Gujarat

અધિક જેઠ માસ નિમિત્તે સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવનો દિવ્ય શણગાર

અમદાવાદ : શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ ખાતે અધિક જેઠ માસ ‘પુરુષોત્તમ માસ’ નિમિત્તે દાદાને વિશેષ દિવ્ય શણગાર અર્પણ કરવામાં આવ્યો હતો. આજે 18 મે 2026, સોમવારના રોજ દાદાને દિવ્ય વાઘા ધારણ કરાવી જાંબુનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

આ અવસરે અષાઢી બીજ-રથયાત્રા અને પરશુરામ જયંતીની થીમ આધારિત શણગાર અત્યંત કલાત્મક અને આકર્ષક રીતે કરવામાં આવ્યો હતો, જેને નિહાળવા માટે મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા. વહેલી સવારે 05:45 કલાકે પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી ઉતારી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું.
આ ઉપરાંત પવિત્ર અધિકમાસ નિમિત્તે મંદિરના પટાંગણમાં પારિવારિક શાંતિ અને સુખાકારી માટે શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞ તા. 17 મે થી 15 જૂન 2026 દરમિયાન દરરોજ સવારે 9:00 થી 12:00 તથા સાંજે 3:00 થી 6:30 કલાક સુધી યોજાશે.

Most Popular

To Top