એક સાહિત્યપ્રેમી ગ્રુપ નામ – ચાલો મળીએ . આ ગ્રુપમાં બધા પોતાની ભાષાને પ્રેમ કરતા હતા અને દર મહિને એક શનિવાર ભેગા...
સામગ્રી1/2 કપ કિન્વા (Quinoa)1 નંગ બાફેલું બટાકું1/2 કપ બાફેલા વટાણા2 નંગ સમારેલાં ગાજર1/4 નંગ સમારેલો કાંદો1 ટીસ્પૂન આદુ-લસણની પેસ્ટ1 નંગ સમારેલું લીલું...
કાળઝાળ ગરમી સાથે અસહ્ય ઉકળાટથી હેરાન – પરેશાન ગુજરાતને મેઘરાજાના આગમનની પ્રતીક્ષા છે, પણ મેઘરાજા મહારાષ્ટ્રની હદ ઓળંગીને દક્ષિણ ગુજરાતમાં ઝટ પ્રવેશતા...
અત્યારે હિંદુઓ અને મુસલમાનોના પૂજાના સ્થળોની ઐતિહાસિકતા વિશે વિવાદ ચાલી રહ્યો છે. ભલે આ વિવાદના મૂળ બાબત મસ્જિદ – રામ જન્મભૂમિ વિવાદમાં...
વેક્સિન શોધાયા બાદ કોરોના કાબૂમાં આવી ગયો હતો ત્યાં સુધી કે સુરતમાં કોરોનાના કેસની સંખ્યા શુન્ય સુધી પહોંચી ગઈ હતી. જોકે, હાલમાં...
વડોદરા : નપાણીયા તંત્રના શાસકો શહેરીજનોના હિતમાં કેમ કામગીરી નથી કરતા મોદીનો રોડ શો રૂટ પર શાસકો અને તંત્ર નક્કી કરે છે...
વડોદરા : વડોદરાની ગેસ કંપની દ્વારા મહિનાઓથી ગેસ બીલ ના બાકી નીકળતા નાણાં વસૂલાત માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.ત્યારે પાંચમા...
વડોદરા : અગાઉ પ્રદેશ ભાજપ અધ્યક્ષની એક નહીં બબ્બે વખત મેયરને ટકોર કર્યા બાદ રાજ્યના મહેસુલ મંત્રીએ મેયર કેયુર રોકડીયાને ટોણો મારતા...
વડોદરા : પાલિકા દ્વારા સિંધરોટ ખાતે મહીસાગર નદીમાં વિયરના ઉપરવાસમાં ૩૦૦ એમ.એલ.ડી. ક્ષમતાનો ઇન્ટેક વેલ તેમજ સિધરોટ ગામમાં ૧૫૦ એમ.એલ.ડી.નો વોટર ટ્રીટમેન્ટ...
હાલોલ : સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના જીણોદ્વાર પામેલ અતિ ભવ્ય અને વિશાળ મંદિરના શિખર પર દાયકાઓ બાદ ધજા ચડાવવામાં આવશે....
વડોદરા : ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્માનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. દરમ્યાન આજે શહેરમાં મચ્છીપીઠ વિસ્તારના રસ્તા પર...
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 18 જુને ફરી ગુજરાત આવવાના હતા. જેમાં તેઓ વડોદરામાં રોડ શો કરવાના હતા. જો કે તેઓનો આ...
શહેરા: શહેરા તાલુકાના નરસાણા ગામ ના નાડા ફળીયા માં બે કુંટુંબ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. જ્યારે આ ઝગડામાં એક પરીવારના...
નડિયાદ; નડિયાદ એસ.ટી ડિવિઝનમાંથી પ્રધાનમંત્રીના કાર્યક્રમ માટે મોટાભાગની બસો ફાળવી દેવામાં આવી હોવાથી ગુરૂવાર અને શુક્રવારના રોજ ખેડા-આણંદ જિલ્લાના બસમથકોમાં હજારો મુસાફરો...
નડિયાદ: નડિયાદ તાલુકાના વડતાલમાં છેલ્લાં ત્રણ વર્ષથી ચાલતાં વરલીમટકાના જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી જુગારધામ ચલાવનાર દંપતિ સહિત કુલ...
ખાનપુર : મહિસાગર જિલ્લામાં પાણીની અછત અને નીચા જતા જળસ્તરની સમસ્યાના નિરાકરણ માટે 75.67 કરોડના ખર્ચે કડાણા ડાબા કાંઠા ઉચ્ચસ્તરીય નહેર આધારિત...
જમ્મુ: જમ્મુ(Jammu) અને કાશ્મીર(Kashmir)ના બારામુલ્લા(Baramulla)માં આતંકવાદી(Terrorist)ઓના નાપાક કાવતરાને સુરક્ષા દળોએ ફરી એકવાર નિષ્ફળ બનાવ્યો છે. બારામુલા શ્રીનગર હાઈવે(Baramulla Srinagar Highway) પર IED...
નવી દિલ્હી: નુપુર શર્માના વિવાદિત નિવેદન બાદ દેશભરમાં હિંસાઓ થઇ રહી છે. આજે બીજા દિવસે પણ હિંસા ફાટી નીકળી છે. હાવડાના પંચાલા...
સુરત: ભરૂચ(Bhruch)માં સોશિયલ મીડિયા(Social Media) ઉપર પોસ્ટ(Post) મૂકવા જેવી નજીવી બાબતે દંપતી વચ્ચેની તકરારમાં મહિલાએ આપઘાત(Suicide) કરી લીધો હતો. પતિ(Husband)એ પત્ની(Wife)ને સોશિયલ...
વલસાડ : વલસાડ(Valsad)ના ઓવરબ્રિજ(Over bridge) પર લગાવેલા પેવર બ્લોક(Block) તૂટી જતા અહીં ખાડા પડી ગયા હતા. જેના કારણે અહીંથી પસાર થતાં વાહનચાલકો...
વલસાડ: વલસાડમાં મેઘરાજા એ ફરી દસ્તક આપી છે. ગુજરાત રાજ્યમાં વરસાદના આગાહી વચ્ચે વલસાડમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે...
કેરી ફળોનો રાજા કહેવાય છે આપણે બધાં જ વર્ષમાં એક વાર મળતી કેરી પાછળ ગાંડા થઇએ છીએ. કેરી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે...
12 સામાન્ય પ્રવાહનું પરિણામ આર્ટસ અને કોમર્સનું 86.91 % આવ્યું, જે ગત વર્ષ કરતાં 3 % વધુ પરિણામ છે. આ પરિણામની ધ્યાન...
આજકાલ ટાઇફોઇડના દર્દીઓની સંખ્યા ખૂબ વધી રહી છે. ટાઇફોઇડ મોટેભાગે દૂષિત ખોરાક ખાવાથી પાચનતંત્રમાં ‘સલ્મોનીલા તાઇફી’ નામના બેક્ટેરિયાનું સંક્રમણ થવાથી આંતરડા પર...
કેમ છો?વેકેશન પૂરું થઇ ગયું? આજથી સ્કૂલ – કોલેજ – લંચબોકસ – ટિફિન અને ટયુશન અને હોમવર્કની દોડધામ શરૂ… નવું એકેડમિક યર...
જિંદગીનો મતલબ માત્ર જીવતા રહેવું નથી. જિંદગીનો મતલબ જિંદગીને સોળે કળાએ જીવવી એ છે. જિંદગીની સફર જન્મથી શરૂ થાય છે અને છેલ્લા...
સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે વટ સાવિત્રીનું વ્રત રાખે છે. માન્યતા છે કે, આ દિવસે સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનના પ્રાણ યમરાજ...
સુરત : સારોલીની (Saroli) અવધ ટેક્સટાઇલ માર્કેટના (Market) વેપારી અને મુળ મુંબઇમાં (Mumbai) રહેતા શેખ દંપતિએ સુરતના (Surat) વેપારી પાસેથી રૂા.81 લાખની...
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે (Central Government) જાહેરાતોને (Ads) લઈને નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. સરકારે બાળકોને (Children) લક્ષ્યાંક બનાવતી ભ્રામક જાહેરાતોને નિયંત્રિત...
અમદાવાદ: પશ્ચિમ રેલવે દ્વારા NTPCના દ્વિતીય સ્તરના પરીક્ષાર્થીઓ (Examiner) માટે અમદાવાદથી (Ahmedabad) ઈન્દોર, ભાવનગરથી બાંદ્રા ટર્મિનસ અને સુરત (Suraat) માટે ‘પરીક્ષા સ્પેશિયલ’...
“ટ્રમ્પને ખુલ્લો પડકાર! ખામેનેઈએ અમેરિકાને લઈને કરી એવી ટિપ્પણી કે દુનિયા ચોંકી ગઈ”
“ટ્રમ્પે કરી મોટી ભૂલ?પૂર્વ NSAના જોન બોલ્ટનના નિવેદનથી વોશિંગ્ટનમાં મચી ચર્ચા”
NEET-2026 માટે પશ્ચિમ રેલવે દોડાવશે 5 જોડી સ્પેશિયલ ટ્રેન : 19 જૂનથી બુકિંગ શરૂ
પહેલા જ વરસાદે વડોદરા ‘સ્માર્ટ સિટી’ ના દાવા ધોઈ નાખ્યા: કિસનવાડીમાં રસ્તાઓ બિસ્માર
વડોદરા બનશે નેટ ઝીરો અને ગ્રીન સિટી, VMC અને GBPN વચ્ચેના એમઓયુ અંતર્ગત આંતરરાષ્ટ્રીય ટીમની મુલાકાત
ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા આરોપી લક્ષ્મીકાંત દેસાઈને જપ્ત કરેલો iPhone પરત આપવાનો ઇનકાર
NEET Paper Leak: ‘ટેલિગ્રામ નવું ડાર્ક વેબ બની રહ્યું છે’, પ્રતિબંધ બાદ સરકારે ગંભીર આરોપ લગાવ્યા
CA ફાઈનલ મે 2026નું વડોદરાનું 14.70% પરિણામ જાહેર
વોર્ડમાં પંખા બંધ, ટોયલેટમાં પંખા ચાલુ: SSGના અણઘડ વહીવટની પોલ ખુલી
ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં પરિમલ નથવાણીની જીત, કોંગ્રેસને મોટો ઝટકો
વડોદરાના ગ્રામ્ય વિસ્તારો માટે ઐતિહાસિક રાહત, જમીન સંબંધિત કામો હવે વડોદરા ધક્કા ખાધા વિના પોતાના જ તાલુકામાં થશે
વડોદરા બનશે ગુજરાતનું પ્રથમ વાયર-ફ્રી સિટી
યુક્રેને રશિયા પર મોટો ડ્રોન હુમલો કર્યો: 1,000 થી વધુ ડ્રોન અને ક્રુઝ મિસાઇલો છોડ્યા
વૈભવ સૂર્યવંશી કેસમાં BCCI હસ્તક્ષેપ નહીં કરે, બોર્ડે કહ્યું- મેચ રેફરીને નિર્ણય લેવાનો અધિકાર
રામ મંદિર દાન ચોરીની તપાસ વચ્ચે CM યોગી કાલે અયોધ્યાની મુલાકાત લેશે
અજિત ડોભાલના આમંત્રણ પર ભારત આવશે ચીનના વિદેશ પ્રધાન વાંગ યી
22 જૂન પહેલાં રાજસ્થાન, MP અને UPમાં ચોમાસુ નહીં પહોંચે, દેશમાં અત્યાર સુધી 42% વરસાદ
સોના-ચાંદી ખરીદનારાઓ માટે રાહત, સતત ત્રીજા દિવસે સોનું સસ્તું, ચાંદીના ભાવમાં પણ ઘટાડો
‘છેલ્લા 6 મહિનાથી મરવાની વાત કરતી હતી સંચિતા ઉગલે’, મિત્ર ગીતાંજલિનો ચોંકાવનારો દાવો
સુરતના BAPS હોસ્પિટલ નજીક અડાજણમાં EV શો-રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો બળીને ખાખ, આસપાસની દુકાનો પણ ઝપેટમાં
EPFOના 7 કરોડ સભ્યો માટે ખુશખબર: PF ક્લેમની ઝંઝટ ઘટશે, આ મહિનાથી મળશે ATM-UPI સુવિધા
US-ઈરાન સંઘર્ષનો અંત: નિર્ધારિત સમય કરતા એક દિવસ પહેલા કરાર, બંને રાષ્ટ્રપતિઓએ હસ્તાક્ષર કર્યા
ચંબામાં કાળમુખો અકસ્માત: 500 મીટર ઊંડી ખીણમાં બોલેરો ખાબકતાં 7 લોકોના મોત
400 રન છતાં ટીમ ઈન્ડિયાના નામે શરમજનક રેકોર્ડ, ODI ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, બાલાસિનોરમાં પોણા 6 ઇંચ વરસાદથી જળબંબાકાર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઠંડક
ઉદ્ધવ પછી કેજરીવાલ પણ ચિંતામાં? AAP-TMC અને સપામાં તોડફોડના દાવાથી રાજકારણ ગરમાયું
હોર્મુઝ સ્ટ્રેટનું ભવિષ્ય શું? હોર્મુઝ પર 60 દિવસની જ રાહત, અમેરિકા-ઈરાન કરારના એક મુદ્દાએ બધાનું ધ્યાન ખેંચ્યું
“ઈરાન સાથે સંઘર્ષ સમાપ્ત કરવાનો કરાર હજુ ફાયનલ નથી,” ડોનાલ્ડ ટ્રમ્પે ફરી નિવેદન બદલ્યું
વડોદરા : નશાના કાળા કારોબાર પર SOGની રેડ
G7 સમિટમાં માઇક પરની વાતચીત કેદ થઈ: મેલોનીએ કહ્યું તેણે એક મહિનાથી ધૂમ્રપાન નથી કર્યું

એક સાહિત્યપ્રેમી ગ્રુપ નામ – ચાલો મળીએ . આ ગ્રુપમાં બધા પોતાની ભાષાને પ્રેમ કરતા હતા અને દર મહિને એક શનિવાર ભેગા મળતા અને સાહિત્યની મહેફિલમાં પોતાની કોઈ રચના કે પોતાનું કોઈ લખાણ કે અન્ય કોઈનું પણ વાંચવાલાયક લખાણ રજુ કરતા અને બધા તેનો આનંદ લેતા. આજે આ ગ્રુપને 2 વર્ષ પૂરા થતા હતા અને મહેફિલ જામી હતી. બધાએ પોતાની રજૂઆત કરી. પછી કેક કાપી અને પછી વાતવાતમાં એમ નક્કી કર્યું કે દરેક જણ અત્યારે આ ઘડીએ જિંદગી વિષે શું વિચારે છે તે માત્ર 2 – 3 વાક્યમાં રજૂ કરે. વિચારવા માટે 5 જ મિનિટનો સમય. પછી બધાએ કાગળ પર પોતાનો વિચાર લખી નાખવાના. બધા વિચારવા લાગ્યા. 5 મિનિટ થઈ ગઈ. બધાએ વિચાર કાગળ પર લખી નાખ્યા અને એક પછીએ એક વાંચવાનું શરૂ કર્યું. એક કવિએ લખ્યું હતું, ‘જિંદગી એક ઉપહાર છે. ભગવાને આપેલા આ ઉપહારનો પ્રેમથી સ્વીકાર કરો અને જે મળ્યું છે તેને જાળવીને તેનો આનંદ લો.’ એક વૃધ્ધ દાદાએ લખ્યું કે ‘જિંદગી એક અહેસાસ છે, તે અહેસાસને સમજીને જાણીને મહેસૂસ કરો.’
આગળ એક દાદીએ લખ્યું હતું, ‘જિંદગી એક દર્દ છે, એકબીજાનું દર્દ સમજીને વહેંચી લઈએ.’ એક તૂટેલા દિલના શાયરે લખ્યું, ‘જિંદગી એક તડપ અને વિરહ છે. જુદાઈમાં પણ હસતા રહીએ.’ એક યુવાને લખ્યું, ‘જિંદગી એક મિલન છે, એનું સ્મિત સાથે સ્વાગત કરીએ.’ એક પ્રોફેસરે લખ્યું, ‘જિંદગી એક પરીક્ષા છે, તેમાં મહેનતથી સફળ થઈએ.’ એક દુઃખી સ્ત્રીએ લખ્યું, ‘જિંદગી એક આંસુ છે. તેને પી લો, છુપાવી લો અને હસીને જીવો.’ એક પ્રેમીએ લખ્યું, ‘જિંદગી પ્રેમ છે. પ્રેમ આપો અને પ્રેમ વહેંચતા રહો.’ એક સજ્જને લખ્યું, ‘જિંદગી એક કસોટી છે, દરેક કપરા કાળમાં ધીરજ રાખીને જીવીએ.’
એક યુવતીએ લખ્યું, ‘જિંદગી સુંદર છે, તેને વધુ ને વધુ સુંદર બનાવીએ.’ એક યુવાને લખ્યું, ‘જિંદગી એક યુદ્ધ છે, તેમાં હિંમત રાખી તકલીફો સામે લડીએ અને જીતીએ.’ એક રમતપ્રેમીએ લખ્યું, ‘જિંદગી એક હરીફાઈ છે, તેમાં બધાને સાથે લઈને દોડીએ તો ખરેખર સફળ થઈએ.’ કોઈકે લખ્યું, જિંદગી એક રમત છે, કોઈકે લખ્યું જિંદગી એક જુગાર છે, કોઈકે લખ્યું જિંદગી એક રેસ છે, કોઈકે લખ્યું જિંદગી એક મેળો છે, કોઈકે લખ્યું જિંદગી એક ગીત છે. આમ, બધાના જવાબ પોતાના અનુભવો પ્રમાણે જુદા હતા. બધા જ વાત કરતા હતા જિંદગીની પણ જુદી જુદી. જિંદગી તો જિંદગી છે. ચાલો તેને હસીને પ્રેમથી માણી લઈએ. એમ નક્કી કરી બધા ફરી મળવા છુટા પડ્યા.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.