Vadodara

સિંધરોટ ખાતે પ્રોજેક્ટનું ટ્રાયલ રન કરાયું

વડોદરા : પાલિકા દ્વારા સિંધરોટ ખાતે મહીસાગર નદીમાં વિયરના ઉપરવાસમાં ૩૦૦ એમ.એલ.ડી. ક્ષમતાનો ઇન્ટેક વેલ તેમજ સિધરોટ ગામમાં ૧૫૦ એમ.એલ.ડી.નો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવેલ છે. શુક્રવારે આ પ્રોજેકટનું ટેસ્ટીંગ ટ્રાયલ રન ચાલુ કર્યું છે. ટ્રાયલ રનના નિરીક્ષણ માટે વડોદરાના મેયર કેયુર રોકડીયા, મ્યુનિ.કમિશનર શાલિની અગ્રવાલ, ધારાસભ્ય યોગેશ પટેલ સહિતનાની ઉપસ્થિતિમાં સાંજે ૬ કલાકે ચાલુ  કરાયું હતુ. હાલમાં ૧ પંપથી પ૦ એમ.એલ.ડી.પાણી મેળવીને ટ્રાયલ રન ચાલુ કરાયું છે જેનુ  નિરીક્ષણ કરાયું છે.

પાાણી ચોખ્ખું થયા બાદ દક્ષિણ વિસ્તારમાં પ્રથમ ૫૦ એમ.એલ.ડી.પાણી અપાશેે, જેને જરૂરીયાત મુજબ ૧૦૦ એમએલડી પાણી શહેરમાં પુરુ પડાશે. આ પ્રોજેકટનું લોકાર્પણવડાપ્રધાનના વરદ હસ્તે તાઃ૧૮/૦૬/૨૦૨૨ ના રોજ કરવાનું આયોજન છે. પ્રોજેકટ  માટે  કુલ રૂા.૧૬૫.૭૫  કરોડનો ખર્ચ થયો છે. મેયરે જણાવ્યુ હતું કે,જે આપણે સિંધરોટથી પાણી લાવવાના છે તેના ઇનટેક વેલની મુલાકાત લીધી છે, અહીંથી પાણી બાજુની નળી માંથી WTP સુધી પહોંચી રહી છે. અહીંયા થી આગળ ચેક ડેમ બાંધ્યો હોવાથી અહીં પાણી ખુટવાનુ નથી એ જ જગ્યાએ કોર્પોરેશનએ પ્લાનિંગ સાથે ઇનટેક વેલનું આયોજન કર્યું છે જેથી નિરંતર પાણીનો સપ્લાય વડોદરા શહેરને મળતુ રહેશે તેવુ એંન્સ્યોર કર્યુ છે અને તેની સાથે ૫૦ કે ૧૦૦ એમ.એલ.ડી. અને જરૂર પડશે ભવિષ્યમાં ૧૫૦ એમ.એલ.ડી.નું પાણી પણ આપણે લઇ શકીશું.

અમારા દક્ષિણ વિસ્તારમાં ક્યારે માટલા ફોડાયાં નથી

ચાર ઝોનમાંથી ફક્ત દક્ષિણ ઝોનમાં સૌથી ઓછુ પાણી ૬૮ એમએલટીડી પાણી મળે છે. જયારે બીજા ઝોનમાં વધુ પાણી મળે કે જેથી અમારી માંગ છે કે ૧૮ જુને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિંધરોટ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. તેનું બીજું ૫૦ એમએલડી પાણી મળે તેવી અમારી માંગ છે. પાલિકામાં પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર ઝોનમાં માટલા ફોડવામાં આવ્યા ત્યારે અમારા દક્ષીણ વિસ્તારમાં ક્યારે પાલિકા પર માટલા ફોડવામાં આવ્યા નથી. દક્ષિણ વિસ્તારમાં વધુ પાણી મળે તે માટે અમે છેક સુધી લડત લડીશું.           – યોગેશ પટેલ, ધારાસભ્ય

Most Popular

To Top