National

કર્ણાટકના તુમકુરમાં બસ પલ્ટી જતા 8ના મોત, 20થી વધુ ઘાયલ

નવી દિલ્હી: કર્ણાટકના તુમકુર જિલ્લામાં અકસ્માતની મોટી ઘટના સામે આવી છે. જેમાં પાવાગડા જિલ્લામાં મુસાફરોને લઈ જતી બસ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે. જ્યારે 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોમાં કેટલાક વિદ્યાર્થીઓ પણ સામેલ છે. અકસ્માતની જાણ થતા પોલ્સ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતો અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.

  • કર્ણાટકમાં બસ પલ્ટી જતા મોટી દુર્ઘટના
  • 8 લોકોના મોત, 20થી વધુ ઘાયલ
  • 60 જેટલા મુસાફરો બસમાં હતા સવાર

કર્ણાટકમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં તુમકુર જિલ્લાના પાવાગડા પાસે બસ પલટી જતાં 8 લોકોના મોત થયા હતા અને 20 થી વધુ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમાં કેટલાક વિદ્યાર્થીઓ પણ સામેલ છે. તુમકુર પોલીસે ઘટનાની પુષ્ટિ કરી છે. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, પ્રાથમિક તપાસ બાદ જણાવ્યું કે ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવવાને કારણે અકસ્માત થયો હતો. બસમાં 60 જેટલા મુસાફરો સવાર હતા. આ અકસ્માતમાં ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. ઘાયલોમાં વિદ્યાર્થીઓ પણ હોવાનું કહેવાય છે. જેમાંથી કેટલાકની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં મૃત્યુઆંક વધી શકે છે.

એક અઠવાડિયામાં અકસ્માતની બીજી મોટી ઘટના
કર્ણાટકમાં એક સપ્તાહની અંદર અકસ્માત ની બીજી મોટી ઘટના સામે આવી છે. આ અગાઉ રાજ્યના કલબુર્ગીમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કાર ઝાડ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર પાંચ લોકોના મોત થયા હતા. અકસ્માતનો ભોગ બનેલા તમામ મહારાષ્ટ્રના અહેમદનગરના રહેવાસી હતા. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મુસાફરો ગંગાપુરના દત્તાત્રેય મંદિરથી પરત ફરી રહ્યા હતા. ત્યારે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો.

ઉપરાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પણ બસ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તેણે ટ્વીટ કરીને લખ્યું – કર્ણાટકના તુમકુરમાં બસ અકસ્માતમાં લોકોના મોત વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના.

Most Popular

To Top