Vadodara

‘ભવિષ્યના મંત્રી મેયરની બાઈટ તો લો’ : મહેસૂલ મંત્રી

વડોદરા : અગાઉ પ્રદેશ ભાજપ અધ્યક્ષની એક નહીં બબ્બે વખત મેયરને ટકોર કર્યા બાદ રાજ્યના મહેસુલ મંત્રીએ મેયર કેયુર રોકડીયાને ટોણો મારતા રમૂજ ફેલાયું હતું.શહેરના સયાજી નગરગૃહ અકોટા ખાતે આયોજિત કેન્દ્ર સરકારની આઠ વર્ષની ઉપલબ્ધ ગરીબ કલ્યાણ અને સેવા સુશાસન અંતર્ગત કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન જીલ્લા કલેક્ટરે કરવાના બદલે મેયરે કરી દેતા મહેસુલ મંત્રીએ પોતાના પ્રવચન દરમિયાન મેયર પર શાબ્દિક ચાબખા માર્યા હતા.

સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના યશસ્વી અને સબળ નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારની આઠ વર્ષની સિદ્ધિઓ ગરીબ કલ્યાણ અને સેવા સુશાસન ગૌરવ ગાથા ને ઉજાગર કરવા માટે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં પણ સર સયાજીરાવ નગરગૃહ અકોટા ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યના મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ધારાસભ્ય સીમાબેન મોહિલે મેયર કેવું રોકડિયા ડેપ્યુટી મેયર નંદાબેન જોશી મ્યુનિસિપલ કમિશનર શાલીની બેન અગ્રવાલ જિલ્લા કલેકટર એ.બી.ગોર સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલ,ભાજપા શહેર અધ્યક્ષ ડો.વિજય શાહ સહિત વડોદરા અને શહેર-જિલ્લાના પ્રશાસનના અધિકારીઓ તેમજ લાભાર્થીઓ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

પ્રથમ મેયર કેયુર રોકડિયાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.જોકે આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કલેક્ટરે કરવાને બદલે મેયરે જ કરી દીધું હતું.ત્યાર બાદ મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પ્રવચન કરવા માટે આવ્યા હતા જેઓએ જાહેર મંચ ઉપરથી મેયર કેયુર રોકડિયા ને ટોણો માર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મારે જે વાત કરવાની હતી એ તો મેયર બોલી ગયા. મેયર ખરેખર જેટલું ગોખીને આવ્યા હોય એટલું જ બોલવાનું હોય એની જગ્યાએ મારા મુદ્દા પણ બોલી કાઢ્યા.કલેકટર થી આવકાર પ્રવચન કરવાનું હતું અને આવકાર પ્રવચનમાં એમનું નામ બોલાઇ ગયું,પણ જે યાદ કરીને આયા હોય એ જ બોલવાનું હોયને.

આપણે આજે આનંદ થી ભેગા થયા છે આનંદ માણીએ.કલેકટર થી આવકાર પ્રવચન કરવાનું હતું અને આવકાર પ્રવચનમાં એમનું નામ બોલાઇ ગયું પણ જે યાદ કરીને આયા હોય એ જ બોલવાનું હોય ને આપણે આજે આનંદ થી ભેગા થયા છે આનંદ માણીએ.આવા અનેક શાબ્દિક ચાબખા મહેસુલ મંત્રીએ મેયર પર માર્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મને ગમ્યું ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા  મેયરશ્રી ની જેમ બોલી શકે છે.એ વાત પર તાલીઓ પડવી જોઈએ અમે તો પ્રોટોકોલને બાજુએ મૂકીને જ ચાલીએ છે પ્રોટોકોલ જેવું રાખતા નથી અમે.મારે જે બોલવું હતું તે મેયરે બોલી દીધું.

જાહેરમાં મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મેયર કેયુર રોકડીયાને શાબ્દિક ચાબખા મારતા ઉપસ્થિત સૌ કોઈમાં રમૂજ ફેલાઈ હતી.નોંધનીય છે કે શહેરમાં રખડતા ઢોર મામલે અગાઉ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલે મેયરને એક વાર નહીં બબ્બે ટકોર કરી હતી.તેમ છતાં પણ પોતેજ નિર્ણય અને અન્ય શહેરો પરથી ઉદાહરણ લઈ કાર્યવાહી કરવા ટેવાયેલા મેયરને પ્રદેશ ભાજપ પ્રમુખ બાદ રાજ્યના મહેસુલ મંત્રીએ એક ટકોરરૂપી શાબ્દિક ટોણો મારતા વિરોધીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મહેસૂલ મંત્રી કાર્યક્રમના સમાપન બાદ  મેયર તરફ ઈશારો કરીને મીડિયાને ટકોર કરી કે, ભવિષ્યના મંત્રીની બાઈટ તો લો. તે સાંભળતાં જ મીડિયા તથા આગેવાનોમાં રમૂજ ફેલાઈ જવા પામી હતી.

Most Popular

To Top