખાનામાં અંદાજે 60થી 70 કામદારો કામ કરતા હતા. માલિકે જણાવ્યું કે, તે આગળ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી. અત્યારે હાલ રિપેરિંગની કામગીરી ચાલી રહી હતી. જે દરમિયાન દિવાલ ધસી પડતા કામદારો કાટમાળ નીચે દબાયેલા હતા. કાર બે કે ચાર લોકો અને રેસ્ક્યુ કરીને કાટમાળ નીચેથી કાઢ્યા છે. જેમાં બેની હાલત વધુ ગંભીર હતી તેમના મોત થયા છે. તેમજ અન્ય લોકોને પણ ઇજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

ઇમારત રિનોવેશન માટે પાલિકા પાસે ન લેવાઈ હતી મંજૂરી
પાલિકાના અધિકારીઓએ કહ્યું હતું કે, ઈમારતના રિનોવેશન સહિતની કામગીરી અંગે પાલિકામાંથી કોઈ જ મંજૂરી લેવામાં આવી નહોતી. તેમજ આ બિલ્ડીંગ કેટલું જૂનુ હતું તે અંગે પાલિકાના અધિકારીઓએ તપાસ હાથ ધરી છે. તેમક જ આ ઘટના મામલે નિયમો પ્રમાણે યોગ્ય પગલાં ભરવામાં આવશે સમગ્ર ઘટનાની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. તેઓ એ જણાવ્યું હતું કે, કોઈ પણ પ્રકારની સુરક્ષા વિના જ બિલ્ડીંગને ઉતારવામાં આવી રહ્યું હતું. જે ખુબ જ ગંભીર બાબતે છે. જો કે ફાયર બ્રિગેડ દ્વારા કામગીરી કરાઈ રહી છે. આ મામલે લોકોના જીવને ખતરામાં મૂકીને થતી કામગીરી સામે પગલાં લેવા માંગ કરવાની વાત કરી હતી.

પાવર સપ્લાય કટ કરી કાટમાળ હટાવવાની શરૂ કરાઇ
બિલ્ડીંગનો ભાગ ધરાશાયી થતાં જ કાટમાળ નીચે વાહનો પણ દટાઈ ગયાં હતાં. બિલ્ડીંગની નજીક પાર્ક કરવામાં આવેલા મોપેડ સહિતના વાહનોનો દબાઈ જતાં તેને બહાર કાઢવા માટે પાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તાત્કાલિક ઈલેક્ટ્રિક પાવર સપ્લાય કટ કરી દેવામાં આવી હતી. જેથી ફાયરબ્રિગેડ દ્વારા જેસીબી મશીનની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top